જોને મેં તો એક નાનકડું બીજ વાવ્યું તું વિશ્વાસ સાથે સ્નેહનું
ક્યારેક તો તું વરસીશ એવી આશા સાથે
અને આજે નવપલ્લવિત થઈને એ અંકુર હિલ્લોળા લઇ રહ્યું છે
વ્હાલથી મને પણ ભીંજવી રહ્યું છે
મારે ક્યાં એના ફળ ચાખવતા
વ્હાલથી સીંચવું છે
અને ક્યારેય મુરઝાઈ નહિ એવા જતન કરવા છે
નીતા શાહ