મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Monday, January 11, 2016

પ્રભાત ના સોનેરી કિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા વસ્ત્રાપુર તળાવ ના  એ પાર્કે જાણે નવલા  દિવસની સવાર ઓઢી લીધી હતી,  તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોનું  પ્રતિબિંબ ઝીલતું હતું ને પોતાને પણ સોનેરી રંગ ની આભા સાથે ચમકાવતું  હતું.એક ખુશનુમા વાતાવરણ દરેકને ખુશહાલ બનાવી દે છે.વહેલી સવારે તો કુદરત નું સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. જોગીંગ ટ્રેક  પર ટ્રેક શૂટ માં સજ્જ લોકો ની ચહલપહલ હતી,કોઈ દોડતું, તો કોઈ ચાલતું , ઈયરફોન ના સથવારે મનગમતું  સંગીત જાણે તાલ મેળવતું હતું .મનસ્વી પણ મનગમતા  મ્યુઝીક સાથે દોડી રહી હતી ,એના પગની સાથે એના વિચારો પણ દોડતા હતા. ગઈ કાલ ના ઓફીસના અને કસ્ટમર ના પ્રસંગો પીછો નહોતા છોડતા , ઘણી વાર માણસનું મરકટ  મન અને મગજ સાથે નથી ચાલતું અને દિલ કૈક વિચારે તો દિમાગ તરત જ એની વિરુદ્ધમાં બેસી જાય અને કોઈ ચોક્કસ નિર્ણય પર ના આવી શકાય,આવી જ અવઢવ મનસ્વીના દિલોદિમાગ માં ચાલતી હતી.પાંચેક રાઉન્ડ માર્યા હશે અને એની નજર રિસ્ટ વોચ પર ગઈ ...ઓહ ૬.૪૫ થઇ ગઈ,ભાગવું પડશે મારે, સ્તુતિ ના સ્કૂલનો ટાઇમ થઇ જશે . એના પગ ગેટ તરફ ચાલવા લાગ્યા. ત્યાં યાદ આવ્યું અરે, શાક પણ લેવાનું છે અને લેક ની બહાર જ શાકવાળા ની લારી માંથી ફટાફટ શાક લીધું ને એક્ટીવા ને સેલ મારી ને ઘેર જવા નીકળી પણ વિચારો કેડો મુકતા નહોતા.

મનસ્વી પોતે એક ઇન્સ્યોરન્સ કંપની માં એક એજન્ટ એડવાઈઝર તરીકે કામ કરતી હતી. આમ તો ફ્રીલાન્સર વર્ક કહેવાય પણ મનસ્વી પોતે  શક્ય હોય એટલો વધારે સમય ત્યાં આપતી હતી કારણ ઘરખર્ચ ની સાથે સ્તુતિ ની જવાબદારી પણ હતી અને એટલે જ વધારે બચત કરીને પોતાનું અને સ્તુતિ નું ભવિષ્ય સિક્યોર કરવા માગતી હતી. ભૂતકાળથી  ભાગતી હતી તેના પતિ અંકુશ નું સેક્સ વર્કર રેખા સાથે  લફરૂ, મનસ્વીને માનસિક ત્રાસ, રાતો ની રાતો એ રેખાને ત્યાં જ પડી રહેવું અને પૂરી કમાણી એના પર ઉડાવવી અને જલસા કરવા. મનસ્વી એ ત્રાસીને ઘર છોડીને ભાઈ ને ત્યાં સ્તુતિને લઈને આવી ગઈ તી .ત્યાં જ કામ ચાલુ કર્યું અને સ્વમાની મનસ્વી એક બેડરૂમ  કિચનના ફ્લેટમાં માં ભાડે રહેતી હતી.

ઘરે પહોંચીને પોતે ફ્રેશ થાય છે ને પછી સ્તુતિ પાસે જઈને સ્તુતિને પ્રેમથી માથે હાથ ફેરવે છે મનસ્વી, ને એકીટશે જોઈ રહે છે એમાં એને અંકુશ નો ચહેરો દેખાતો હતો પણ શું કરે 'માં' હતી ને ?એક સ્ત્રીજીવન નો સૌથી પવિત્ર અને સુંદર તબક્કો એટલે ''માં'' નો. સ્ત્રી જીવન માં પોતાના બાળકો માટે સંઘર્ષ કરતા ક્યારેય થાકતી નથી પણ અંગત ના મોઢે કટુવચન સંભાળીને તે અંદરથી તૂટીને થાકી જાય  છે.મનસ્વી સ્તુતિ ના માથા પર વ્હાલસોયો હાથ ફેરવતા ક્યારેક ભૂતકાળ માં તો ક્યારેક આવનારા ભવિષ્ય કાળમાં અજાણતા જ પહોંચીને ધ્રુજી ઉઠે છે અને ધ્રુજતા હાથે જ લાડકીને વ્હાલથી ઉઠાડે છે ,''ચાલો દીકું ઉઠી જાવ  બેટા, સ્કુલે જવાનું લેટ થઇ જશે ...''
 સ્તુતિ ઊંઘમાં જ બબડે છે ,'' મમ્મા,પ્લીસ પાંચ મીનીટસ ''
''ઓકે બેટા, પાંચ મીનીટસ માં બહાર આવી જા, મમ્મા તારા માટે યમ્મી બ્રેકફાસ્ટ બનાવે છે ''
 એમ કહીને મનસ્વી કિચન માં જઈને આગળના દિવસે બનાવેલી ભાખરી માંથી પીઝા બનાવે છે નાનકડી સાત વર્ષની સ્તુતિ માટે .
સ્તુતિને તો ઊંઘમાં પણ પીઝા ની સ્મેલ આવે છે ને ફટાક કરતી કિચન માં આવીને મમ્માને વળગી પડે છે.ે કહે છે '',બહુ ભૂખ લાગી છે મમ્મા...''
હા,મને ખબર છે પીઝા ની ભૂખ લાગી છે ,હવે જલ્દી બેટા બ્રશ કરી લે ,મોડું થશે તારે '' મનસ્વી ગરમ દૂધ ઠારતા જ બોલી.
સ્તુતિ ને દૂધ નાસ્તો કરાવ્યો પોતે ચાય પીધી ,સ્તુતિને નવડાવીને ઇસ્ત્રીવાલો સ્કુલ ડ્રેસ પહેરાવીને તૈયાર કરી ને ઘડિયાળ માં જોયું ૭.૩૦ થઇ ગયા હતા.સ્કૂલબેગ ને વોટરબેગ લઈને સ્તુતિ બહાર આવી ગઈ ને મનસ્વી એ પર્સ લઈને સ્કુટી સ્ટાર્ટ કર્યું ને ૭.૫૦ સ્તુતિને સ્કુલના ગેટ પાસે ઉતારી અને વહાલભરી ચૂમી ભરીને કહ્યું ,''બેટા રીસેસમાં નાસ્તો કરી લેજે ,મમ્મા જલ્દી લેવા આવી જશે .''
પાછા ફરતા રોજની જેમ જ આગળના કામ વિચારવા માંડી , તેને ઓફીસ જઈને કસ્ટમર નું પ્રીમીયમ ભરવાનું હતું અને બીજા ૩ કોલ કરવાના હતા. ઘરે પહોચીને પહેલા જ પહેલા કોલ નો ટીમે ૧૦ વાગે  હતો.
તેમને મેસેજ મુક્યો રીમાઈન્ડરનો અને ઘરના કામ માં લાગી ગઈ.
ઘરનું કામ શાવર લઈને પોતે પણ તૈયાર થઇ અને અરીસા સામે ઉભી રહી ગઈ, પિંક કલરના સલવાર શૂટ માં શોભતી હતી, હળવો મેકઅપ અને ખુલ્લા વાળ એના એક અનોખા વ્યક્તિત્વ ની ચાડી ખાતા હતા. એની બોડી લેન્ગવેજ ગજબની હતી. ઓફિસમાં પણ બધા કલીગ સાથે  હળીમળીને કામ કરતી પણ એક અંતર રાખીને,એના પોતાના વર્તુળમાં કોઈ ઘૂસવાની હિંમત ન કરે એવી એક ધાક પણ હતી.
જરૂરી ફાઈલ અને પર્સ લઈને સ્કુટી સ્ટાર્ટ કર્યું ને નારણપુરા બાજુ જવા લાગી,ઓફીસ અવર્સ ના કારણે સખત ટ્રાફિક હતો પણ તે કસ્ટમરને ત્યાં પહોચી ગઈ ,
એની મીટીંગ માં તે સીસ્ટમ ને ફોલો કરતી હતી. આઈસ બ્રેકીંગ, ફેક્ટ ફાઈન્ડીંગ, ઇન્સ્યોરન્સ ની સમજ, જરૂર  મુજબનો પ્લાન , મની કમિટમેન્ટ,ફોર્મ સાઈન અને ડોક્યુમેન્ટ્સ લેવા...પહેલો કોલ એનો સફળ રહ્યો,કસ્ટમર અને તેમના પત્ની બંને  ખુશ હતા કારણ એમને જે પ્રમાણે જોઈતું હતું તે પ્રમાણે નો પ્લાન ડીઝાઇન કરીને મનસ્વીએ આપ્યો હતો. ૮૦,૦૦૦ ના પ્રીમીયમ ની પોલીસી હતી. મનસ્વી ખુબ ખુશ હતી કારણ શરૂઆત સારી થઇ હતી દિવસની. પણ સમય પણ કસોટી કરતો હોય છે. વચ્ચે સ્તુતિને સ્કુલેથી ઘરે લાવીને એને જમાડી ને સુવાડી પોતે પણ જમી અને થોડી વાર માં પાછી નીકળે છે, ઓફીસ માં પ્રીમીયમ ભરીને બાકીના ૨ કોલ માટે સમયસર જાય છે પણ સફળતા નથી મળતી એટલે વધારે થાકી જાય છે,એડવાઈઝર નું કામ જ એવું હોય છે ક્યારેક સફળ ને વધારે નિષ્ફળ.
આમને આમ સફળતા,નિષ્ફળતા,સ્તુતિ,ઘર,હોમવર્ક,ગ્રોસરી,ઓફીસ બધાની વચ્ચે અફળાતી કુટાતી પોતાનો રસ્તો કાઢીને આગળ વધે છે મનસ્વી.અંકુશ ને ધીમે ધીમે ભૂલવા માંડી તી ,દિવસો વિતતા ગયા અને સ્તુતિ ૯ વર્ષ ની થઇ ગઈ .ભણવામાં ખુબ જ તેજસ્વી,સ્કુલ ની દરેક એક્ટીવીટીમાં હમેશા અવ્વલ જ હોય અને સ્કુલ ના સ્ટાફમાં સૌની લાડકી બની ગઈ હતી સ્તુતિ! સ્તુતિ ની પ્રગતિ જોઇને મનસ્વી હમેશા પ્રભુ પ્રાર્થના કરતી , મને ગૌરવ અપાવે એવી દીકરી તે આપી છે ,જોજે કોઈની નજર ના લાગે એની રક્ષા કરજે પ્રભુ, એ જ મારું જીવન છે ''.

અને અચાનક એક દિવસ સ્તુતિની સ્કુલ માંથી ફોન આવે છે કે સ્તુતિને ચક્કર આવ્યા ને તે બેહોશ થઇ ગઈ છે . મનસ્વી ઓફીસ માં એમના મેનેજર ને જણાવીને મારતી સ્કુટી એ સ્કુલે પહોચે છે અને દોડતી પ્રિન્સીપાલની ઓફિસમાં રજા લીધા વિના પહોચી જાય છે અને ત્યાં સોફા પર એને સુવાડેલી છે , એને જોઇને એના તો હોશકોશ ગુમાવી દે છે ને ભાંગી પડે છે , ડોક્ટર ને પણ બોલાવી લીધા હતા.
''શું થયું મારી સ્તુતિને ડોક્ટર? સવારે તો હું એને મુકવા આવી તી ત્યારે કશું જ નહોતું અને અચાનક શું થઇ ગયું ? મનસ્વી રીતસર સવાલોનો મારો વરસાવતી હતી .
ડોકટરે કહ્યું, '' શાંત થઇ જાવ બહેન, અશક્તિ માં ક્યારેક આવું થઇ જાય,એની એક્ઝામ પણ હમણા જ પૂરી થઇ છે. હું ઇન્જેક્શન આપી દીધું છે , થોડી વાર માં ભાન માં આવી જશે અને સાથે દવા પણ લખી આપું છું. ચિંતા ના કરો બેન અને ૨ દિવસ પાછી મારા કલીનીક પર ચેકઅપ માટે લઇ આવજો.'' મનસ્વી થોડી શાંત થઇ પણ અંદર થી તો જાણે લાવા ધગધગતો હતો ,'માં' હતી ને ? જીવવાનો એક માત્ર સહારો હતી સ્તુતિ !મનસ્વી અંદરથી સાવ જ ભાંગી ગયેલી પણ મક્કમ સ્વરે સ્તુતિ પાસે તેને પંપાળતા કહે છે ,'' હમણા મારી દીકરી આંખો ખોલશે અને મમ્માને જોતા જ ખીલી ઉઠશે ચહેરો મારી લાડલી નો ! જો બેટા તને કશું નહિ થાય ,મમ્મા તને કશું નહિ થવા દે '' થોડીવાર માં સ્તુતિ આંખ ખોલે છે પણ ખાસ્સી વિક લગતી હતી. મનસ્વી ની આંખ ભરાઈ આવે છે ને કહે છે ,'' જો કેટલી બહાદુર છે દીકરી મારી ,આપણે બેટા થોડી વારમાં જ ઘરે જઈશું , ચલ થોડું પાણી પી લે તો બેટા!'' થોડીવાર પાછી ત્યાં પટાવાળા ભાઈ રીક્ષા બોલાવી લાવે છે અને બંને માં-દીકરી ઘરે આવે છે .
 આમ ને આમ ચાર દિવસ વીતી જાય છે,સ્તુતિ સ્વસ્થ થતી જાય છે.રૂટીન લાઈફ ગોઠવતી જાય છે. સાચે પાણી અને સ્ત્રી મુશ્કેલીમાં પોતાનો રસ્તો શોધી જ લે છે. છેલ્લા કેટલાક દિવસોથી એ મુઝવણ માં છે વિચારો સાથે ઘરનું ઝાપટ ઝૂપટ કરતી હોય છે અને અચાનક ફોન ની રીંગ વાગે છે અને મનસ્વી ને ધ્રાસકો પડે છે કે પેલા કસ્ટમર નો તો ફોન નહિ હોય ને ?
 હા, મનસ્વી નું વિચારવું સાચું જ હતું ,એ જ કસ્ટમર નો ફોન હતો જે છેલ્લા ૧૦ દિવસથી ફોન કરતા હતા,  આજે પણ એ જ વાતનું રટણ હતું એ સાગરભાઈ નું ! મનસ્વી કોલ પર ગઈ હતી એ ભાઈને ત્યાં અને એને એક મોટી રકમની પોલીસી આપી હતી. સાગરભાઈ ના પોતાના ૮ થી ૧૦ જાતના અલગ અલગ બીઝનેસ ના યુનિટ્સ હતા અને આગળ પણ મનસ્વીને કામ મળવાનું હતું બસ એક ફ્રેન્ડશીપ ની માંગણી હતી એમની , મનસ્વી અવઢવ માં હતી કે આવેલી તક ને ઝડપી લેવી કે નહિ ? કારણ મનસ્વી પોતાના અંગત વર્તુળ માં કોઈને પ્રવેશ આપવા માગતી નહોતી. શું કરવું ? વિચારોના વમળ માં ઘેરાતી હતી ,ત્યાં એક ઝબકારો થયો અને યાદ આવી ગઈ કશ્તી ની ,એની પરમ સખીની ....એને ફોન કર્યો અને સાંજે સીસીડીમાં મળવાનું નક્કી કર્યું . હવે એને નિરાંત અનુભવી વિશ્વાસુ ફ્રેન્ડ કશ્તી સાથે વાત શેર કરીને કોઈ ઠોસ નિર્ણય લઇ શકીશ.