મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Monday, November 30, 2015


 એક સમયે 
 હૃદયની ધરા પર 
 ધબકારની હુંફ થી 
 પ્રેમ-બીજ વાવ્યું હતું 
 વ્હાલથી જતન કર્યું 'તું 
 અંકુરિત એ બીજ 
 લાગણીસભર લીલુછમ છોડવું મારું 
 હિલ્લોળા લેતું 'તું 
 અને....
 અચાનક 
 લીલાછમ પાંદડાએ પીળાશ પકડી 
 ને ડાળથી વિખુટા પડવા લાગ્યા 
 એક પછી એક,એક પછી એક 
 ને ડાળે તો જાણે જીવન સંકેલી ને 
 જાણે વૈધવ્ય સ્વીકારી લીધું 
 પ્રભાતે ઝાકળ આવીને 
 મીઠો સ્પર્શ આપી ને 
  પલ્લવિત કરવું તું 
 પણ રવિ ના આગમને જ 
 ઝાકળ પણ ગાયબ 
  શું કારણ હશે ?
  કદાચ ઉધઈની જ લીલા હશે 
  શું એની દવાનો છંટકાવ 
  નવ-પલ્લવિત કરી શકશે છોડવાને ?
   ના....ક્યારેય નહિ 
   પોતીકા વિના જીવવું  એટલે 
   મરવાના વાંકે જીવવું  ....!


  •    નીતા શાહ
 
 
 

Thursday, November 19, 2015

.. ખાલીપો પૂરાય?

  કવિતા 

 એકાંતમાં વિચારોની ગડમથલ થાય
 શું ખાલીપામાં ખાલીપો પુરાય ?

અજાણ્યા મોડે જીંદગી વળી જાય
 ખરબચડા પથના પહાડ ચઢાય ?

ગફલત એક જ હું એક સમજદાર
તો બાકી બધાને નાદાન સમજાય? 

કેટલું અઘરું છે જીવનમાં આ કામ
પોતાનામાંથી જ પોતાના શોધાય? 

ફરક તો જબાન માં છે ઓ દોસ્ત
ઓકે ઝેર તો અમૃત કેમ ચખાય ?

હે સ્વાર્થ તારો ખુબ ખુબ આભાર
તારા વિના લોકો ને કેમ જોડાય ?

રહેવા દે ના શોધ પ્રેમ નો ઈલાજ
ઈલાજ ઈબાદતનો ઓછો કરાય? 

નીતા શાહ

મીડિયાનો મોહતાજ


 મીડિયાનો મોહતાજ

એક વાત કહું ?
શું મારો પ્રેમ સોશિયલ મીડિયાને આધારિત છે ?
આ whatsup
Twitter કે
Facebook થી
ડીસકનેક્ટ થઇ જશું
તો શું ?
'' રાત ગઈ સો બાત ગઈ ''
જેવું થશે ?
ના...રે...ના...!
મીડિયા બદલાતા રહેશે
ઈન્ટરનેટ પણ ચાલુ-બંધ થયા કરશે
ડિવાઈસ પણ બદલાતા રહેશે
દેશ પણ બદલાતા રહેશે
પણ......
હું શું કામ બદલાવું ?
મારી લાગણી કોઈ મીડિયા ની મોહતાજ નથી
એ મારું શું બગાડી  લેવાના ?
એની છબી તો કાળજે કોતરેલી છે
ને આંખની કીકીમાં કંડારેલી છે
જીવન નો ધબકાર છે
શ્વાસોશ્વાસમાં એકાકાર છે
એનાથી નોખા થવું 
એટલે  ....
રુદિયાની ગતિ અટકી જવી...!
'' મારો પ્રેમ નથી  મીડિયાનો મોહતાજ
   એનું હોવું જ મારા તો  માટે સરતાજ ''

 નીતા શાહ