મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, December 13, 2014

પુસ્તક



પુસ્તકો વસાવવા એ જિંદગીનું સારા માં સારું ઇન્વેસ્ટમેન્ટ છે,
વાંચવું અને વંચાવવું એ જીવનનું સારામાં સારું સપ્લીમેન્ટ છે.

નીતા શાહ

Tuesday, December 9, 2014

અકળ મૌન...!




હા, હું અને તું
ટેબલની સામસામે
વચ્ચે પ્રકાશિત કેન્ડલ
અકળ મૌન
વન કહેવાયેલા શબ્દોની વણઝાર
એની કીકી માં વાંચવા મથતી તી
પણ ...
નજર ઉંચી કર્યા વિના
લીપી ને ઉકેલું શી રીતે ?
અને...

ત્યારે સમજાયું કે
લખવું અને વાંચવું તો સાવ સરળ છે ...!
નીતા શાહ

એષણા....!



ખબર છે તને ?
એષણાઓને હૃદયના સાતમાં પડમાં
મુકેલ લોકર માં પૂરીને
ચાવી એની સમુદ્ર માં પધરાવી દીધી
રહી રહી ને ડોકાચિયા કરતી તી
તને અણગમતી એષણાનું
પ્રદર્શન થઇ જાતું તું
હું ચુર ચુર થઇ જાતી તી
જીવંત એષણાઓની અંત્યેષ્ટિ કરીને
હાશકારો થયો છે
કારણ
ભેખ જો મેં લીધો છે
તારા હસતા રમતા જીવન ને માણવાનો
જોયું ?
રેડીઓ પણ હુંકારો ભણે છે
સુર રેલાવે છે
જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે
તુમ દિનકો અગર રાત કહો રાત કહેંગે ....!

નીતા શાહ

Monday, November 10, 2014

એક નાનકડું બીજ વાવ્યું તું વિશ્વાસ સાથે સ્નેહનું ....!






     જોને મેં તો એક નાનકડું બીજ વાવ્યું તું વિશ્વાસ સાથે સ્નેહનું
     ક્યારેક તો તું  વરસીશ એવી આશા  સાથે
     અને આજે નવપલ્લવિત થઈને એ અંકુર હિલ્લોળા લઇ રહ્યું છે
     વ્હાલથી મને પણ ભીંજવી રહ્યું છે
     મારે ક્યાં એના ફળ ચાખવતા
     વ્હાલથી સીંચવું છે
      અને ક્યારેય મુરઝાઈ નહિ એવા જતન કરવા છે

   
      નીતા શાહ


















     







Tuesday, November 4, 2014

ખોટી જગ્યાએ દુખ હળવું ન કરાય ..!






ખોટી જગ્યાએ  દુખ હળવું ન કરાય 
એમ હાથે કરી દુખ બમણું ન કરાય 

વ્યક્ત થઇ શકે એને વ્યક્તિ કહેવાય 
વ્યક્ત ન થઇ શકે એને શું કહેવાય ?

કોમનમેન હમેશા કોમન વાતો કરે 
પોતાને જ કહે છે કેમ માની લેવાય ?

ભૂમિ એક જળબિંદુ માટે વલખા મારે 
સમજણ નું વાદળ જ પહેરો ભરે તો ?

લાગણી તો હૂંફની હળવાશ કહેવાય 
લાગણી ને જ લોકો હડસેલી દે તો ?

તારું અને મારું તો સહિયારું કહેવાય 
મારું મારું આગવું કરે એને શું કહેવાય ?

નીતા શાહ 





Wednesday, October 29, 2014

શું કહું તને સંબોધું કયા નામે ?




   


      શું કહું તને  સંબોધું કયા નામે ?
      જ્યાં નામ વગરના સંબંધ હોય
      ના કોઈ સ્પષ્ટતા કે ખુલાસા
      બસ આંખ બંધ કરું નીરખું તને    
      સવારની સલામ તારા નામથી
      શુભ રાત્રી પણ તારા નામ થી


     માને તો માતાની મમતા હું
     માને તો પ્રેમીનો પ્રેમ હું
     માને તો મિત્ર ની મિત્રતા હું
     માને તો દિલની નજીક હું
     માને તો સાત સમુદ્ર પાર હું
     માને તો કવિતા ના શબ્દ હું


      ન ભૂતો ન ભવિષ્યતિ
      કાલની ફિકર ન કરીશ્યતી
      આજને સંભાળીને જોઈએ શુકુન
      જીવવાનું એક મારું ઝનુન
      માંગું તારું બાળરૂપ હાસ્ય
      જોઇને ખીલે મારી આંખોનું રૂપ


      વગર બંધને બંધાવું હું
      વગર માંગે પામું હું
      વગર જળની છાલક હું
      વગર બાળની પાલક હું
      વગર ઇશ્ક ની ચાહત હું

   
       નીતા શાહ
 



Saturday, August 30, 2014

ખુશામત ફૂલોની .....!!!

ખુશામત  ફૂલોની  .....!!!

મંદિરમાં ચઢાવો  કે મસ્જિદમાં 
જન્મ સમયે યા તો મૈયતમાં 
પરોવી દો સોયમાં કેશની વેણીમાં 
પહેરાવી દો હાર ગળા માં તેણીનાં 
કાંટાઓ વચ્ચે છે સ્થાન મારું 
પ્રેમપ્રતિક સમું ગુલાબ નામ મારું 
દેવ-દેવીના ચરણોમાં સ્થાન મારું
નફરતને પ્રેમમાં ફેરવવાનું કામ મારું 
દરેકના જીવનમાં અર્પિત થતો જાઉં 
હાર કે જીત માં સમર્પિત થતો જાઉં 
ખુદાને પણ ગમે છે ખુશામત ફૂલોની 
એટલે તો ખુદ ચાદર ઓઢે છે ફૂલોની   

નીતા શાહ 


Friday, August 22, 2014

સખીએ પૂછ્યું આ વળી કવિતા એટલે શું ?


 સખીએ પૂછ્યું આ વળી કવિતા એટલે શું ?


સખીએ પૂછ્યું આ વળી કવિતા એટલે શું ?
કવિતા એટલે કવિનો હોંકારો
સંવેદના અને વેદના ને મળતો હવાનો સથવારો
દિલમાં અદ્રશ્ય પડતા અવાજનો પડઘો
વેદના ના પહાડ પર પ્રેમરસ છાંટતો ઝરો
અંદરથી ભીનું રાખતો હુંફાળો ખોળો
શબ્દબળ થી મળતો સુંવાળો હાશકારો
તારા માટે જ લખું છું એવો કવિનો ખોંખારો
સમજો તો કવિતા નહિ તો વેવલાવેડા

નીતા શાહ

Monday, March 31, 2014

સનાતન એ છે ....!




કેવી રીતે લખું  ....ઘોર અંધારા ને તેજના ભારા 
સનાતન એ છે  ....દરેક માનવીના ભાગ્ય ન્યારા 

કેવી રીતે લખું  ....સૂર્ય પર જ્વાળા આભમાં તારા 
સનાતન એ છે  ....ડૂબતા સુરજ નામે રંગના ક્યારા 

કેવી  રીતે લખું  ....ભીની છે રેત અને  સાગર ખારા
સનાતન એ છે  ....રાખની નદીઓ તટે સપના ઓવારા 

કેવી રીતે લખું  ....ઘાસ પર ફૂલો ને ડાળ પર પંખી પ્યારા
સનાતન એ છે  ....મોસમનો પત્ર ક્યા સરનામે વ્હાલા

કેવી રીતે લખું  ....પૂનમે શા ઉમળકે સાગરે ભરતી 
સનાતન એ છે  ....જળ ઉપર યુવાન લહેરો વલવલતી 

નીતા શાહ [31/3/2014] 



Monday, February 24, 2014


વાતો કરે ચાંદને ધરતી પર ઉતારવાની 
ધોળે દિવસે તારા દેખાડશે  ...સત્તા મળ્યા પછી 

વાતો કરે મોંઘવારીને મૂળમાંથી ઉખાડવાની 
ક્યારેય ઘટી છે તો ઘટશે   ...સત્તા મળ્યા પછી 

વાતો કરે ગરીબાઈ ને મૂળમાંથી હટાવવાની 
 ગરીબોને જ હટાવી ન દે ...સત્તા મળ્યા પછી

વાતો કરે મફત પાણી વીજળી ભ્રષ્ટાચારની 
બાપની સરકાર છે જો આપી દેશે સત્તા મળ્યા પછી 

વાતો કરે સિમ્પલ લીવીંગ ને હાઈ થીંકીંગ ની 
લાગે છે ક્યાય કનેક્ટ થશે  ....સત્તા મળ્યા પછી 

નીતા શાહ 

સ્મરણોથી ભારેખમ હતો ઓરડો આખો ...!






સ્મરણોથી  ભારેખમ હતો ઓરડો આખો 
સુનું લાગે ઘર હવે આપના આવ્યા પછી 

જુઓ ફૂલો ની ખુશ્બુનો પડે પડછાયો 
મોરલો તો ચીતરાય ટહુકો ચીતર્યા પછી 

એકલો અટૂલો ઉભો છે એ ભરબપોરે 
જીવનભર અઢળક વૃક્ષો વાવ્યા પછી 

ભર્યાભાદર્યા હૈયે થઇ ગઈ સાવ ખાલી 
આદરી જ્યા ચેષ્ટા મુઠ્ઠીઓ ખોલ્યા પછી 

તરસી ધરાને મળ્યો નથી એક છાંટો 
જોને વરસાદ આખી રાત પડ્યા પછી 

રહી પથ્થરો વચ્ચે બી સુંવાળપ સાચવી 
દિલપથ્થર કાં થયું ફૂલોના સથવારા પછી

નીતા શાહ