મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, March 30, 2012

જીંદગી...જીંદગી...જીંદગી...! હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?

''હું અને જીંદગી''




જીંદગી...જીંદગી...જીંદગી...!
હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?


તું ક્યારેય ખોવાઈ જાય તો?
તારી ઓળખ કેવી રીતે આપવાની..?
તારી પાસે તારું કોઈ ઓળખ-પત્ર છે?
તારું કોઈ કાયમી સરનામું...?
પાસપોર્ટ કે રેશન કાર્ડ ...?


તારું જન્મ-સ્થળ
તારી ભાષા
તારો દેશ
તારો કોઈ ફોટો
તારું ક્વાલીફિકેશન 
ક્યાંથી આવી ને ક્યાં જવાની છે...?


કદાચ કોઈ એવો દાવો કરતુ આવે ...તો શું?
તું એની છે એની સાબિતી શું..?
કેટલી બેદરકાર છે તું જીંદગી...
પર્સનલ પેપર્સ તો હોવા જ જોઈએ ને..?
થોડું શીખ તું અમારી પાસે થી
વણઝારા ની જેમ ના રખડીશ, આજે અહી તો કાલે ત્યાં...


તું કેવી દેખાય છે?
તારો રંગ?
તારી ઉંચાઈ?
તારી આંખો નો રંગ?
તારા વાળ?
કોઈ જન્મ નું નિશાન..?
તું આયના માં તારો ચહેરો જુવે છે ક્યારેય?
તું તને પોતાને ઓળખે છે ખરી..?
તારો ચહેરો તને યાદ છે ખરો..?


તું અમારા જેવું ના શીખીશ...એટલે કે ''માણસ'' જેવું
તું તો આખેઆખો ચહેરો બદલે છે ,એમ ને.?
અમે તો ચહેરા પરના મહોરાં બદલીએ છીએ.
અને જયારે મૂળ ચહેરો શોંધવા જઈએ ત્યારે તારો ચહેરો મળે છે...
અને અમે તો કાયમી દોસ્તી કરવા માંગીએ છીએ તારી સાથે
ત્યાં તો તું સરકી જાય છે,સાપ ની જેમ




અમે તને કેટલો બધો પ્રેમ કરીએ છીએ
તને કેટ કેટલા લાડ લડાવીએ છીએ
તારા માટે અમે તરફડીએ છીએ
અને તું?


અમને બધાને રમકડા બનાવી ને 
રમત રમ્યા કરે છે...!
કેટકેટલા રમકડા છે તારી પાસે
ગણ્યા ગણાય નહિ એટલા


મને ખબર છે હું માણસ જાત છું..
''તું છે તો હું છું''
પણ ફરિયાદ તો કરીશ જ
કકળાટ પણ કરીશ
ગુસ્સામાં એલફેલ પણ બોલીશ
માફ કરજે, ''તારા વિના મારી જ ઓળખ ક્યાં છે?''


પણ જીંદગી મારા કેટલાક સવાલો છે અને જવાબ જોઈએ છે
તું ક્યારેય ભાવતું કેમ પીરસતી નથી..?
માંગી એ એવો પ્રેમ ન મળે અને ત્યારે તો ન જ મળે
પ્રેમ મળે ત્યારે તે ઝીલવાની તાકાત અને સમય ન હોય
જયારે પ્રેમ આપવા માંગે ત્યારે એટલી ખાલી જગ્યા પણ ન હોય
હમેશા જયારે જુવો ત્યારે પ્રેમ ઇગ્નોર જ થાય છે....


''ખાવાનું હોય ત્યાં ખાનાર નથી હોતા ને
જ્યાં ખાનાર હોય ત્યાં અન્ન ના દાણાના ય ફાંફા હોય છે..''
શિક્ષિત લોકો બેકાર હોય છે અને અનપઢ રાજકારણીઓ પાસે કારો ની કતાર હોય છે..
કેટલી અધધધ.....કરી શકાય એટલી તારી ફરિયાદો છે...
પણ તારે ક્યાં કાન છે...?
તું બહેરી છે
તું મૂંગી છે
તું આંધળી છે
તું રમતો ની ''માહિર'' છે




છત્તા તને શું કહું....જીંદગી...
જેવી છે તેવી
તું મારી છે,
તું મારી જ રહીશ....!!!


-નીતા.શાહ.











Sunday, March 25, 2012

માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?






વિચારે વિચારે વિચાર વણાઈ ગયો..
વધારો શેમાં જોવા મળે..?
માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી
વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?

મનુષ્ય એટલે.....?

પ્રેમ નો સાગર
કરુણા ની સરિતા
પરોપકારનું ઝરણું
સમર્પણ નું આકાશ
સંવેદના નો સુરજ
ક્ષમા-યાચનાનો ચંદ્ર
લાગણીઓ  નો સમીર
જ્ઞાન નો ભંડાર

આટઆટલા ગુણો ના સમન્વય વાળો મનુષ્ય...
શોધવો હોય તો કાળી અમાસની રાતે સોય શોધવી....
એના જેટલું જ મુશ્કેલ..
ટાટીયો  ખેંચવાની હરીફાઈ માં ..હાથ પકડનારા કેટલા...?

આજના પશુઓ એટલે
વફાદારી નો પર્યાય..
માલિક પ્રત્યે સમર્પણ નું સગપણ
મુક સંવેદના
બિન ફરિયાદી
પરોપકારી....!


એક જ પશુ માં આટલા બધા ગુણો શોધવા જરા ય અઘરા નથી...
એટલે તો કુતરા પણ એ.સી. કાર માં મૌજ કરે છે...


ડો.જોહ્ન્સ ના શબ્દો માં,
હું માનવ-જાત પ્રત્યે ધ્રુણા ધરાવું છું. કારણ કે હું મારી જાત ને સર્વોત્તમ મનુષ્ય માનું છું.
પણ મને ખબર છે કે હું કેટલો ખરાબ છું....

નીતા.શાહ.

Thursday, March 22, 2012

મારું મારું...કર માં અહી તારું કશું ક્યાં છે?



મારું મારું...કર માં અહી તારું કશું ક્યાં છે?
દીવા નીચે તો ઠાલું અંધારું જ હોય છે...

બાંધ માં..પોટલું તડકા નું બંધાય ક્યાં છે?
બળતી આતમની જ્યોતથી ઉજાસ હોય છે...

અપેક્ષા છોડ ઉપેક્ષા વિના તારું કશું ક્યાં છે?
ઈશ પાસે સ્મિત બી એનું જ માગતી હોય છે...

પ્રેમ નો અર્થ વ્યાખ્યામાં કશું ક્યાં હોય છે?
રૂપ માત્ર હાડ-માંસના ચામડામાં હોય છે...

-નીતા.શાહ.
 

શબ્દો બે પ્રકારના હકારાત્મક અને નકારાત્મક એક 'હા' ને એક 'ના'



શબ્દો બે પ્રકારના
હકારાત્મક અને નકારાત્મક
એક 'હા' ને એક 'ના'

એક મીઠી ને બીજી કડવી
એક વ્હાલી ને બીજી અડવી
એક પામો ને બીજી કળવી
એક મધ ને બીજી કાળીજીરી

બોલને સખી, પહેલા સ્થાને કોણ ? 'હા' કે પછી 'ના'
લાગે નવરો પડ્યો જે દિ દીનાનાથ
લાગે ઘડ્યા આવા અઘરા શબ્દો
'હા' ને પરોવો હૈયે તો પ્રીત ને
'ના' ને ઝબોળો હૈયે તો નફરત...
પ્રીતની 'હા' માં પહાડ પણ ભાસે કંકર
નફરતની 'ના' માં કંકર ભાસે પહાડ....

કહો ને સખી,પહેલા સ્થાને કોણ? 'હા' કે પછી 'ના' ?

કડવા ઓસડીયા
કડવા કારેલાં
કડવો લીમડો...
કોણ પાય...???
એક મધ-મીઠી ''માં''
''મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
 એથી મીઠી છે મોરી માત રે...

''બા'' ની આંખમાં 'હા' હોય કે 'ના'..?
 તેની આંખમાં ક્યારેક ''હા''
 તો ક્યારેક ''ના''
 અને હા, વચલો રસ્તો કાઢવો હોય ત્યારે..
 નરો વા કુંજરો વા..
 પણ હોય ફક્ત
 તેના ''લાલ'' ના 
 હિતમાં જ...સમજ્યા..?
 કારણ '' માં તે માં...... ...... ......''

-નીતા.શાહ.
'

Tuesday, March 20, 2012

મૌનમાં આવી વસે તારું સ્મરણ શ્વાસ ઘરના દ્વાર ખખડાવ્યા કરે...!






મૌનમાં આવી વસે તારું સ્મરણ
શ્વાસ ઘરના દ્વાર ખખડાવ્યા કરે


સ્પષ્ટ થાને કાં દિલનું કરે હરણ
મોઘમ માં રહીને લબડાવ્યા કરે


નથી પોસાતું આવું વાતાવરણ
આતુર પાંખોથી તું ફફડાવ્યા કરે

વધુ વાત ને ખેંચ માં અકારણ
તિરાડો ને કેમ તું  તતડાવ્યા કરે

શોભતું નથી  સ્મિતનું કરે હરણ
ધબકારે તું સતત ધબકાવ્યા કરે

નથી હું યાચિકા કે નથી હું માંગણ
વ્હાલના બે બોલ ગણગણાવ્યાં કરે

 છોડ હવે કર પગલા મુંજ આંગણ
 છોડીશ નહિ ભલે ને તરફડ્યા કરે

નીતા.શાહ.






Monday, March 19, 2012

વાંચતા શીખો તમે નયનો ની લકીર...!





વાંચતા શીખો તમે નયનો ની લકીર
પછી દિલની વાતો માન્ય લાગશે...

યાદ ને મેં જયારે ફંફોસી મેં જરીક
ભોકાતું શૂળ હૈયે અમાન્ય લાગશે...

કુવો ક્યાં આવે પ્યાસા સુધી લગીર
વાટ નીરખવી ગેરમાન્ય લાગશે...

ક્યાં હોય છે લાગણીની મણાં જરીય
ખુદ સ્વનું સગપણ અગણ્ય લાગશે...



Thursday, March 8, 2012

women day...8th march 2012...!


women day....!


સ્ત્રી...
પહેલા પણ પ્રમાણિક હતી ને 
આજે પણ પ્રમાણિક છે..
બદલાયા છે થોડા ક સમીકરણો..
આજે સ્ત્રી પરાવલંબી નથી
આજે સ્ત્રીશક્તિ નો પરચો આ
પુરુષપ્રધાન દેશ ''ભારત'' પણ જોઈ રહ્યો છે..
કઈ દિશા ને કઈ ટોચ પર નારી નથી...?
દરેકે દરેક દિશાઓ આજે નારી-શક્તિ થી ગાજે છે

ભૂલી જાવ સ્ત્રી એટલે રસોડાનું સંવિધાન..
ભૂલી જાવ સ્ત્રી એટલે બાળ-ઉછેર કેન્દ્ર
ભૂલી જાવ સ્ત્રી એટલે મર્યાદા માં લપેટેલું રતન..
ભૂલી જાવ સ્ત્રી એટલે પુરુષ જાતિના પગ નીચે કચડાતી જીંદગી..
ભૂલી જાવ સ્ત્રી એટલે ચાર દીવાલો માં કેદ ફફડતું પંખી...
ભૂલી જાવ સ્ત્રી એટલે ઉપભોગ નું સાધન...

આજની નારી સમગ્ર દિશાઓ,ગ્રહો,નક્ષત્રો,દેવ કે દાનવ...અરે બ્રહ્માંડ ને આહવાન
આપે છે....જો એક નારી ને સમજવી હોય,તેના વિષે લખવું હોય,તેના વિષે બોલવું હોય ...તો વધારે નહિ પણ ફક્ત ૨૪ કલાક એક સ્ત્રી બનીને જીવવાનો અનુભવ લો..
જીંદગી ના દરેક પાસાને એક સ્ત્રીત્વ પ્રમાણે દિલ થી સ્વીકારો..તો કદાચ ૧૦% સ્ત્રી 
સમજાશે...બ્રહ્માજી એ કેટ કેટલા અગણિત રસાયણો ના ભંડાર ઠાલવ્યા છે એક નારી ના સર્જન માં...!
તેના દરેક રસાયણો પરાકાષ્ટાને પામે છે...
તેના ગુણધર્મો માં...ધીરજ,સહિષ્ણુતા,સંવેદના,પ્રેમ,મમતા,સન્માન,ખુમારી,ગુસ્સો,દ્વેષ,ઈર્ષા,શક્તિ,બુદ્ધિ,વિચારશક્તિ,સાહસ,શૌર્ય,વિવેક,રચનાત્મક....અરે ઘણું બધું...અધધધ....કહી શકાય તેટલું....!

અરે, નારી તો એક social  ક્લીનર પણ છે...વિચારો સમાજ માં પુરુષો ની વિકૃતિ ને શાંત કરનારી ''વેશ્યા'' સમાજ માં ન હોત તો...કલ્પના કરો કેટલો ગંદો હોત આ સમાજ...!!!
આજે ''વિશ્વ નારી દિવસે''  પ્રભુ ને એક જ પ્રાર્થના....
જયારે જયારે મને અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ફક્ત એક ''નારી-યોની''
જ આપજે....સાર્થક જીવન જીવ્યા નું સૌભાગ્ય તો મળે...!!!

નીતા.શાહ.

Monday, March 5, 2012

હૃદય મારું ચારણી બની ગયું છે તારી ઉપેક્ષાઓ વીંધી રહી છે....!



હૃદય મારું ચારણી બની ગયું છે
તારી ઉપેક્ષાઓ વીંધી રહી છે..

નથી મારે ટહુકો જોઈતો
નથી મારે કલરવ જોઈતો
નથી મારે મન-મરતબો જોઈતો..
મને તો ખપે દરિયાના મોજે એક મીઠા જળનું બિંદુ...!

મારું રૂદિયું મંદિર છે
મારું રૂદિયું મસ્જીદ છે
મારું રૂદિયું ગુરુદ્વારા છે...
મને તો ખપે હજારો પ્રલોભનો વચ્ચે એક અશ્રુ બિંદુ...!

સારેગમ નો સુર છું
ચાંદની નું નુર છું
લાગણી નું ઘોડાપુર છું
મને તો ખપે કણ-કણ માં દોડતું ને દઝાડતું સ્પર્શ બિંદુ...!

-નીતા.શાહ.


Saturday, March 3, 2012

અમદાવાદી ની રોજનીશી....

સવારે વહેલા ઉઠીને કામે લાગો
કેમ હું કઈ કુકડો છું...?
સમય પ્રમાણે નિત્યક્રમ જાળવો
કેમ હું કઈ ધડીયાળ છું...?
જીવનમાં સહનશીલતા કેળવો
કેમ હું કઈ ધરતી છું..?
નિયમિતતા ને પ્રાધાન્ય આપો
કેમ હું કઈ સુરજ છું..?
સંગઠન બળ થી મજબુત બનો
કેમ હું કઈ કીડી છું...?
આળસ ને ત્યજીને ઉદ્યમી બનો
કેમ હું કઈ મધમાખી છું..?
મીઠા વચન બોલીને મીઠા બનો
કેમ હું કઈ કોયલ છું...?
બીજાને ઉપયોગી પરોપકારી બનો
કેમ હું કઈ ઝાડ છું...?
હમેશા દુખમાં પણ હસતા રહો
કેમ હું કઈ ગુલાબ છું...?
હવે ઉપદેશ આપવાનું બંધ કરો
હું અમદાવાદી છું...?
ક્યારે ને ક્યાં ને શું..બરાબર જાણે
હું બહુર્મુખી છું...?
શું સમજ્યા...???

-નીતા.શાહ.

Friday, March 2, 2012

યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા જાણે ટહુકો છે ને કોયલ જ નથી...!




યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા
જાણે ટહુકો છે ને કોયલ જ નથી...
વેદનાની આંખ પણ કેવી છે સાહ્યબા 
જાણે પ્રકાશ છે ને સુરજ જ નથી...
મર્યાદાની સાખ પણ કેવી સાહ્યબા
જાણે વાચા છે ને જિહવા જ નથી...
સપનાની કાંખ પણ કેવી સાહ્યબા
જાણે સપનું છે ને નીંદર જ નથી...
વિરહની ચાહ પણ કેવી છે સાહ્યબા
જાણે ધુમાડો છે પણ આગ જ નથી...
-નીતા.શાહ.


સંવેદના... ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..? જુવો સૂર્ય અને ચંદ્ર ને ...!

                    
                            
           સંવેદના...
ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..?
જુવો સૂર્ય અને ચંદ્ર ને 
ગ્રહણ તો તેને પણ લાગે જ છે ને ?
માનસિક સુખ તે સુખી વેદના
માનસિક દુઃખ તે દુઃખી વેદના
જ્યાં સુખ કે દુઃખ કઈ પણ ન હોય ત્યાં..?
ત્યાં ઉપેક્ષાની વેદના...

મારા માટે વેદના એ 
સક્રિય પ્રક્રિયા છે...જીવંત વેદના
વેદના વગર સંવેદના ક્યાં શક્ય જ છે ?
યાદ છે ઓસ્કાર વાઇલ્ડ ના શબ્દો..
'' આપણા માટે એક જ મૌસમ છે જીવન માં,
  અને તે છે સંવેદનાની મૌસમ...!''

બે પ્રેમીની વિરહ ની વેદના
કેટકેટલી સંવેદના જન્મ લે છે...
દીકરી ને હંમેશાં માતા-પિતાની વેદના
સંવેદના જગાવી ને આંખ પલાળી દે છે
એક માતા ને બાળકોની વેદના
સંવેદના થી ઉછળતું માતૃત્વ...
જેટલા સગપણ ના આયના..
તેટલા સંવેદના ના તાપણા...

-નીતા.શાહ.