મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, July 15, 2018

આછંદસ [જલબિંદુ]





    જલબિંદુ


પ્રિય જલબિંદુ,
જીવવું એકાદ ક્ષણ
એમાં આટલું સૌદર્યદર્શન?

મારા હોવાથી તો
ઉછળી રહ્યો છે
કાલસમુદ્ર નિરવધિ
આકાર મળ્યો છે
ઋતુચક્રને અબ ઘડી

મેં જ પકડાવ્યું
એક પવાલું આનંદનુ
અખૂટ… પણ
શરત એટલી
ભૂતને ભુલવાનું
ભાવિને નવ સંઘરવાનું
આજ ને સૌંદર્ય બક્ષવાનું
ક્ષણેક્ષણનું પાન
ભલે ને હોય એ
ક્ષણભંગુર…

નીતા.શાહ

આછંદાસ [ષષ્ઠીપૂર્તિ નિમિતે મુકેશને]



          

ષષ્ઠીપૂર્તિ નિમિતે મુકેશને ...


આજે ષષ્ઠીપૂર્તિ તારી
જીવનમાં એ વીસ વર્ષની બાદબાકી કરીએ તો….
સહચર્યના એ ચાળીશ વર્ષોની તરવરે છે
અઢળક ખટમીઠી… અપરિપક્વ ઉંમર અને
થોડી ઘણી ગેરસમજો
પણ
પ્રેમ,વિશ્ચાસ અને લાગણીનાં
મજબુત આવરણ નીચે
અદ્રશ્ય થઈ ગઈ
આજે પરિપક્વતાના આગમને
સમજણને ઓઢી લીધી છે
જીવનબાગને મઘમઘતો રાખવા
સમજદારી કેટલી જરૂરી છે?
હવે એકબીજાની હૂંફે
વૃદ્ધાવસ્થાને શણગારવાનું છે…
સત્કર્મોની સુગંઘથી
બાંધછોડની ભાવનાથી
સ્વાસ્થ્યની સાચવણીથી
સ્વને શોધીને મનોમંથનથી
એકબીજાને ગમતું કરીને
એકબીજા માટે જીવીને….
આજે માતાજીનાં બીજા નોરતે
મા અમને શક્તિ આપો કે
જીવનને ઉજ્જવળ બનાવી શકીએ અને સાચી ષષ્ઠીને ઉજવી શકીએ.
ષષ્ઠીપૂર્તિની અઢળક શુભેચ્છાઓ!!!

નીતા શાહ