મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

ગીત [ ઉજવીએ દિવાળી]



 
ગીત : ઉજવીએ દિવાળી
ઢાળ : તમે એકવાર મારવાડ જાજો રે ઓ મારવાડા

હાલો વર્ષોવર્ષ આપણે ઉજવીએ રે આ દિવાળી…
અમે મનડાંનો કૂડો કાઢીએ રે આ દિવાળી…
સગપણ સાચવશું, મેલ નહિ રાખશું
પ્રેમે નીતરતી, હૈયાની હાટડી
હોં કે અમે…તનમનથી સ્વાગત કરશું રે આ દિવાળી… હાલો…

અમે સ્નેહનાં સાથિયાં ચીતરશું રે આ દિવાળી
અમે ફટકેલી ફોરમ સંઘરશું રે આ દિવાળી
ઇર્ષાની હોળી, વ્હાલે ઝબોળી
પ્રીતનાં ટાંકણાં, સજાવું આંગણાં
હોં કે અમે… લેટ ગો ની ભાવના રાખશું રે આ દિવાળી… હાલો

અમે જમા ઉધારી ચોપડાં કાઢશું રે આ દિવાળી
અમે સમતુલાનો સાથ નિભાવશું રે આ દિવાળી
ઉધારીનાં નાણાં, ઘાલખાતમાં જાણ્યાં
ગુજ્જુ વેપારી, છોડે નહિ યારી
હોં કેં અમે… નવી ગીલ્લી નવો દાવ ખેલશું રે આ દિવાળી…

હાલો વર્ષોવર્ષ આપણે ઉજવીએ રે આ દિવાળી
અમે મનડાંનો કૂડો કાઢીએ રે આ દિવાળી…

નીતા શાહ

હાઈકુ માળા ....


  
હાઈકુ માળા

   શબ્દાવકાશ
સ્નેહાદ્રનું સ્મરણ
  વશીકરણ

નીતા શાહ

વ્હાલાના નામે
ફૂંટે જો કૂંપળ તો
હૈયે રોમાંચ

નીતા શાહ

વેરું વ્હાલ હું
ઉશેટે એ અક્ષથી
ફણગે શબ્દ

નીતા શાહ

વ્હાલની વેદી
હોમાય જો અહં
છલકે પ્રેમ

નીતા શાહ


વ્હાલા ઈશ્ચર
મીતનું વ્હાલું સ્મિત
શાશ્ચત રહે

નીતા શાહ

વસે તું અક્ષી
કેમ સારુ હું અશ્રુ
વહી જાય તો ?

નીતા શાહ

નવા શમણાં 
ઉગે ઉગમણે જ્યાં 
પોંખી ઉષાને 

નીતા શાહ


   સન્ડે કા ફંડા 
મિજબાની ને મસ્તી
   વેરો હાસ્ય                                
 
નીતા.શાહ   

   શુભ પ્રભાત 
મંગલ અખાત્રીજ
  સૌનું કલ્યાણ                         

નીતા શાહ

   શુભ પ્રભાત 
પક્ષીનો કલબલાટ
 રૂડું સંગીત                               

નીતા શાહ

  વ્હાલી ઉષા                      
શુભ સંદેશ લાવી           
 નવી આશાનો

નીતા શાહ   


   વધાવું પ્રેમે                  
વાટકી વ્યવહાર          
  શીદ યાચના                              

નીતા શાહ

 આ મુખવટો 
ક્યાં સુખી જીવડો? 
શોધે આયનો

નીતા.શાહ
              
  શુભ રાત્રી ને 
સજાવા શમણાંને
  માણો નિંદર

નીતા શાહ

શુભ રાત્રી ને 
સજાવા શમણાંને
સુવું તો પડે  
                 
  નીતા શાહ


શ્ચસુ શ્વાસમાં                   
હરપલ જપું માળા 
મારા વ્હાલાની

નીતા શાહ   

વ્યથાની કથા  
ગળે ડૂબાડુબ ત્યાં
રુંધાતો કંઠ

નીતા શાહ

છૂટશે પીછો ?
રમાડશે વેદના
ખાલિપા સાથે

નીતા શાહ

વ્યવહારું સૌ
પહેરે મુખવટો
ભજવે વેશ

નીતા શાહ

લાગણી કુંભ
છલોછલ સંપૂર્ણ
ઉડાડો છોળો

નીતા શાહ

ગ્રીષ્મ સંધ્યા
કુંદન વેરે આભ
સજે ધરિત્રી

નીતા શાહ


એનિવર્સરી
ઢંઢોળે સપ્તપદી
હસે વિધાતા

નીતા શાહ


એનિવર્સરી
સહજીવન હિસાબ
જમા ઉધાર ?

નીતા શાહ


વ્હાલા ઈશ્ચર
મીતનું વ્હાલું સ્મિત
શાશ્ચત રહે

નીતા શાહ


એ સમી સાંજે 
 તારામૈત્રક રચ્યું    
તું ને હું...સ્ટેચ્યુ

નીતા શાહ







     

  • વલોવાય કલેજું 
    ગાયું ભાંભરે


  • સંધ્યા આરતી 
    શયન કરે શ્રીજી          
     હ્રદયે ધરું


  • ઉષા ને સંધ્યા 
    ન ભેગા કે અળગા
     આવે ને જાય


  • લીજીએ લ્હાવો 
    આ સલુણી સંધ્યાના           
     શણગારનો

  • ગગન ધરા 
    જો આભાસી મિલન
     દૂર ક્ષિતિજે    

  • એ સમી સાંજે
    તારામૈત્રક રચ્યું
     તું ને હું...સ્ટેચ્યુ

  • વ્હાલા માનવ
            રોકો વિનાશ

      નીતા શાહ

સદુપયોગ
કર મગજનો જે
દીધું તુજને

નીતા શાહ

પર્યાય તારો
પર્યાવરણ, માન!
કર જતન

નીતા શાહ

ચાંદરણામાં
ટાંક્યા ચાંદતારલા
રાત્રી આગોશે

નીતા શાહ

સંચિત કર્મ
હણે ઘાત-આઘાત
ગીતા વચન
🌻🌻🌻🌻🌻
શુભ પ્રભાત
🌱🌱🌱🌱🌱
નીતા શાહ

શ્ચાસશ્ચાસમાં
ગુંથાયેલ સાજન
યાદ શેં કરું?
🌷🌷🌷🌷🌷
શુભ પ્રભાત
🌴🌴🌴🌴🌴
નીતા શાહ

પાંપણે પોંખ્યા
આતમે વધાવિયાં
હ્રદયદ્વારે
💕💕💕💕💕
શુભ પ્રભાત
🌞🌞🌞🌞🌞
નીતા શાહ

ગેબી ઈશારો
વ્હાલભરી ટપલી
ઉગારે પ્રભુ
💖💖💖💖💖
શુભ પ્રભાત
🎉🎉🎉🎉🎉
નીતા શાહ

વાગોળતી હું
શબ્દ કાવ્યાંશ માં
હું અને હું જ











   

ગીત [વેલ વિશર વુમનની માળા]



ગીત ૨
[ઢાળ:મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે ]
સહુ સખીઓનું ચક્કરડું ને એક મેક નો સાથ
વેલવિશર વુમનની માળા, મણકાં ભારોભાર

જીવન જેનું ઝા..ક..ળ..નું,[૨] ને ફૂલો અપરંપાર
જીવે મજાની જીંદગી...છલક મલકતી નાર
અરે ભઈ છલક મલકતી નાર [૨]
સહિયર તો આવી આંગણે મારી ખુશીઓ અપરંપાર રે
સખીઓનો રંગ લાગ્યો ...[૨]

વરણાગી કેરો... લ..ટ..કો..ને કઇ[૨]
ચાલે ચમકતી ચાલ રે
સખીઓનો રંગ લાગ્યો [૨] સહિયર તો આવી ... ... …

સુખે દુઃખે સૌ...સં..ગ..રે'..તી ને [૨] વ્હાલે દીધી સોગાત રે
સખીઓનો રંગ લાગ્યો ...[૨] સહિયર તો આવી... ... ...

એ...એ...એ...
સહિયર  નમણી નાર કરતી આંખ લાલમ લાલ [૨]
અરે એક આંખે રોવડાવે ને હસાવે બીજી આંખ
અરે ભઈ સહિયર  નમણી નાર [૩]
અરે મન મોટું જગ મોકળું ને,[૨] ખમીરવંતી નારી
અરે ભલે લાગતી ભોળી એ તો રાધાનો અવતાર
અરે ભઈ રાધાનો અવતાર...[૩]
સહિયર તો  આવી આંગણે મારી ખુશીઓ અપરંપાર રે
સખીઓનો રંગ લાગ્યો ...[૨]

ચડી ર..વા..ડે...સાહિત્યે...ને [૨] કરતી કલમ કારભાર રે
સખીઓનો રંગ લાગ્યો ...[૨] ...સહિયર તો આવી આંગણે ... ... ...

નીતા શાહ

ગરબા :૧,૨,૩......

ગરબો 1
રાગ: મુખડાની માયા લાગી રે…

દિવડાની જ્યોત તારી રે,
માં અંબા વ્હાલા…(2)

જ્યોત તારી ભરી આંખે,
શક્તિ ફૂટી અંતરયાળે…(2)
અસતે જ્યાં સત ભારે રે,
માં અંબા વ્હાલા..(2)
દિવડાની જ્યોત…

ગોળગોળ ગરબે ઘુંમતાં,
સાથે ત્રણ તાલી લેતાં… (2)
ગર્ભદીપ શીરે મુકતાં રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

ગર્ભદીપે છિદ્રો નાનાં,
છલકાવે તેજ ‘મા’ ના, (2)
ગગને ટમટમતાં તારા રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

પૂર્ણ જગની જનની તું,
ઘણું ખમતી ધરતી તું, (2)
આંખે અમી હું તો ભાળું રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

નારી હું ય, નારી તું ય,
નારી વત્તા શક્તિ બેય,(2)
શક્તિ કેરી જ્યોત ભાલ રે,
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

વેલ વિશર સખીઓ સારી,
બેઠાં ગરબે ગીતો ગાતી, (2)
આરાધ્ય માં ગબ્બરવાળી રે
માં અંબા વ્હાલા… (2)
દિવડાની જ્યોત…

નીતા.શાહ




ગરબો 2
રાગ: મીઠાં મધું ને મીઠાં..

અંબા દુર્ગા ને ‘મા’ કાળિકા રે લોલ
જગમાં છે એનો જયજયકાર રે…
નવલી નવરાત્રી સખી આંગણે રે લોલ..

આભા ચમકતી ‘મા નાં નેણમાં રે લોલ,
ભાલે કુમકુમ કેરી ભાત રે...નવલી

નવરંગ ચુંદડી ‘મા’ ને શોભતી રે લોલ
ચુંદડીમાં તારલાં અપાર રે… નવલી

પાયે રણઝણતી ‘મા’ ની ઝાંઝરી રે લોલ
જુઓ ચાલે ચમકતી ચાલ રે… નવલી

જગનો આધાર મારી માવડી રે લોલ
કરશે એ પાપનો વિનાશ રે… નવલી

ફેશન પરેડ ચાલે ગરબામાં રે લોલ
ક્લબોનો ધીકતો વેપાર રે...નવલી

લોકો ક્લબોમાં શું શોધતાં રે લોલ
સેલ્ફી ક્વીન બને નવલી નાર રે… નવલી

ગરબો ખોવાઈ ગયો શહેરમાં રે લોલ
ગોતો ઝટ એને ગામેગામ રે… નવલી…

અંબા દુર્ગા ને ‘મા’ કાળિકા રે લોલ
જગમાં છે એનો જયજયકાર રે
નવલી નવરાત્રી સખી આંગણે રે લોલ…

નીતા શાહ




ગરબો- 3
(રાગ: અમી ભરેલું અંતર જેનું)

અંબાજીનું મંદિર ભરિયું, ભક્તો હકડેઠઠ
ભાદરવી પૂનમે કરે પગપાળાં, અંબાનો હુકમ
   ગામેગામથી ભક્તો આવે
   માડીનો જયઘોષ બોલાવે

બારે મહિના વાટડી જોતાં, ક્યારે આવે પૂનમ
માડીનાં પાવન દરશન કરીને, પામું નવજીવન
   માડીનાં ચાચર ચોકે
   દિવા બળે સાતમે કોઠે

પગલે પગલે કુમકુમ ખરે ને, મુખડું ગુલાબી થાય
કુમકુમ કેરા ચાચર ચોકે, સૌના પાપ ધોવાય
   નવ ગજની ધજા ચડાવે
   માડીનો ગુંબજ શણગારે

અમી ભરેલી આંખો ‘મા’ ની, અંતરમાં ઉતરી જાય
આગ ભભૂકતી નજરું મળે તો, માફી ત્યાં મંગાય
   કાળુંધોળું સઘળું જાણે
   અસતે જ્યાં સત ભારે…

અંબાજીનું મંદિર ભરિયું, ભક્તો હકડેઠઠ
ભાદરવી પૂનમે કરે પગપાળાં, અંબાનો હુકમ….

નીતા શાહ

















.