વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ
એક ગર્ભસ્થ શિશુ આ ધરતી પર જન્મ લેવા તૈયાર થઇ ગયું હતું. તેના કોમળ મુખ પર ચિંતા અને પરેશાનીના ભાવ હતા. સ્વર્ગમાં પૃથ્વી વિષે ઘણું બધું સાંભળ્યું હતું. નવાઈની વાત એ હતી કે બાળકને વિદાય આપવા ખુદ પ્રભુ એની સાથે હતા. બાળકના નાનકડા દિલમાં ઘણા બધા સવાલો હતા.
અને ચિંતાતુર સ્વરે બાળકે
પ્રભુને પૂછ્યું,''પ્રભુ થોડી ક જ વારમાં તમે મને પૃથ્વી પર મોકલવાના છો એ મને ખબર
છે પણ આવડી મોટી ધરતી પર આટલું નાનકડું અને નિસહાય દશામાં હું કેવી રીતે જીવી શકીશ
?
ઈશ્વર જવાબ આપતા બોલ્યા,''
વત્સ,તું જરા ય ફિકર કર માં ,તારા માટે પૃથ્વી પર એક દેવદૂત ને તૈયાર રાખ્યો છે
અને અત્યારે પણ એ આતુરતાપૂર્વક તારી રાહ જોઈ રહ્યો હશે અને પૃથ્વી પર એ જ તારું જતન
કરશે ''
પણ પ્રભુ અહી સ્વર્ગમાં તો કેટકેટલી
મજા છે, હું ખુબ ખુશ છું અહી, ગીતો ગાવું છું ખાવું છું રમું છું ખુબ સુખી છું તો
પછી મને શું કામ ધરતી પર મોકલો છો ?'' બાળકે પૂછ્યું
વત્સ, ચિંતા ના કર ત્યાં
તારો દેવદૂત તારા માટે ગીતો ગાશે અને તને સુખી કરવાના બધા જ પ્રયત્ન કરશે અને એનો
અદભૂત પ્રેમ જોઇને તું ખુબ ખુશ થઇ જઈશ. પ્રભુએ જવાબ આપ્યો.
''પણ પ્રભુ મને તો એ લોકો
ની ભાષા પણ કદાચ નહિ આવડતી હોય તો ? એ લોકોની વાત ને હું કેવી રીતે સમજી શકીશ ?''
શિશુના અવાજ માં ચિંતા સાથે કુતુહલ પણ ભળેલું હતું.
''અરે વત્સ, નાહકની ચિંતા
કરે છે, તે કલ્પના પણ નહિ કરી હોય એવા મીઠા અને પ્રેમાળ શબ્દો એ દેવદૂત બોલશે અને
ખુબ જ ધીરજ થી એ તને પણ બોલતા શીખવાડશે અને એવી રીતે તું એ લોકો ની ભાષા બોલી અને
સમજી પણ શકીશ '' પ્રભુ એ હસતા હસતા જવાબ આપ્યો.
''પણ પ્રભુ ધારો કે મારે તમારી
સાથે વાત કરવી હશે તો ?'' બાળકે પૂછ્યું
''તારો દેવદૂત જ તને મારી
સાથે વાત કરતા શીખવશે બે હાથ જોડીને, વત્સ એને એ લોકો પ્રાર્થના કહે છે '' પ્રભુ
બોલ્યા,
''પણ પ્રભુ મેં તો
સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ રહે છે, તો એમનાથી મારું રક્ષણ કોણ કરશે
?'' ચિંતાતુર બાળકે પૂછી લીધું.
''તારો દેવદૂત પોતાના જીવ
ના જોખમે પણ તારું રક્ષણ કરશે '' પ્રભુ એ કહ્યું.
પ્રભુના શબ્દો સંભાળતા જ
સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ. અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો સંભળાવા માંડ્યા હતા.
બાળક ને સમજાઈ ગયું તું કે હવે એને પૃથ્વી પર જવાનો સમય આવી ગયો છે. એ ભગવાન ની
નજીક ગયો, મનભરીને તેમની સામે જોઈ લીધું અને આંખમાં વિશ્વાસ આંજીને દંડવત પ્રણામ કર્યા
અને કહ્યું પ્રભુ, છેલ્લો સવાલ,
'' મને મારા દેવદૂત નું નામ
તો કહો ''
પ્રભુ એ એના મસ્તક પર હાથ
મુક્યો અને હસતા હસતા બોલ્યા,'' તારે એના નામ સાથે કઈ જ લેવાદેવા નહિ રહે ! છતાં વત્સ
તે પૂછ્યું જ છે એટલે કહું છું કે તારા એ દેવદૂત નું નામ છે ''માં'' ! તું એને
'માં' કહી ને બોલાવજે !''
અને હવે પૃથ્વી પરથી આવતા
અવાજો એકદમ સ્પષ્ટ સંભાળતા હતા અને એ ગર્ભસ્થ શિશુ એ સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ
સાથે ધરતી તરફ પ્રયાણ કર્યું !!
નીતા શાહ