વાતો કરે ચાંદને ધરતી પર ઉતારવાની
ધોળે દિવસે તારા દેખાડશે ...સત્તા મળ્યા પછી
વાતો કરે મોંઘવારીને મૂળમાંથી ઉખાડવાની
ક્યારેય ઘટી છે તો ઘટશે ...સત્તા મળ્યા પછી
વાતો કરે ગરીબાઈ ને મૂળમાંથી હટાવવાની
ગરીબોને જ હટાવી ન દે ...સત્તા મળ્યા પછી
વાતો કરે મફત પાણી વીજળી ભ્રષ્ટાચારની
બાપની સરકાર છે જો આપી દેશે સત્તા મળ્યા પછી
વાતો કરે સિમ્પલ લીવીંગ ને હાઈ થીંકીંગ ની
લાગે છે ક્યાય કનેક્ટ થશે ....સત્તા મળ્યા પછી
નીતા શાહ