મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, November 25, 2017

દ્રશ્ય ઝીલવાં... આછંદાસ


' દ્રશ્ય ઝીલવા'


શિશુને સ્તનપાન કરાવતાં કરાવતાં
ચૂલે રોટલો શેકતી ‘મા’
ગોધૂલીએ બળદિયાને ડચકારતાં ડચકારતાં
મરક મરક થતું ખુમારીભર્યું ખંજન
આંખોમાં વિસ્મયના તારલીયાં ચમકાવતું
શેઢાળું ને નિર્દોષ કિલકારીઓનું ગુંજન
પતંગિયાં જેવું ને પતંગિયાની પાછળ પાછળ
દોડતું એ બચપન
અગણિત અનુભવોની
કરચલીયોનું તેજ
ઝાંખા થયેલ નેત્રદીપ પણ
હાથનું નેજવું કરી દૂરદૂર
દ્રશ્યો ઝીલવા મથતું ઘડપણ

ઝીલવાં હતા સાચુકલાં
જીવંત દ્રશ્યો
પણ
મારા કેમેરાએ બર્હિમુખ લેન્સના
બદલે બહુરૂપીનો લેન્સ
પહેરી લીધો છે!
ક્યાંથી ઝીલાય
સાચુકલાં દ્રશ્યો?

નીતા શાહ