મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, January 10, 2012

એક ભલો ભોળો સુંદર છોકરો હતો... એક મુગ્ધા નાજુક કળીસી છોકરી હતી... ધોરણ અગિયાર ને બાર ની વાત હતી.. નિર્દોષ મૈત્રી માંથી આંખો ચાર થવાની


એક ભલો ભોળો સુંદર છોકરો હતો...
એક મુગ્ધા નાજુક કળીસી છોકરી હતી...
ધોરણ અગિયાર ને બાર ની વાત હતી..
નિર્દોષ મૈત્રી માંથી આંખો ચાર થવાની વાત હતી...
એ હતી....

એજ જી.એલ.એસ. નું મંદિર-સમાન કેમ્પસ હતું..
ભૂરા રંગની બાઈક ને લાલ રંગ નું સન્ની હતું....
લો ગાર્ડનથી પાંજરાપોળ સુધી ની કંપની હતી..
નિર્દોષ મૈત્રીમાં થી આંખો ચાર થવાની વાત હતી...
એ હતી...

પછી તો બંનેના રસ્તા ફંટાયા,મુંબઈ ને પછી અમેરિકા સુધી
ઈન્ટરનેટ એ સાથ આપ્યો,છેક ઈમેઈલ અને ચેટ સુધી
પેરેન્ટ્સ એ વિચાર્યું, પ્રેમીપંખીડા ને છુટા રાખવા ક્યાં સુધી?
નિર્દોષ મૈત્રી માંથી અંદરખાને સગપણ થયાની વાત છે..
એ હતી...

પછી તો બંને ડાહ્ય-ડમરા થઇ કેરીઅર ના રસ્તે ઝડપથી ફંટાયા
એક જ ધ્યેય,એક જ ઉદ્દેશ્ય..વિરહમાં રહી ને લક્ષ ને ન ભૂલ્યા
ફક્ત 'અર્જુન ની આંખ' નું નિશાન ને હિંમત ક્યારેય ન હાર્યા
નિર્દોષ મૈત્રીની માંથી સપ્તરંગી શમણાને સાકાર કરવાની આશ હતી..
એ હતી...

બંને પેરેન્ટ્સ હરખે હરખ-પદુડા ને આંગણે માંડવા રોપાયા..
બેઉ પંખીડા એ પેરેન્ટ્સ ને 'નસીબદાર' નું તિલક કરાવ્યું.
એક 'નીતા'એ દીકરીવિદાય આપી બીજી 'નીતા'એ ઘર પોખના કર્યાની રાત હતી...
નિર્દોષ મૈત્રી માંથી સપ્તવેદી ના સપ્તવચનથી એક ગાંઠે બંધાયાની રાત હતી..
એ હતી...૧૦ મી જાન્યુંઆરી ...૨૦૦૮ ...!!!

ત્રણ-ત્રણ વર્ષના વ્હાણા પછી વિદાય ની એ રાત ખસતી નથી...
દીકરી નો માંડવો જો સુરજને ઘેર હોત તો,જાણત અંધારું શું ચીજ છે..
મારા ઘરનું અજવાળું તો આજ 'ત્રિવેદી' કુટુંબની કીકીમાં સમાયું છે..
આજે મારા 'શ્રીજી' ને વિનવું કે જોજે તે કીકી..ના અજવાળા ક્યારેય વધ-ધટ થાય નહિ....!!!
-નીતા.શાહ.
[ભૂમિ ના લગ્ન ની ચતુર્થ વર્ષ-ગાંઠ નિમિત્તે લખેલ કવિતા..૧૦/૧/૧૨...]