મેં તો સાવ જ અનોખી દુનિયા જોઈ છે... ... ...
ભૂલી જાવ સાહેબ કરીનાની ઝીરો,ઉ-લાલાની લચીલી ફિગર
આહ ભરે સૌ જયારે...કાતિલ નજરોથી સ્મિત ફેકતી મધુબાલા...
ભૂલી જાવ સાહેબ ઈન્ટરનેટ,ટ્વીટર,એફ-બી,યાહૂ કે પછી જી-મેલ
કેવી મજા પંચાતની...મસાલાથી ભરપુર વાતો ઓટલાપરિષદની ...
ભૂલી જાવ સાહેબ આ પિત્ઝા,બર્ગર સેન્ડવીચ કે પછી બરીતો બાઉલ
પાણી છૂટે મોંમાં..જયારે ચૂલે શેકાતો રોટલો ને વલોણાની છાશ...
ભૂલી જાવ સાહેબ આ કોલાવેરી,પોપ,જેઝ,હીપહોપ કે પછી ફ્યુઝન
લોક પલળે જયારે...નરસૈયો ગાય કેદારો ...ને મેઘ વરસી પડે...
ભૂલી જાવ સાહેબ આ કી-પેડ ની કરામત ને નચાવતી આ સ્માઈલી
દુનિયા અવાચક જયારે...વાંકાચૂંકા હસ્તાક્ષર છે તો ગાંધીના ને...!!!
ભૂલી જાવ સાહેબ આ કલર,સ્ટાર,ઝી,સોની,સબ,સ્પોર્ટ્સ કે ન્યુઝ ચેનલ
દુરદર્શન ની કમાલ ત્યારે...પોળ આખી એકજ ઘેરને ભક્તિ 'રામાયણ'ની...
--નીતા.શાહ.