મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, April 7, 2018

ગઝલ....અમારી તરસનો દરિયો તું બોલ


ગઝલ
લગાગા ૪

 
અમારી તરસનો દરીયો તું બોલ
નયનને હસાવવા ચહેરો તું બોલ


અધૂરાં એ શબ્દો ઉદાસીન લાગે
હ્રદયનો ખજાનો ઉમળકો તું ખોલ


હસી ઊઠશે આ અમાસી નિશાઓ
તમસને ઉલેચવાં આ તડકો તું તોલ


અવાજનાં નગરે કરો કાન જો બંધ
હ્રદયને ગમે એ નીરવતા તું ઘોલ


હવે હું તો ગાવું ગીતોની ગરિમા
ગઝલનાં આ છંદોમાં પીટિશ તું ઢોલ?


નીતા શાહ

ગઝલ...મારું મારું કર માં અહિયાં તારું શું છે ?



ગઝલ
ગાગાલગા ૩
ગઝલ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા 

મારું મારું કર મા અહિયાં તારું શું છે?
મારું મારું આગવું  સહિયારું શું છે?

નફરતોનાં મોરચા તોડી શકો છો?
રાજકારણ, રાજનેતા…સારું શું છે?

કેટલાં ખૂંપે છે ખંજર પીઠમાં અહીં
કેટલાં સળગે છે ઘર, મજિયારું શું છે?

મોહ, માયા, ક્રોધ છૂટે કેવી રીતે?
માનવી છું, હું નથી ઇશ.. ન્યારું શું છે?

ભૂત ખોયો ભાવિની આ આશના ક્યાં?
ખાલી હાથે એ ગયો એકધારું શું છે?

નીતા શાહ

ગઝલ ...વાતોની આડશમાં શું ખોયું છે ?




 
ગઝલ
ગાગાલગા ગાગાલગા ગાગાલગા

વાતોની આડશમાં કહો શું ખોયું છે?
તારી કીકીમાં મારું સપનું ખોયું છે.

સગપણવિલામાં પોતિકાની દૂરતા
આ પોતિકાની ખોટમાં બહુ ખોયું છે

પાંપણભીનાં શમણે છે પ્રિયતમનું સ્મરણ
પ્હોં ફાટતાં રોળાય સઘળું ખોયું છે

આ ક્રૂરતાનો સામનો હસતાં કીધો
આંખો મહી આંસુ દયાનું ખોયું છે
               
જીવનથકી અઢળક તરુ જ્યાં વાવિયાં
તડકે ઊભો, સુખ છાંયડાંનું  ખોયું છે

નીતા શાહ