મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, April 20, 2018

પત્રલેખન [સખીને પત્ર]




વ્હાલી સખી,

                   શું કહું સખી તને ? આજે તો હૃદય ભરાઈ આવ્યું છે તો કલમનાં સથવારે તારી સમક્ષ ઠાલવું છું. કાશ, હું દોડી ને તારી પાસે આવી શક્તિ હોત તો કેટલું સરળ થઇ જાત !
                    જિંદગીના અમુક વળાંકો એવા હોય છે કે જ્યાંથી છુટા પડ્યા પછી પણ  પાછું વળી શકાતું નથી. જીંદગી વનવે થઇ જાય છે. તું જાણે છે કે ત્યાં યુ  ટર્ન છે જ નહિ ! હાથમાંથી હાથ છૂટે ત્યારે કૈક અંદરથી તૂટે છે,શ્વાસ થોડો તરડાય છે,સ્વર જરા રૂંધાય છે, અસ્તિત્વ પણ અટવાય છે અને સંવેદનાઓ પણ સંકોચાઈ જાય છે. માત્ર હયાતી હોય છે, બાકી બધું જ મારી ગયું હોય એવું લાગે છે.જીંદગી અસ્તવ્યસ્ત બની જાય છે.