મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, June 5, 2015

થોડા મીઠા સ્મરણો ને થોડા... સાથે જોયેલા સ્વપ્નોની સેર બાકી છે


  થોડા મીઠા સ્મરણો ને થોડા

  સાથે જોયેલા સ્વપ્નોની સેર બાકી છે

     




      થોડા મીઠા સ્મરણોને થોડા
      સાથે જોયેલા સ્વપ્નોની સેર બાકી છે
      મારી એકલતા ને ઉદાસીનો હિસાબ હજી બાકી છે
   
      થોડી તસવીરો થોડી ચિઠ્ઠીઓ
      થોડા અઘુરાં રહેલ અરમાન બાકી છે
      મારી ચાહતને દરેક ઝખ્મોનો હિસાબ હજી બાકી છે
   
      થોડી પ્યારની મહેક થોડી
      ઉઠતી લાગણીઓની લહેર બાકી છે
      લગાવી હતી પ્રેમની બાજી એનો હિસાબ બાકી છે
   
     થોડી તમને જોવાની ચાહતને
     થોડી વેદના વિરહની બાકી છે
     મારી બેબસી તડપ ને આંસુઓનો હિસાબ બાકી છે

     નીતા શાહ
     
     

  

     

ગઝલ- રાત કાળી હોય તેથી શું થયું ?



     રાત કાળી હોય તેથી શું થયું ?   

       ગઝલ
       ગાલગાગા ગાલગાગા ગાલગા

      રાત કાળી હોય તેથી શું થયું ?
      રાતની પાછળ સવારો હોય છે

      અવદશાઓ કાયમ રહેતી નથી
      પાનખર પાછળ બહારો હોય છે

      બદનસીબી કાયમી રહેતી નથી
      ભાગ્યની પાછળ સિતારો હોય છે

      જીવન-નૈયા હાંક્યા કરું સતત
      ક્યાંક દરિયાને ય આરો હોય છે

      નફરતોની આંધીયોની ઓટમાં
      પ્રેમનો મોઘમ ઈશારો હોય છે

      જીંદગી સહેજે ય ગભરાતી નહિ
      હિંમતે ભેરુઓ  હજારો હોય છે

      નીતા શાહ