કેવી રીતે લખું ....ઘોર અંધારા ને તેજના ભારા
સનાતન એ છે ....દરેક માનવીના ભાગ્ય ન્યારા
કેવી રીતે લખું ....સૂર્ય પર જ્વાળા આભમાં તારા
સનાતન એ છે ....ડૂબતા સુરજ નામે રંગના ક્યારા
કેવી રીતે લખું ....ભીની છે રેત અને સાગર ખારા
સનાતન એ છે ....રાખની નદીઓ તટે સપના ઓવારા
કેવી રીતે લખું ....ઘાસ પર ફૂલો ને ડાળ પર પંખી પ્યારા
સનાતન એ છે ....મોસમનો પત્ર ક્યા સરનામે વ્હાલા
કેવી રીતે લખું ....પૂનમે શા ઉમળકે સાગરે ભરતી
સનાતન એ છે ....જળ ઉપર યુવાન લહેરો વલવલતી
નીતા શાહ [31/3/2014]