મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 29, 2012

આજે '' વિશ્વ- નૃત્ય દિન''

આજે  '' વિશ્વ- નૃત્ય દિન''

ચિત્રકારનો આત્મા તેની આંગળીમાં,
ગાનાર નો આત્મા તેના કંઠમાં અને
નૃત્યકારનો આત્મા તેના આખા એ શરીર માં રહેતો હોય છે...

[ખલીલ જિબ્રાન]

સાંસ્કૃતિક વૈવિધ્યને અસરકારક રીતે અને હાવભાવ સાથે વર્ણવવા માટે નૃત્યથી સારું કોઈ માધ્યમ જણાતું નથી. આપણે ત્યાં નૃત્યના બે દેવતા ગણાય છે. ભગવાન શંકર જે ''નટરાજ'' કહેવાયા અને ભગવાન શ્રીકૃષ્ણ '' નટવર'' કહેવાયા. ભગવાન શંકરે પોતાના ગણ ને નૃત્ય શીખવ્યું જયારે ભગવાન શ્રીકૃષ્ણ એ ગોપીઓ સાથે નૃત્ય કર્યું. નૃત્ય માં ભક્તિભાવ ભળ્યો.

ભારતમાં નૃત્યકલા ની પુનઃ પ્રતિષ્ઠા નો યશ રવીન્દ્રનાથ ટાગોરે,ઉદય શંકરજી, વાલ્લાથોલ, મીનાક્ષી સુન્દરમ,પિલ્લાઇ,થીયોસીફીસ્ટ રુકમણી દેવી અરુન્દેલજી અને કેલુચરણ મહામાત્ર ને આપવો પડે.

ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યની તાલીમના વિધિવત વર્ગોની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી..??
ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યના વ્યવસ્થિત તાલીમના વિધિવત વર્ગો ની શરૂઆત શ્રી ધરમશીભાઈ મુળજીભાઈ શાહે સન ૧૯૪૫ માં ભાવનગર માં એક જ વિદ્યાર્થીની થી જ કરી હતી.....! 
અમદાવાદ માં 'દર્પણ' ની સ્થાપના ૧૯૪૯,
                     'નૃત્યભારતી' ની સ્થાપના  ૧૯૬૦
                     'કદંબ' ની સ્થાપના ૧૯૬૩....


નૃત્ય માટે તપ કરનાર આ સર્વ તપસ્વીઓને  થનગનાટ પૂર્વકના વંદન...!!!


નીતા.શાહ.









Wednesday, April 25, 2012

શ્રદ્ધાસ્પદ અને વિશ્વાસપાત્ર....! ૨૫/૪/૧૨...




મને શ્રધ્ધાસ્પદ 
અને વિશ્વાસપાત્ર 
બનવું અતિ 
પ્રિય છે....

મને બદલાની 
ભાવના અને 
મુલ્યાક્તિ બનવું 
અપ્રિય છે....

મને નિખાલસ  
અને અપેક્ષારહિત 
બનવું અતિ 
પ્રિય છે....

મને અતિનિકટતાના 
સ્થાને વિવેકની 
લક્ષ્મણરેખા અતિ 
પ્રિય છે.... 

નીતા.શાહ.

Tuesday, April 24, 2012

પ્રેમની પરિભાષા ન સમજાય ત્યારે.....૨૪/૪/૧૨...!

પ્રેમની પરિભાષા ન સમજાય ત્યારે
મળેલા ઝખ્મો રૂઝાય તો ય ઘણું...

આશ ના સહારે જીવી રહી જીંદગી
યાદોના સહારે મરાય તો ય ઘણું...

સુકાઈ ગયા છે અશ્રુ પણ આંખોમાં
સપનાનો સાગર ભરાય તો ય ઘણું...

બની ગયા મહેલ પણ ખંડેર હવે 
પગરવ ક્યાય સંભળાય તો ય ઘણું...

સમજાય છે લીધેલ અબોલા સખા
મુખે તારા બેવફા બોલાય તો ય ઘણું...

આસપાસમાં જ છતાં ય ક્યાય નહિ 
જગ ની ભીડ માં તું દેખાય તો ય ઘણું...


નીતા.શાહ.

વાસ્તવિકતા ના ધરતીકંપ થી...!

વાસ્તવિકતા ના ધરતીકંપ થી
તૂટેલી ઈમારત મારી
રેતી માં ઘર બનાવું કઈ રીતે?

પાંખ વિનાનું પંખી હું તો
યાદો ના પિંજર માં કેદ 
મુક્તગગનમાં વિહરું કઈ રીતે?

અસ્તિત્વના થયેલ વિભાજનમાં 
રસ્સી ખેંચની રમતમાં 
એકાંતને ખેચી લાવું કઈ રીતે..?

મારું તારું કે તારું મારું ...સખા
આપણું બનાવાની મમતમાં 
સહિયારું બનાવું કઈ રીતે....?

નીતા.શાહ. 

Monday, April 23, 2012

'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?'




'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?' અથવા
 તો કોઈકે આપણા થી શું કામ બદલાવુ જોઈએ...???''

આટલી ઝીણી વાત જીવન માં કાંતિ લઈએ તો,
સબંધ ના ગમા-અણગમા ...વરાળ બની જશે..!
રસ્તા ને આવન-જાવન ના નિયમો છે
સબંધો ને લાલન-પાલન ના નિયમો છે....!!!

નીતા.શાહ.

સ્નેહ શું માંગે છે? સાબિતી કે પછી પ્રતીતિ..?...અબ્રાહિમ લિંકન

અબ્રાહમ લિંકન ના પિતાની આ વાત છે.


એમના પિતાએ તેમનું ખેતર કોઈક અજાણ્યા માણસ ને વેચી દીધું હતું.
ખેતર વેચ્યા પછી પણ અબ્રાહમ લિંકન ના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા.
અબ્રાહમ લીન્કને તેમના પિતાને પૂછ્યું,'' તમે શું કામ ખેતરમાં કામ કરો છો?
જયારે ખેતરના માલિક બદલાઈ ગયા છે.''
અબ્રાહમ લિંકન ના પિતાએ વળતો જવાબ આપ્યો,
'' આ ફૂલ-છોડને થોડી ખબર છે કે એનો માલિક બદલાઈ ગયો છે...?''

સ્નેહ શું માંગે છે? સાબિતી  કે પછી પ્રતીતિ..?
નથી લાગતું સાબિતીઓ પણ સ્વાર્થમાં ખરડાયેલી હોય છે...?
સામે ની વ્યક્તિને ખબર પડ્યા વિના તેને ચાહવું....
શું કહેશો એને..? બેવકૂફી....કે  પછી ઈબાદત...?

નીતા.શાહ.

Saturday, April 21, 2012

દિલ માં તડપ ભરી ને હું તમને ચાહું છું....!




દિલ માં તડપ ભરી ને હું તમને ચાહું છું....

દીદારની આશ ધરી
પાંપણ ને ભીની કરી
દલડાં માં હેત ભરી
જો નામ તારું કોતરી 

યાદો ની વણઝાર સાથે હું તમને ચાહું છું...

બિરાજે મન-મંદિરે
મૌન ને સથવારે 
આતમ ના ઈશારે  
વ્હાલપ ની વેદીએ

હર એક ધબકાર સાથે હું તમને ચાહું છું...

નીતા.શાહ.


Tuesday, April 17, 2012

પરબીડિયું ખાલી પણ....!!!

પરબીડિયું ખાલી પણ 
છલોછલ હોય છે સુગંધથી
વ્યાસપીઠ છે અનુભવોની
મુક્ત મૌન હોય છે પ્રબંધથી


શ્વાસોચ્છવાસ ચાલે તારા પણ 
હાશકારો હોય છે સબંધથી
ક્યાંક વેરાયેલી મળું તને
સમેટવાની હોય છે પ્રેમાંધથી 

ઘુટું નામ પાટીમાં બાળસહજ
નીરખવો હોય છે સખાબંધથી
રેતીના ઘરની રમત માં 
રોકવાના હોય છે જળ બંધથી

શાશ્વત રહેવા જન્મેલો કાગળ
લખાણો હોય છે ગઝલોછંદથી
ક્યાંક પસ્તી ન બની જાય 
ગુથવાના હોય છે શબ્દો સુરંગથી 

આશ્ચર્ય ચિન્હ જેવો પ્રેમ તારો
સકારણ હોય છે હેતુબંધથી
નિયમો ક્યાં પ્રેમની ભાષામાં
બંધાયેલા હોય છે 'હું'ના બંધથી 

સરનામાં વિનાના બાંધેલ ઘરને
નેમપ્લેટ ક્યાં હોય છે સબંધથી 
અવર-જવર તો ચાલ્યા કરે
કમાડ ક્યાં હોય છે ઋણાનુંબંધથી 


નીતા.શાહ. 






Monday, April 16, 2012

Mother's Day...માતૃદિન



 

       મારા ભારત દેશમાં તો રોજ ઉજવાય 
               '' MOTHER'S DAY''

એનું જીવન એટલે નિબંધ નહિ
પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં 
વહેંચાયેલી આત્મકથા....
વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે 
અને આપણાં શ્વાસ એટલે
એના મૂળને ઉગેલા ફૂલ
એ બધા ની છે પણ 
એનું કોઈ નથી...

'માં' એટલે થાકનું વિરામ 
'માં' એટલે જીવતરનો આરામ 
મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ 
આફતો સામે લડવાનો શ્રીયંત્ર 
આપના દુઃખોનું ફિલ્ટર 
આપના સુખોનું પોસ્ટર 
આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો 
આપણી ભૂલોને છાવરતો જુસ્સો 

બાળકની પહેલી રેફરેન્સ બુક 
અન્લીમીટેડ લવ 
શિયાળાની હુંફ 
ઉનાળાની ઠંડક 
વરસતું વ્હાલ 

બે સંતાનો વચ્ચેના અબોલા ની 
મૌન વેદના તેની આંખોમાં વંચાય
રક્ષાબંધન ના દિવસે જયારે 
બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે
ભૂતકાળ ચડ્ડી ને ફ્રોક પહેરીને 
સજળ આંખે ઉડાઉડ કરે છે...
ત્યારે ખીલેલા ચહેરામાં તમને 
ઈશ ની અનુભૂતિ થશે...!
જાણે કહેતી હશે કે જોયું
મારું ક્રીએશન....!

સંતાનો જીવન ના મધ્યમાં હોય
પ્રભુને એક અગરબત્તી વધારે કરે
ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે
જયારે જયારે પાડોશી સાથે વાત કરે 
આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે 
સંતાનોની પ્રગતિના સમાચાર
એની વાત ની ''હેડલાઈન'' હોય...

એ ઘર ના મંદિર ની ધજા છે,
ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે 
કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે 
આપણે કોરી આંખે રડીએ ત્યારે
પાલવ તો તેનો જ ભીંજાય છે
એના વિષે મૌન રહી શકાતું નથી 
ને બોલવામાં ગોથું ખાઈએ છીએ 

આપણે એને ક્યાં રાખીએ છીએ?
એ જ આપણ ને  રાખે છે...
આંખ સામે ઘરડી થાય છે
કશું જ નથી આપી શકતા
જયારે ખબર પડે છે
જયારે સમજાય છે ...
ત્યારે...???
ખુબ મોડું થઇ ગયું હોય છે...!!!
નીતા.શાહ.









સંબોધનો બદલાય મૂડ મુજબ....!





સંબોધનો બદલાય મૂડ મુજબ
સંબોધનો બદલાય સ્થળ મુજબ
સંબોધનો બદલાય ટોપિક મુજબ
સંબોધનો બદલાય સમય મુજબ




ક્યારેક મિત્ર બદલાય પ્રેમી થાય
ક્યારેક પ્રેમિકા બદલાય બહેની થાય
ક્યારેક  સ્નેહી બદલાય માતા થાય
ક્યારેક 'હું' બદલાવું તો 'કોણ' થાવું?


કેવી ડુગડુગી વગાડે આ સંબોધન
સંબોધન બદલવાથી માણસ બદલાય?
ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે
તો શું બાપ ને ક્યારેક ગધેડો કહેવાય..?


કેવી છે આ આંટીઘૂંટી સંબોધન ની..!
જલસા છે પ્રાણી અને પક્ષીઓ ને
કોઈ જફા જ નહિ..કોણે શું કહ્યું?
નખરા બધા આ માનવ જાતને..


નીતા.શાહ.




લાગણીના વાટકી વ્યવહારમાં ...!





લાગણીના વાટકી વ્યવહારમાં 
અક્કડતા ઢીલી કરવી પડશે
સંવેદના ઝીલવી હશે તો
મન મોકળું કરવું પડશે

જોઈએ છાશ ને છુપાવી દોણી
સામે દોણી ધરવી પડશે
સાતત્ય સાચવવું હશે તો
કસમ ખાઈને કહેવું પડશે


ઈકરાર અને ઇન્કારની ખો માં 
દીવાનગી તો કરવી પડશે
શરમાળ પ્રકૃતિ હશે તો 
હામ ખોવાની રાખવી પડશે


તમાશો જોવા ઉભા કિનારે
ડૂબકી મારતા શીખવું પડશે
મોતી ગમતું જોઈતું હશે તો
મરજીવા પણ બનવું પડશે


જાતને પીછાણ સ્વ ને જાણ
કૂડકચરો ખાલી કરવો પડશે
ન લપેટ ખુમારીને અહં માં 
નહિ તો મોં ની ખાવી પડશે 

જો આ પ્રથા-રસમ-રીવાજો 
જ્યાં છે ત્યાં જ રાખવા પડશે
ખુમારી હોય તો બતાવી દે
નફરતને પ્રેમ માં વળવું પડશે 

નીતા.શાહ.






Friday, April 13, 2012

'' નિરાશાવાદી''

     '' નિરાશાવાદી''


નિરાશાવાદી તો તેને કહેવાય....
જે પોતાની જીંદગી આખી ડાર્ક-રૂમ માં વિતાવે
નેગેટીવ ને ડેવલપ કર્યા કરે...

નિરાશાવાદી તો તેને કહેવાય...
સૂર્ય આકારો તપતો હોય ત્યારે તે 
માવઠા ની આગાહી કરે...
બધું સમુસુતરું ચાલતું હોય તોય કહે
કઈ લાંબુ ચાલશે નહિ...
કોઈ માયા,મૈત્રી કે પ્રેમ બતાવે ત્યારેય તે
શંકા-કુશંકા માં અટવાયા કરે...

સુંદરતા દેખાતી નથી
 પીડા ને ઘર બનાવે
ટૂંકી દ્રષ્ટિ ધરાવે
બધું જ ખાલીખમ
કાળું મેશ 
નકરી ઉદાસી...હતાશા...અંધકાર...!!!

પણ મિત્રો
દરેક સિક્કાની બે બાજુ હોય છે..
જરા દ્રષ્ટિ ને ફેરવો...
પ્રકૃતિ,સૂર્ય,ચંદ્ર,નદી,ઝરણું,સાગર,ફૂલ,પતંગિયું....વગેરે 
કેટલું જીવંત લાગશે
કેટકેટલું શીખવશે આપણને 
ધબકતું વિશ્વ,અસીમ પ્રેમ...!!!
કેટલું અદભૂત...!!!

કોર્નર:- હતાશાવાદી કરતા આશાવાદી વધુ જીવે છે,હતાશાવાદી જીવતા નથી હોતા એને દાટો કે બાળો
એ પહેલા જ મારી ચુક્યા હોય છે...!

નીતા.શાહ.

મારી પ્રાર્થના ...હે સર્જનહાર ...!

હે સર્જનહાર,

મારા વિચારો ને એટલા ઉદાર કરો કે
બીજા માણસનું દ્રષ્ટિ-બિંદુ સમજી શકું,
મારી લાગણીઓને એટલી મુક્ત કરો કે
બીજા પ્રત્યે તેને વહાવી શકીએ
મારા મન ને એટલું સંવેદનશીલ કરો કે
બીજા ઓ ક્યાં ઘવાયા છે તે જોઈ શકું
મારા હૃદય ને એટલું ખુલ્લું કરો કે બીજા નો 
પ્રેમ ઝીલી શકું

મારા ચિત્તને એટલું ઉજ્જવળ કરો કે
પોતાના અને પારકાના ભેદથી ઉપર ઉઠી શકું...

હે મુરલીધર,

મારી દ્રષ્ટિને એવી જ્યોતિર્મય બનાવો કે
જગત માં રહેલા તમામ સૌન્દર્ય અને સત્ય ને 
નીરખી શકું....
મારી ચેતના ને એવી સુક્ષ્મ કરો જેથી તારા 
સંકેતોને પારખીને 
જીવન નું માર્ગદર્શન પામી શકું.....!!!

[ કબીર ખાડા બજાર મેં, લિયે લુકાઠી હાથ।
  જો ઘર ફૂંકે આપના,ચાલે હમારે સાથ ।।]
                              કબીર.

શ્રી કૃષ્ણ શરણં મમ...!!!


નીતા.શાહ

Wednesday, April 11, 2012

અનુભૂતિ અને અહેસાસ...! 11/4/2012..wednesday...


અનુભૂતિ અને અહેસાસ...
એક સિક્કાની બે બાજુ
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે
ક્યારેક સ્વર્ગનું સુખ તો ક્યારેક નર્ક ની ખાણ
સ્પંદનો ની આપ-લે નો વ્યવહાર
બે આત્માની પવિત્ર ધરોહર
શીરા ને ધમનીઓ માં ધબકતો અહેસાસ...
હૃદય ના દરેક ધડકતા ધબકારની અનુભૂતિ...
અદ્રશ્ય,અવ્યક્ત,અવરણનીય,અદભુત...
ફિલ ગુડ ...ફિલ ગુડ ....ફિલ ગુડ .....!


નીતા.શાહ.


Tuesday, April 10, 2012

મારું આગવું એકાંત અને હું.....!



મારું આગવું એકાંત અને હું,
પડઘા પગરવ ના સહારા હોય છે...

ઝખમ બધાને બતાવી શું કરું?
ઘાવ આપનારા પોતાના હોય છે...

વિયોગ માં નક્કી દહાડા હોય છે 
લાગણી ને ક્યાં સીમાડા હોય છે...

વિચારો ના વાદળો ઘેરે યાદમાં 
વ્હાલાને વેરી થતા,વાર લાગે છે..?

જુવો મૃત્યુ સનાતન સત્ય હોય છે 
ને આયખાને પણ કિનારા હોય છે...

નીતા.શાહ.

Monday, April 9, 2012

વિચારી વિચારી ને શું લખી શકાય કવિતા...?

             ''શબદ અને કવિતા''


વિચારી વિચારી ને  શું લખી શકાય કવિતા...???


હૃદયમાં ક્યાંક મૌન વસ્યું હોય અને 
એ મૌન નું મુખારીત સ્વરૂપ શબદ માં થાય...
શબ્દ નહિ પણ શબદ..
જોડાક્ષર નો ધક્કો પણ ન જોઈએ...!


કોઈ બેડી નહિ
કોઈ બંધન નહિ
કોઈ જંજીર નહિ
મોકળા મને આપમેળે રેલાતો વહેતો શબદ
જાણે ઝાંઝર પહેરી ને કોઈ કુંવારિકા નું  આગમન
છમ-છમ--છમ-છમ...!


એ શબદ નું અંકુરવું એટલે જાણે 
મહામૌન ના શિખર પર સુરજ આથમતો હોય,
આહ...


પંક્તિ ના પક્ષીની પ્રતીક્ષા કરવા 
જાણે હાથ માં ચણ લઈને બેઠા હોઈએ..
જેવું તે આવે,તેને ઝડપી ને મગજ માં સ્કેન કરી લઈએ
થોડું ગણ ગણીએ,
અને હૃદય ને કલમ નું તારામૈત્રક રચાય
અને સહજતા પૂર્વક કશુક અંદરથી રેલાતું જાય.




મહામૌન ના શિખરનો એ શબ્દ ને ખમવા માટે 
ખભો પણ આકાશ નો જોઈએ,હો..!
ત્યારે કદાચ પ્રસવ થતો હશે,
તે યાદગાર રચના નો !
જે વર્ષો પછી આજે પણ
ઓવન-ફ્રેશ લાગે છે આપણ ને !


શત-શત પ્રણામ છે, એ સર્વ રચયિતા ઓને !


નીતા.શાહ.














ગલ્લા મિત્રો ...હાસ્યલેખ



મારે પણ થોડા ક ગલ્લા મિત્રો પણ છે
પણ મારા દાંતના ડોકટરે મને એક દિવસ વોર્નિંગ આપી...
'' તમારે દાંત પાડવા માટે પાન ચાવવાનો ઉદ્યમ કરવાની જરૂર નથી,
  દાંત ને ય દાંતખર હોય છે...
  એટલે સમય આવે તે..
  પણ પાનખર ની જેમ 
  ખરી પડશે..''.
પાછુ થોડું વધુ ઉમેરી ને...
'' છતાં  કોઈ દાંત હાલે કે પજવે
  તો ગભરાતા નહિ, હું બેઠો જ છું ને..
  બદમાશ ને ખેંચી કાઢી ને બત્રીસી ની બહાર ફેંકી દઈશ...''

 [ બસ....ત્યારથી ગલ્લા-મિત્રો પણ ખરી પડ્યા..]

નીતા.શાહ.


Saturday, April 7, 2012

શું કહું આપને બેન-બનેવી...

શું કહું આપને બેન-બનેવી...?
ઉહું ...મજા ના આવી..
તમારા બંને નો આશીર્વાદ સાથે નો હાથ મારા નસીબ ને સીંચતો રહ્યો છે
તમારા બંને ની આંખોમાં હંમેશા વાત્સલ્ય નીતરતું જોયું છે મારા માટે,
મને સંઘર્ષ કરતા જોઇને આપ બંને કાયમ ગૌરવ લેતા રહ્યા છો...
મારી જીંદગી ની તકલીફ માં મારી પડખે ઢાલ સરીખા રહ્યા છો
આટલા વર્ષો પછી પણ ક્યારેય તમારા દુખ ને અમારી સામે ઓઝલ જ રાખ્યું છે
મને એ રાઝ જાણવું છે..કેવી રીતે તમે કરી શકો છો?
મારે પણ શીખવું છે...
કાંટાઓ ની વચ્ચે ગુલાબ ની જેમ હસવું
બીજા ના દુખો ને પોતાની ઝોળી માં કેવી રીતે ઝીલવા..?
દરેક સારા કર્મ માટે ક્રેડીટ પણ બીજા ના ખોળે ધરવી...
એક વૃક્ષ અથવા તો ચંદન ની ઉપમા પણ નાની લાગે..
હું તો તમારા બંને સાથે કાયમ
હક સાથે ના છણકા થી વાત કરું છું
ક્યારેક મીઠો ઝગડો ય કરી લવુ છું..
કારણ...???
આપ બંને ની આંખ માં મને દેખાય છે
પૂજ્ય.મોટાભાઈ અને મોટીબેન...!
લાડકી છું ને...લાડ તો કરું જ ને..?
શ્રીજી ને વિનવું...આ ચાર હાથ હંમેશા મારા શિર પર જોઈએ..!
નીતુડી...

Thursday, April 5, 2012

'' મૌન ની ભાષા '' .april,2012

      '' મૌન ની ભાષા ''
 એક રંગીલો માણસ,
હું તો ગયા જ કરીશ
ગાવાનું જ મારું સઘળું છે
તે જ આનંદ..તે જ જીવન
 એક મૂંજી માણસ,
અમે તો મૂંગા જ રહેવાના
મૌન માં જ જીવવાના
મૌન જ ભાષા
મૌન જ ભૂષણ..
જીવનના આ ત્રણ ક્રિયાપદો...
જરા આપના નટખટ કૃષ્ણ નું સ્મરણ કરીએ તો...?
તમને એકી સાથે ત્રણ ક્રિયાપદો નું સ્મરણ થવાનું
તે સિવાય પણ તમારા ભેજા માં રમતા દરેક ક્રિયાપદ
તે નટખટ ના મુખારવિંદ પર ઝળહળતા જોવા મળવાના...

ચાર્લી ચેપ્લીન અને મી.બિન ને યાદ કરો..
મૂંગા હશે બંને 
પણ તેના મૌન ને જોઇને તમે મલકી જવાના..
લાગશે તે બંને જાણે દુનિયા ની દરેક ભાષા એક સાથે બોલે છે..!

આપણા કેટલાક ચિંતકો
બોલે ત્યારે તો ઠીક મારા ભાઈ
પણ લખે ત્યારે પણ..
ભીતરનો દબાયેલો અહમ
લખાણ ને પણ બબડતું કરી મુકે
''શાંતિ-પાઠ'' ની વાત પણ ઘણી વાર અશાંત-ભરી ભાષામાં...!

છેલ્લે આપણાં એ ''રિમોટ કંટ્રોલર'' નટખટ ને પૂછીએ
અવારનવાર આ ત્રણે ક્રિયાપદો નો વિનિમય 
અન્યના મુખે કરાવે અને
વિપરીત બાજી ને પોતાની તરફ ખેંચી લે
નહિ તો પછી
સીધી લગતી બાજી ને વિપરીત કરી મુકે...
પાક્કો '' ચીટર''....!

નીતા.શાહ.




કાશ ! વેદના ને ડીલીટ બટન હોત...!




કાશ ! વેદના ને ડીલીટ બટન હોત
અને સંવેદના ને એડ બટન હોત તો..?

કાશ ! લાગણીઓ માટે કંટ્રોલ બટન હોત
ઉદારતા માટે શિફ્ટ બટન હોત તો...?

કાશ ! મિત્રતામાં પ્રેમ નું કન્વરટર ન હોત
પ્રેમમાં બધા પોઝીટીવ બટન એડ હોત તો..?

નીતા.શાહ.

Wednesday, April 4, 2012

मेरी रूह रूह में जहर दौड़ रहा है...!





मेरी रूह रूह में जहर दौड़ रहा है
स्लो पोइज़न से साँस चल रही है

लब्ज़ कितने लुभावने पढ़ते है
जजबात और लब्ज़ कहा बनती है 

पाक लब्ज़ो को आप क्या जानो?
इश्क,प्यार,दोस्ती खाक निभाओगे?

नीता.शाह.




Tuesday, April 3, 2012

મારી રત્ન કણિકાઓ ...!હરાજી બોલાવાય છે અહી લાગણીઓની















'' જો નદીએ કિનારાનું બંધન
સ્વીકાર્યું ન હોત તો...
જો સ્ત્રીએ મર્યાદાનું બંધન
સ્વીકાર્યું ન હોત તો...???''
નીતા.શાહ.




ઉદાસીના પાલવ માં
તરફડતું
હાસ્ય.....!!!

-નીતા.શાહ.

દિશાહીન પગલા
પહોચશે
મંઝીલે?

-નીતા.શાહ.

દસે દિશાનો ધ્વની
બ્રહ્મવાદ
આશાવાદ કે
નિરાશાવાદ ?

સબંધોમાં અલ્પ-વિરામ જરૂરી,
પૂર્ણવિરામ ક્યારેય નહિ...!!!

નીતા.શાહ.

ત્રિઅંકી નાટક જીવનનું
બાલ્યાવસ્થા
યુવાવસ્થા
વૃદ્ધાવસ્થા......
રીવર્સ માં
વૃદ્ધાવસ્થા માં
યુવાની અને
બાળપણ...!!!
ઠેર ઠેર નજરે ચઢે છે,
અઢાર વર્ષ નો વૃદ્ધ....
એંસી વર્ષ નો યુવાન...!!!

-નીતા.શાહ.

ચાહત છે મુજ આતમ નું ઊંડાણ
નથી એમાં ચઢાણ કે ઉતરાણ
એતો સ્નેહભીની લાગણી ની ખાણ
સજાવે સખા તારા જ હોઠે મુસ્કાન...!

નીતા.શાહ.

સફળ વ્યક્તિના હોઠ ઉપર હમેશા બે વસ્તુ હોય છે :
“મૌન અને સ્મિત”
“સ્મિત” સમસ્યા નો ઉકેલ લાવે છે
અને
“મૌન” સમસ્યા ને દુર રાખે છે.


નટખટ કાચંડાની જેમ રંગ શું બદલે છે ?
હૈયે હોય તે હોઠે આવતા કેમ અટકે છે?
બદમાશ કાચંડા નો કોઈ પણ રંગ ચાલશે
મુજ સફેદ રંગ તો કોઈ પણ માં ભળશે.....!!!

નીતા.શાહ.



અલગારી આલમનો આફતાબ
કલમ નો બેતાજ કસબી જોયો
શબ્દોના રંગમંચમાં ખેલાવનાર
'મહોતર'માં નો મગરૂબી જોયો
 nita.shah.


અધુરી વાત ને અધુરી લાગણી

જાણે વહેતી નદીના વહેણ આગળ

બાંધી તે પાળ....!!!


છીછરા સબંધો અનેક નામો
ઊંડાણ ક્યારે આવશે?

ભીતર નો જ્વાળામુખી
થર ઉપર થર
ડુસકા ક્યાંથી સંભળાય?

મસ્ત મિજાજી મૌસમ
સરિતા લાલઘુમ
વાયરા એ સહેજ પાલવ સ્પર્શ્યો
ને સરિતા છુઈમુઈ ...!!!

હાઇકુ કવિતા ને ગઝલ
કહેવાય છંદોની કમાલ
પણ મને લાગે છે....
''હૈયા'' ની હોળી અને દિવાળી ની ધમાલ...!!!

-NITA.SHAH.

પ્રેમથી કરવી નફરત કે નફરત થી કરવો પ્રેમ
મખમલી આવરણ માં છુપાવેલ વીંછી...!!!

રંગો ની દુનિયા કેટલી નિરાળી લાલ,પીળો ને વાદળી
એક સફેદ રંગ નિરાળો,હેલ્લો કહો તો જાય હળીમળી

-nita.shah.

સફળ વ્યક્તિના હોઠ ઉપર હમેશા બે વસ્તુ હોય છે :
“મૌન અને સ્મિત”
“સ્મિત” સમસ્યા નો ઉકેલ લાવે છે
અને
“મૌન” સમસ્યા ને દુર રાખે છે......!!!

મારી રત્ન-કનિકા...૨૦૧૧

 ઘેરાયેલી વાદળી વરસે છે આજે
 ખબર નહિ જળ-બુંદ આવે છે ક્યાંથી?
 લાગે છે બળબળતી બપોર પછી
 ભરપુર ચોમાસું બેઠું છે......!!!

-નીતા.શાહ.

 શું વાદળી ના સ્પંદનો સ્પર્શે છે ધરતીને.....?
 સમીર ની એક લહેર અડે છે ...ને
 ભીંજવે છે ધરતી ને.....!!!

-નીતા.શાહ.

 સમીર નું એક વલય બીજા વલય ને
 સ્પંદનો મોકલે છે
 સ્પંદનો ના ખેંચાણ આગળ કદાચ
 ચુંબકત્વ પણ પાણી ભરે છે .....!!!

-નીતા.શાહ.

 ''સ્ટેચ્યુ''

કહ્યું મેં ઘડિયાળ ને
ક્યાંક મારો સમય રેતીની જેમ સરી ન જાય
દુનિયા ની દરેક ઘડિયાળને કહી દો...
રોકી દો તેના બે હાથો ને.....
મારે મારી ઢીંગલી સાથેની દરેક પળ ને
મન મુકીને માનવી છે....
પછી હું
''over ''
શા માટે કહું ???
[ દીકરી ના લગ્ન ના આગળ ના દિવસે..]

-નીતા.શાહ.

 લાગણીઓ ના તાણાવાણા
 થતી ખેચમખેંચ
 ગુંચ એવી પડી કે
 જીંદગી પણ પડી ટૂંકી....!!!

--નીતા.શાહ.

સતત ચાલતું ટેલીવિઝન
વિચારશક્તિ થંભી જાય
સમય પણ થંભી જાય
સબંધો પણ થંભી જાય
રોજનીશી પણ થંભી જાય
કારણ?
ભૂલી જાય છે...
તેનું ''ઓફ બટન''....!!!

-નીતા.શાહ.

 પ્રેમથી કરાવી નફરત કે નફરતથી કરવો પ્રેમ...
મખમલી આવરણ માં છુપાવેલ એક ખેલ...!!!
નીતા.શાહ.

રંગોની દુનિયા કેટલી નિરાળી
લાલ પીળો અને વાદળી
એક સફેદ રંગ નિરાળો
કહો હલ્લો તો જાય હળીમળી.....!!!
નીતા.શાહ.

 ચાહત છે મારા આતમ નું ઊંડાણ
નથી એમાં ચઢાણ કે ઉતરાણ
એતો સ્નેહભીની લાગણીની ખાણ
સજાવે સખા તારા જ હોઠે મુસ્કાન....!!!
-નીતા.શાહ.

ઉષા ને સંધ્યા
સંધ્યા ને ઉષા
કેટકેટલું મૌન?
ગાગરનું માંહ્યલું
ક્યાં જઈને ઠાલવું?...!!!
-નીતા.શાહ.

ઉંચાઈ અને ઊંડાણ
આત્માનું ઊંડાણ
અહમની ઉંચાઈ
કઈ ફૂટપટ્ટી થી
માપશો?

-નીતા.શાહ.

સૌન્દર્ય બાહ્ય કે આંતરિક ?
રૂપાળો દેહ કે દિલ...?
-નીતા.શાહ.

 જીવન દોરી
ક્યારે સંકોચાય
કોને ખબર?
--નીતા.શાહ.

 શક્યતાની અંદર
અપેક્ષા...
પરંતુ જ્યાં
અશક્યતાએ તંબુ તાણ્યા
ત્યાં ફક્ત
''નિરપેક્ષતા''

-નીતા.શાહ.

 મહેકાવશે
આ બેનામ સબંધો
ચારે તરફ ....!!!
--નીતા.શાહ.

 ગુંથું કે ઉકેલી નાખું ?
લાગણીઓની સાંકળી ને?

-નીતા.શાહ.

કોણ નટખટ કોણ રાધા...
રહે નિકટ પણ આઘા-આઘા....!!!

નીતા.શાહ.

 તકદીર ને મંજુર નથી એવી વાત માંગી છે
જે મળવાના નથી તેની મુલાકાત માંગી છે
પ્રેમ માં ભલે ને કહો અમને લાગણીભીના...
તો પણ સુરજ પાસે અમે રાત માંગી છે....!!!

-નીતા.શાહ.

 મને પગથીયા બહુ ગમે છે...
કારણ કે એ પોતે સ્થિર રહીને બીજા ને
ક્યાંક પહોચાડે છે....!!!

-નીતા.શાહ.

 પળે પળે બળીને જ જીવી છું
મર્યા બાદ બળીને શું કરશો ?
મને લઇ જશો ના સ્મશાન માં
દઈ દેજો દેહ આ દાનમાં...!!!


 એ નફરત કરે કે ધિક્કારે
ફરક નથી પડતો મારા ધબકારે
પ્રભુ પ્રાર્થનામાં પથારી પાલવ
ભિક્ષામાં માંગીશ તારી જ મુસ્કાન...!!!

--નીતા.શાહ.


કેટલું વાચાળ  એ મૌન હતું,
ફૂલ કાગળ ના ય મહેકાવી ગયું ...!!!

-નીતા.શાહ.

મેં તો ઝાલી તી હવા ની આંગળી,
ગુરુત્વાકર્ષણ થી પટકાવાનું તો હતું જ....!

-નીતા.શાહ.

હું ક્યાં માંગું છું તારી પાસે ફક્ત આનંદ બારે માસ...
હોઠ ને ફાગણ ને સાથે આંખો ને શ્રાવણ  આપ...!!!

-નીતા.શાહ.

કોને કહું શ્રદ્ધા મારી ઈશ્વર માં છે,
પણ ઈશ્વર પોતે તો પત્થરમાં છે....!!!

-નીતા.શાહ.

દ્રષ્ટિ ની લીલા અપરમપાર ,નહિ કે સૌન્દર્યની 
દ્રષ્ટિ માં નીરસતા વસે તો સુંદર પણ નીરસ ભાસે....!!!

-નીતા.શાહ.





અરે, ઝેર પીવામાં શેની મર્દાનગી..
જરા ક્રોધ  તો પી ને બતાવ..?   

-નીતા.શાહ.

પગલુંછણીએ  '' વેલકમ' લખ્યું તું ને,
બારણાં ઉપર ખંભાતી તાળું લટકે....!!!

-નીતા.શાહ.

આગળ ચાલ્યા જાવ, ભૂલથી પાછુ વળીને જોશો માં,
આ ''FB '' તો ભુલભુલામણી..જાદુનગરી ..ભૂલશો માં....!!!
-નીતા.શાહ.

જો તમારી મિનીટ સાઈઠ સેકન્ડથી સભર હોય,
.....તો આ પૃથ્વી તમારી છે.....
      તેની તમામ સંપતિના તમે માલિક છો..
      તમે સાચા અર્થમાં ''મનુજ'' છો....!!!

-રડ્યાર્દ કિપ્લિંગ.  




फुलोसे ही प्रेरणा ली है मैंने
काँटों के बिच मुस्कुराती हु मै....!!!
--नीता.शाह.

सुन,भूल जायेंगे हम इश्क के पथ पर
किसी ने क्या लिया और क्या दिया मैंने....!!!

-नीता.शाह.

देखो आमने-सामने जहर पैदा मत करो
हमारे बिच कोई'' शंकर'' नहीं है...!!!

-नीता.शाह.

कौन करता है कसौटी यहाँ पत्थरो की 
है सिर्फ 'हिरा' कसौटी के लिए.....!!!

--नीता.शाह.


જો ને સાતતાળી દઈ ને ભાગે તું,
આંખે પાટા બાંધી ને પકડું હું....!

-નીતા.શાહ.

સ્મિત ને ઉદાસ આંખો પૂછશે ....
પછી અશ્રુ જ સ્મિત ને આવકારશે....!!!

--નીતા.શાહ.

લાગણીઓ ને ગુંથી લીધી છે વ્હાલમાં
નફરત ને માત દીધી તેની જ ચાલમાં...!

-નીતા.શાહ.



સાચું કહું....ચારેકોર પત્થરોની વચ્ચે રહું છું હું...
પણ...       મારી સુંવાળપ સહેજે ય છોડી નથી..

સાચું કહે... ચારેકોર ફૂલોની વચ્ચે રહે છે તું...
તો...ય.....તારી કઠોરતા સહેજે ય છોડી નથી...!!!

નીતા.શાહ.


તાકાત હોય તો ઉકેલ અબોલા ના વળને
મીઠા કે તીખા શબ્દોથી છાલક મળે ચળને...!

નીતા.શાહ.

નક્કામી શબ્દ-કાંકરી ને ગમે ત્યાં ફંગોળ માં,
વમળોને ઉપજાવી ને બધાને રગદોળ માં...

નીતા.શાહ.

શબ્દોનો વૈભવ કે પ્રાસની ગરીબીમાં સળવળ માં
કરે છે ગર્ભાધાન હવાનું લોકો ના દિલ ને મસળ માં

નીતા.શાહ.

''વાહ-વાહ'' નો પુજારી ને શબ્દો નો મદારી
ડુગડુગી વગાડીને લોકોની નોધાવશે નાદારી...!!!

નીતા.શાહ.


સત્ય જે છે તે હૈયાભીતર છે
છે ભ્રામક બધું વાણી માં....!!!

નીતા.શાહ.
મારી રત્ન-કણિકાઓ...૨૦૧૨..

* નીરવ રાતે સુની આંખમાં વાવેતર થયું સપનાનું
  પછી મોરલે મઢેલી મેડીએ આગમન થયું સાજનનું....

* પછી તો  ટહુક્યા એ, મેં  મોરનું ચિતરણ  કર્યું
  ચહેક્યા દિલ.. એકબીજાને દિલનું વિતરણ કર્યું...

* હટાવો નહિ આ તમારી આંખનું દર્પણ
  તેમાં મારો ચહેરો મને ગમી ગયો...!!!


* બસ...કરો બહુ લાગણીઓ છલકાવો માં 
  કોરી મારી ગાગર ને માથે બહુ છેદ છે...
   
   ઇશ્ક તો ઈબાદત છે ને ઈબાદત માં ઇશ્ક
   ત્યાં મિલન અને જુદાઈ માં ક્યાં ભેદ છે....!!!
   
   નીતા.શાહ.

* તું શબ્દ થઈને વેરાય છે કોરા કાગળ પર
  શાહી નહિ પણ લોહીથી લખાય કાગળ પર... 

 નીતા.શાહ.

* શબ્દો નો શહેનશાહ છંદનો બાદશાહ
  વરણાગી તારી કલમ નાચે છમાછમ
--નીતા.શાહ.








હરાજી બોલાવાય છે અહી લાગણીઓની
વેચાય છે પવિત્રતા અહી પાવલીઓમાં  
નીતા.શાહ.

મહેફિલ જામે છે ચોતરે...વિષય લાગણી
સરે આમ ચીર હરણ થાય આ લાગણી...!!!
નીતા.શાહ

માંગણી ઓ થી મૂલવાય છે આ લાગણી
છાની છુપી ચૂવે ખુબસુરત આ લાગણી...
નીતા.શાહ.

દિલ ની પાસે હતી દ્રષ્ટિ લગામ
વારી ઘણી છતાય માળી ખેંચાઈ ગઈ


નીતા.શાહ.


થશે જો આ નયન નું ચીર શયન
તો ચોધાર રડશે પછી તારા નયન

નીતા.શાહ.


ઋણાનુબંધ ની ઢીલી પડી પક્કડ
લાગણીઓ ને રખાય નહિ અક્કડ

નીતા.શાહ.

ગોળ ગોળ ધાણી
ઇત્તે ઇત્તે પાણી
પત્તે પતે વાણી
લોકે લોક જાણી...

નીતા.શાહ.

કેવી રીતે હું મને જોઈ શકું પુરેપુરી આયના વગર
થોડું ઘણું આયના જેવું જીવી શકું...તોય ઘણું..!

નીતા.શાહ.

પીસતા ભૂત અને ભાવી ના પડ જે મને
વર્તમાન ને પકડી રાખી શકું...તોય ઘણું...

નીતા.શાહ.
* સફળતાના પ્રેમ માં પાડવા જેવું નથી,તે વિષ-કન્યા છે.
આખો માણસ અંદરથી ખવાઈ જાય છે.
અને બહાર થી ખોવાઈ જાય છે....!!!
-ચંદ્રકાંત બક્ષી.



જીવનના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી.
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો દ્વિતીય નથી.
એના અંગુઠાની છાપ, એના અક્ષરો ના મરોડ,
એના અવાજ ની ગહેરાઈ,એના ચહેરાની રેખાઓ,
એના અનુભવોનો ગ્રાફ, એના ભૂતકાળના ઉભાર-ઉતાર
એના રક્ત્સબંધો અને દીલ્સબંધો,
એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈ ને
એક એવા બિંદુ પર આવીને ઉભા રહી જાય છે
જયારે કહી શકે છે :
એકો અહં,દ્વિતીયો નાસ્તી...
ન ભૂતો ન ભવિષ્યતિ...
હું એક જ ચુ. મારા જેવો બીજો નથી.
ભૂતકાળમાં હતો નહિ, ભવિષ્યમાં થશે નહિ....!!!
-ચંદ્રકાંત.બક્ષી.

જીવન ની સૌથી મોટી ટ્રેજેડી કઈ?
પૈસાની પણ માયા છૂટી જાય,
જયારે પૈસા પણ આકર્ષક ના લાગે!
પૈસાથી પણ મન ને આનંદ ન થાય
એ વાત શરીરના કોઈ અંગને
વેદનાની ફીલિંગ ન થાય
એવી શોકિંગ હતી!
શરીરનું અંગ જીવતું હોય તો
દુખ થવું જોઈએ
દુખ થતું નથી,
મતલબ એ અંગ મરી રહ્યું છે
અથવા મરી ગયું છે.
દુખ જીવનની ઉંચાઈ માપવાનું
oltimitar છે.....!!!
-ચંદ્રકાંત.બક્ષી.
इम्तिहान क्यों लेते हो,दिल्लगी की है,

एक ही जगह पे वार, बेहाल जिंदगी की है,

आरजू नहीं थी,मुहोब्बत मैंने की है,आप भी करो...

गुजारिश है सिर्फ,कद्र मेरे दिलकी ,आप भी करो...

मै और मेरी तन्हाई,सिर्फ और सिर्फ मई से बात करते है

तुम्हे अपने में पाया है सिर्फ तुमसे ही बात करते है ,

सपने सजाती हूँ,सजती हूँ, सँवरती हूँ, गुनगुनाती हूँ मै,

खुद ही रुठती हूँ,खुद ही मनाती हूँ,रूह को कंपकंपाती हूँ मै,
Nita Shah