મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, January 31, 2012

અપેક્ષાઓ વિનાનો લથબથતો પ્રેમ 'તને ચાહું છું' 'તું મને ગમે છે'...!




અપેક્ષાઓ  વિનાનો લથબથતો પ્રેમ
'તને ચાહું છું'
'તું મને ગમે છે'
એવું કહ્યા વિના તરબોળતો પ્રેમ
જ્યાં રૂબરૂ મિલન નથી
તો જુદાઇ પણ નથી
વિરહ માં વાસંતી વાયરો સ્પર્શાવતો પ્રેમ
મારું એ મારું નથી 
તારું એ તારું નથી
વાસના રહિત રોમેરોમ માં મધમધતો પ્રેમ
ખુબ જ દુર છે તે 
છતાં ભાસે આસપાસ
સતત ધબકારે...ભણકારે...ધબકતો પ્રેમ
કરાગ્રે વસતે લક્ષ્મી..કહેતા જ 
હથેળીમાં તારો જ ચહેરો..
બંધ આંખે કે ખુલ્લી આંખે ...નીખારતો પ્રેમ
એનું સ્મિત મારું જીવન
એનું રુદન મારું મૃત્યુ
વણવચને બંધાયેલ વજ્ર જેવો કઠોર-કોમળ પ્રેમ....!!!

-નીતા.શાહ.

Saturday, January 21, 2012

પાંપણો ની ઉઘાડ-બંધ માં જયારે તું અશ્રુજળ માં તરતો તરતો હૃદય દ્વારે પહોંચીને ...!




પાંપણો ની ઉઘાડ-બંધ માં
જયારે તું અશ્રુજળ માં
તરતો તરતો
હૃદય દ્વારે પહોંચીને
પ્રવેશદ્વાર ને નોક કર્યાવિના જ
પ્રવેશી ગયો...અને
અચાનક જ મેં
દ્વાર ને બંધ કરી ને તાળું મારી દીધું...
રખે ને તું પાછો વળી જાય તો...???
ભીતિ સાથે પ્રીતિ કે પ્રીતિ માં ભીતિ?
સમજણ કે અણસમજણ જે કહો તે
તેના સ્મિત ને હું પાપણે સજાવીશ
તેના ગમ ને હું પ્રાર્થનામાં સમાવીશ
તેના શબ્દ ને હું પ્રાસ માં નચાવીશ
સમ આપીને વ્હાલના કોળિયા ભરાવીશ
પછી તો જોજો ને હુકમ કરીશ....
''ખબરદાર''
જો સપનામાં પણ પાછા વળવાનો
વિચાર પણ કર્યો તો....!!!

-નીતા.શાહ.

Thursday, January 19, 2012

कितने कितने ज़ख्म दे रहा है....मुझे याद है वोही मरहम बनके आया था कभी मेरी सुनी जिंदगी में...!

कितने कितने ज़ख्म दे रहा है....मुझे याद है वोही मरहम बनके आया था कभी मेरी सुनी जिंदगी में...! जैसे पंछी खुदको शीशे में देखके चोंच से चोंच मिलाता है...और ख़ुशी से जूम उठता है....कितना बेबस लगता है ये पंछी.....! उसे कहा पता है ये तो सिर्फ एक आभास है,वास्तविकता नहीं....पता नहीं ये अहेसास क्या चीज़ है...कभी फूलो जैसा मखमली लगता है, तो कभी कंटक जैसी चुभन...! या अल्लाह कभी किसी को ऐसी चुभन मत देना...बिन बादल बारिश क्यों दिखता है...तृषा से मर जाना आसन है,पर जल दिखा के मृगजल साबित करना कहाँ का न्याय है...! continue...

Wednesday, January 18, 2012

''હોવું'' અને ''ન હોવું'' કોને સમજાય? જેની પાસે લાગણીઓ થી ...!



''હોવું'' અને ''ન હોવું''
કોને સમજાય?
જેની પાસે લાગણીઓ થી
તરબતર હૈયું હોય ને
એક કશિસ,એક આરઝુ
''એની'' એક ઝલક માટે
બાકી તો લીલીછમ ધરતી પર
પત્થરો ની પણ ક્યાં
કમી હોય છે...!!!
--નીતા.શાહ.




પિંજારા માં બેઠેલું પંખી
દોમ-દોમ સાહ્યબી
ભાવતા ચણ ને સોને મઢેલું પિંજર
છતાં તરફડાટ કેમ...?
'' આઝાદી''
મુક્તપણે પાંખો ફફડાવીને વિહરતું પંખી
ઉપર ગગન વિશાલ...
ને મંદ મંદ વહેતો સમીર નો સ્પર્શ...
જુવો તેના વૃંદ માં કેટલું મહાલે છે..કતારબંધ
તેનો કલશોર નું મધુર સા..રે ..ગ..મ..
પ્રકૃતિ ને જીવંત બનાવે છે...
જાદુ છે...
મુક્તપણે શ્વાસ લેવાનો..
''આઝાદીની આબોહવા માં''

--નીતા.શાહ.

Monday, January 16, 2012

સવારની તાજપ જો દીકરો દીકરી સાંજની કુમાશ દિવસ-રાત બંને છેડા બંને સરખો સમાસ....!!!


સવારની તાજપ જો દીકરો
દીકરી સાંજની કુમાશ
દિવસ-રાત બંને છેડા
બંને સરખો સમાસ....!!!

દીકરો માન છે તો દીકરી સ્વમાન છે
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે...!!!

દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે....!!!

ઈશ્વરે દીકરી ઘડી ને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે. દીકરીનો માં-બાપ પ્રત્યેનો પ્રેમ ....!



ઈશ્વરે દીકરી ઘડી ને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો
છે. દીકરીનો માં-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને
અંત સુધી એક સરખો જ વહે છે....!!!

દીકરી જગત ના કોઈપણ ખૂણે જશે તે માતા-પિતા ના
હૃદયથી ક્યારેય દુર જતી નથી....!!!

દીકરી સાથેની માં-બાપની વ્હાલની કડીઓ ક્યારેય
ઢીલી પડતી નથી...!!!

આપણાં તત્વચિંતકો એ કદાચ એટલે જ દીકરીને
'' બાપનું હૈયું'' કહી છે...
''કલેજા નો ટુકડો'' કહ્યો છે....!!!

નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેને પુણ્ય
કાર્ય હોય તેને જ મળે....!!!

દીકરી તો માં-બાપ નો શ્વાસ છે,જે લીધા વગર પણ
ચાલતું નથી અને સમય આવે છોડ્યા વગર પણ
નથી ચાલતું.....!!!

ક્યારે ય તમે તમારી જાત ને દુનિયાભર ના tamam દુઃખોથી
ઘેરાયેલી મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી
વિતાવાજો,તેની સાથે દિલ ખોલી ને વાત કરી લેજો...
ત્યાં તમારા મન ને હિમાલય થી પણ વધારે ઠંડક અને શાંતિ
અનુભવવા મળશે....!!!

આ દીકરીઓ મોટી કેમ થઇ જતી હશે...?


વ્હાલના વિશાલ દરિયામાંથી
સમજણની સરિતા કેમ થઇ જતી હશે..?
આ દીકરીઓ મોટી...
મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું
તો ક્યારેય તમને નહિ છોડું શીદને કહેતી હશે...?
આ દીકરીઓ મોટી...
હમણાં તો ચોકલેટ માટે એને લડતો
ને આજ દવા મને કેમ ખવડાવતી હશે...?
આ દીકરીઓ મોટી...
આમ તો જુવો તો મારી જ છે એ સુગંધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાવતી હશે..?
આ દીકરીઓ મોટી...
મારા મતે તો એ સાવ ગાંડી ને ઘેલી
તો ય વગર કહે સઘળું સમજી કેમ જતી હશે...?
આ દીકરીઓ મોટી....!!!
-હાર્દિક યાજ્ઞિક.

દીકરી વ્હાલનો દરિયો....!!!


  માં દીકરીના મન ના એવા પાક્કા તાણાવાણા
મૃગનયની આંખો માં જેવા શાંત સુતેલા શમણા

દીકરીના સૌ ભાવ નવેલા માં ને આવી પહોચે
દીકરી ને દિલ આંસુ ઝરતા માને જઇ ભીંજાવે

જીવન-નૈયા દીકરી કેરી જાય અહીં તહીં ભટકી


તો સાથે સાથે ''માં'' તણાય કાંઠે ઉભી ઉભી
જયારે દીકરી નું હૈયું ઝૂમે આનંદે હેલી નાચે
તો ''માં'' નું ય મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સો-ટચ 'માં' ની રહેશે જીવતર સાટે.....!!!

તું વ્હાલનો વેલો છે મારી લાડલી તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી તારી આંખોમાં કુતુહલતા એવી અનોખી

*****

તું વ્હાલનો વેલો છે મારી લાડલી

તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી
તારી આંખોમાં કુતુહલતા એવી અનોખી
કે એ આંખોનું અંજન મારે થવું મારી લાડલી
તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા
કે ફરી ફરી ને હું તો ચૂમી વાળું મારી લાડલી
તારા સ્મિતમાં રેલાય છે સંગીત એવું સુરીલું
કે એ મલકાટ માં હું તો ખોવાણી મારી લાડલી
સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ
વરસો થી જે ખેલી અમારું જીવન- અમારી ભૂમિ....!!!

ત્રીસમી ઓગસ્ટ અને ઓગણીસો બ્યાશી આવી મારી હસતી-રમતી પરી--પતંગિયા સી


*****

ત્રીસમી ઓગસ્ટ અને ઓગણીસો બ્યાશી
આવી મારી હસતી-રમતી પરી--પતંગિયા સી

નિર્મળ નયનો હસતા ગાલે લાગે ભલીભોળી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનિહારી

રંગ રંગ નો ભેદ જાણે,પીંછી ની એ પ્યાસી
કામ તણો થાક ન લાગે,દોડાદોડી ખાસ્સી

ભાઈ-બેનને પ્રેમથી રાખે સહેલીઓને સાથ
શાળા ની આતુરતા અને ગુરુજનો એ વખાણી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઈમાં પાવરધી
મહેમાનોની સરભર માં થતી તે અડધી-અડધી

પપ્પા-મમ્મી પ્રેમ થી કહેતા તું વૈષ્ણવજન ની વાણી
આનંદે તું ભણજે-ગણજે અમ જીવનની તું જ કમાણી....!!!

नन्ही-सी देवी ने अवतार घर लिया मेरे मन मस्तिष्क को मातृत्व से भर लिया खुशियों की आज मेरी न सीमा कोई बगिया को आज मेरे गुलज़ार कर दिया....!


દીકરી વ્હાલનો દરિયો....!!!

*** नन्ही-सी देवी ने अवतार घर लिया
मेरे मन मस्तिष्क को मातृत्व से भर लिया
खुशियों की आज मेरी न सीमा कोई
बगिया को आज मेरे गुलज़ार कर दिया....!

सबको हंसिकी सौगात देने आई
दिलको एक सुन्दर जज्बात देने आई
आना उसका सुखद है मेरे लिए
रत्नोके संग्रह में आफ़ताब देने आई.....!!!

Thursday, January 12, 2012

થોડી ઘણી તો આપો લાગણીઓ. વધુ ક્યાં છે મારી માંગણીઓ?...!




થોડી ઘણી તો આપો લાગણીઓ.
વધુ ક્યાં છે મારી માંગણીઓ?
આપશો તો વધશે આ લાગણીઓ
નહિ તો છાની રડશે આ લાગણીઓ

છંટકાવ કરો ઉપવન છે લાગણીઓ
મહેકી ઉઠશે બાગબાન છે લાગણીઓ
મન ની મન માં રહેશે આ લાગણીઓ
જોજો તફડાવી જશે કોઈક આ લાગણીઓ ...

નીતા.શાહ.

Tuesday, January 10, 2012

એક ભલો ભોળો સુંદર છોકરો હતો... એક મુગ્ધા નાજુક કળીસી છોકરી હતી... ધોરણ અગિયાર ને બાર ની વાત હતી.. નિર્દોષ મૈત્રી માંથી આંખો ચાર થવાની


એક ભલો ભોળો સુંદર છોકરો હતો...
એક મુગ્ધા નાજુક કળીસી છોકરી હતી...
ધોરણ અગિયાર ને બાર ની વાત હતી..
નિર્દોષ મૈત્રી માંથી આંખો ચાર થવાની વાત હતી...
એ હતી....

એજ જી.એલ.એસ. નું મંદિર-સમાન કેમ્પસ હતું..
ભૂરા રંગની બાઈક ને લાલ રંગ નું સન્ની હતું....
લો ગાર્ડનથી પાંજરાપોળ સુધી ની કંપની હતી..
નિર્દોષ મૈત્રીમાં થી આંખો ચાર થવાની વાત હતી...
એ હતી...

પછી તો બંનેના રસ્તા ફંટાયા,મુંબઈ ને પછી અમેરિકા સુધી
ઈન્ટરનેટ એ સાથ આપ્યો,છેક ઈમેઈલ અને ચેટ સુધી
પેરેન્ટ્સ એ વિચાર્યું, પ્રેમીપંખીડા ને છુટા રાખવા ક્યાં સુધી?
નિર્દોષ મૈત્રી માંથી અંદરખાને સગપણ થયાની વાત છે..
એ હતી...

પછી તો બંને ડાહ્ય-ડમરા થઇ કેરીઅર ના રસ્તે ઝડપથી ફંટાયા
એક જ ધ્યેય,એક જ ઉદ્દેશ્ય..વિરહમાં રહી ને લક્ષ ને ન ભૂલ્યા
ફક્ત 'અર્જુન ની આંખ' નું નિશાન ને હિંમત ક્યારેય ન હાર્યા
નિર્દોષ મૈત્રીની માંથી સપ્તરંગી શમણાને સાકાર કરવાની આશ હતી..
એ હતી...

બંને પેરેન્ટ્સ હરખે હરખ-પદુડા ને આંગણે માંડવા રોપાયા..
બેઉ પંખીડા એ પેરેન્ટ્સ ને 'નસીબદાર' નું તિલક કરાવ્યું.
એક 'નીતા'એ દીકરીવિદાય આપી બીજી 'નીતા'એ ઘર પોખના કર્યાની રાત હતી...
નિર્દોષ મૈત્રી માંથી સપ્તવેદી ના સપ્તવચનથી એક ગાંઠે બંધાયાની રાત હતી..
એ હતી...૧૦ મી જાન્યુંઆરી ...૨૦૦૮ ...!!!

ત્રણ-ત્રણ વર્ષના વ્હાણા પછી વિદાય ની એ રાત ખસતી નથી...
દીકરી નો માંડવો જો સુરજને ઘેર હોત તો,જાણત અંધારું શું ચીજ છે..
મારા ઘરનું અજવાળું તો આજ 'ત્રિવેદી' કુટુંબની કીકીમાં સમાયું છે..
આજે મારા 'શ્રીજી' ને વિનવું કે જોજે તે કીકી..ના અજવાળા ક્યારેય વધ-ધટ થાય નહિ....!!!
-નીતા.શાહ.
[ભૂમિ ના લગ્ન ની ચતુર્થ વર્ષ-ગાંઠ નિમિત્તે લખેલ કવિતા..૧૦/૧/૧૨...]

Saturday, January 7, 2012

કહ્યા વગર સમજી જાવ તો માનું, મથું છુ ઉકેલવા તારું દરેક પાનું,...!




કહ્યા વગર સમજી જાવ તો માનું,
મથું છુ ઉકેલવા તારું દરેક પાનું,
મલકાવું કે ડૂસકે ચડું છાનુંમાનું
ગાવું ગમે તારી ગઝલ નું ગાણું
કૈક તમે ય કહો તો માનું નજરાણું
રોજ પ્રભુપ્રાર્થનામાં લઉં નામ તારું
છે કોઈ લેવાદેવા,હૃદયમાં શે ઉતારું?

Thursday, January 5, 2012

ભીતર માં દટાયેલા જ્વાળામુખી નું મુખ ખોલ ચોતરફ દફનાવેલા રહસ્યોનું કવચ તું ખોલ ભીતર તું ચિંથરેહાલ છે સાજ-શણગાર છોડ





'''ઓ ધરા જેવી સ્ત્રી''

ભીતર માં દટાયેલા જ્વાળામુખી નું મુખ ખોલ
ચોતરફ દફનાવેલા રહસ્યોનું કવચ તું ખોલ
ભીતર તું ચિંથરેહાલ છે સાજ-શણગાર છોડ
મર્યાદા નો તાજ શિરે મનની મટુકી ને ફોડ
''અબલા'' નથી તું શક્તિ નો ધોધ તું
ધરતી તુજ થી છે શૂન્ય નું શૂન્યાવકાશ તું,

તારી જ કુખે થી પુરુષજાત અવતારી છે
પડકાર પૃથ્વી,આકાશ,બ્રહ્માંડ ને
તારા વિના સર્વે એકડા વિનાના મીંડા છે...
હું પૌરુષત્વને લલકારું છું.....
બહુ ઉંચી ઉડાન ન લગાવ....
તારા અવતરણ પર પ્રશ્નાર્થ છે....
નારી વીણ અવતારી ને તો બતાવ....!!!
-નીતા.શાહ.

Monday, January 2, 2012

જીંદગી મારી પાસે આવી... એણે મને કહ્યું તું ઊંચે આકાશે ઉડ... પણ એણે મારી પાંખો કાપી લીધી.




જીંદગી મારી પાસે આવી...
એણે મને કહ્યું તું ઊંચે આકાશે ઉડ...
પણ એણે મારી પાંખો કાપી લીધી.
જીંદગીએ કહ્યું'તું દોડ અને પહેલી આવ,
પણ એણે મારા પગ સાંકળે બાંધી દીધા.
જીંદગીને પાછું ટીખળ સૂજ્યું તો કહે એક સુંદર ચિત્ર બનાવ,
પણ એણે મારી આંગળીઓ થીજાવી દીધી...

હવે?...

જીંદગીનાં એ પડકારો મેં ઝીલી લીધા...
મેં જીંદગીની સામે સંઘર્ષ છેડ્યો એવો કે.....
જીંદગીએ પોતે મને પાંખો આપી દીધી.
મારા પગ છોડી દીધા...
મારી આંગળીઓ ફરકાવી દીધી....

એ શું હતું ?...

એ હતી મારી જીજીવિષા...?
એ હતો મારો જીંદગીમાં વિશ્વાસ ...???