મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, December 30, 2011

આપણી તો દોસ્તો જાહોજલાલી... cheer up ... કરવા જઈએ મોહાલી...WORLD CUP





આપણી તો દોસ્તો જાહોજલાલી...

cheer up ... કરવા જઈએ મોહાલી...

ક્રિકેટ માં કરવા પાક. ની બેહાલી....

ફરી એક વાર ત્રાટક ઝા.....હી....ર,

બતાવી દે તારું હી...ર...ખ...મી...ર,

બનાવી દો ભારતને અ...મી...ર

શતકોનો શહેનશાહ .....સ...ચી...ન,

ફટકારશે બોલરોને...દિશાઓ ભિન્ન-ભિન્ન,

રોકેટની ગતિએ કરી શતક...બ્રહ્માંડમાં વગાડશે તેનું બિન,

સચિન-સહેવાગ ..તો..ભારતના દ્વારપાલ,...

આજે મારે પ્રમાણિક બનવું છે. મારી ઉર્મિઓના ધોધ ને વહેવા દેવો છે, મારી સંવેદનાની સાર્થકતા ને શોધવી છે,






આજે

મારે પ્રમાણિક બનવું છે.

મારી ઉર્મિઓનાં ધોધને વહેવા દેવો છે,

મારી સંવેદનાની સાર્થકતાને શોધવી છે,

મારી અનુભૂતિઓને આકારવી છે,

મારી ઝંખનાઓને ઝંકારવી છે !!

પણ...???

એ શક્ય નથી,

કારણ કે

હું સ્ત્રી છું.

મને શીખવવામાં આવ્યું છે,

લાગણીઓનું દમન

સહનશીલતાની મૂર્તિ બની રહીને સંવેદનાનું શમન

મારે ''નારી તું નારાયણી'' અને ''નારી નરકની ખાણ'' ના વિરોધાભાસો

વચ્ચે અટવાવું નથી.

મારે ત્યાગની દેવી નથી બનવું,

મારે જીવંત ''સ્ત્રી'' રહેવું છે.

મારા અસ્તિત્વ ને અર્થ આપવો છે....!!!

લાગણીઓ ના ઘૂઘવતા પ્રવાહ માં રેલાતી જાઉં છું નીતનવા સગપણ ની ગાંઠ માં ગોઠવાતી જાઉં છું ઓગાળતી જાવું છું મારા અસ્તિત્વ ને....






લાગણીઓ ના ઘૂઘવતા પ્રવાહ માં રેલાતી જાઉં છું
નીતનવા સગપણ ની ગાંઠ માં ગોઠવાતી જાઉં છું
ઓગાળતી જાવું છું મારા અસ્તિત્વ ને....

જગત ની કડવાશ ને ને દાહમાં સળગાવતી જાઉં છું
મસ્તીથી મીઠાશના કોળિયા મોહમાંભરાવતી જાઉં છું
ઓગાળતી જાઉં છું મારા અસ્તિત્વ ને....

નથી માંગણ કે યાચિકા હાર્દમાં વહેચાતી જાઉં છું
ઊંડાણ માંગું ઉંચાઈ નહિ કાંપમાં ખુપાતી જાઉં છું
ઓગાળતી જાઉં છું મારા અસ્તિત્વ ને....

વરસો પછી... ... ....

આમ અચાનક...સુક્કા વેરણ રણમાં, ફેરવાઈ જાઉં છું
ધરતી...ધરતી હતી હું ને ... મુંજ માં જ સમાઈ જાઉં છું.

નીતા શાહ

વહેલી સવારે એક સુંદર વિચાર નો જન્મ... ... હાલમાં હું અમેરિકા માં છું. ...આર્ટીકલ



વહેલી સવારે એક સુંદર વિચાર નો જન્મ... ...

હાલમાં હું અમેરિકા માં છું. જાણે સિમેન્ટ અને કોન્ક્રીટ ના જંગલમાંથી પ્રકૃતિ ની ગોદમાં આવી ગઈ.

ખુબ જ સુંદર અને હારબદ્ધ વૃક્ષો,પંખીઓ નો કલરવ,રંગબિરંગી ફૂલો,રમતિયાળ પતંગિયું,ખળખળ

વહેતું ઝરણું....બધું જ પાછુ ઘર આંગણે...!!!

આવી જ એક આહલાદક વહેલી સવારે એક સુંદર વિચાર જન્મ્યો....!!! કુદરતનાં સાન્નિધ્યમાં,તેની સાથે અંતરંગ વાતો કરતા કરતા ,સુંદર વિચારને જાણે કુંપળો ફૂટી...!!!

આ ઘટાદાર વૃક્ષો,પંખીનો કલબલાટ,વહેતા ઝરણા,શાંત અને સૌમ્ય સરિતા,ઉંડાણ જેની ઓળખ છે તે સમુદ્ર,અડગ પહાડો,મંદ-મંદ લહેરાતો સમીર,જળભર્યા વાદળા,સપ્તરંગી મેધ-ધનુષ,રાત્રીનો શણગાર એટલે ચંદ્ર અને તારલાઓ,સમય નો પાક્કો આપણો સુરજ...!!! કેટકેટલું સૌદર્ય ઠાલવ્યું છે આ કુદરતે...અને તે કોના માટે....?

હા, ફક્ત મનુષ્ય માટે કુદરતનું આ વરદાન. જો ઈશ્વરે આ ઉપકાર ના કર્યો હોત તો ?

આ બધું જ આપણા માટે ! કેટલા નસીબવંતા છીએ આપણે કે માણસ હોવાનું સુખ સાંપડ્યું.લાગણીઓને
અનુભવવાની આવડત,સ્મિત,રુદન,હાસ્ય,સંવેદન,સ્પર્શ,ગુસ્સો,પ્રેમ! સૌથી અદભૂત વાત એ છે કે આપણને વાણી મળી છે!

આપણા જીવનને શણગારવા આવી અનોખી પ્રકૃતિ,ઈશ્વરનું એક અલૌકિક વરદાન,માનવ માટે! કેટલો નસીબવંતો છે આ માનવ? પણ કદાચ ઈશ્વરે આ વરદાન ના આપ્યું હોત તો...? છુટે છે ને કંપારી...મિત્રો, મારા વિચાર સાથે સહમત છો ને? તો આવો સાથે મળીને વચનબદ્ધ થઇને ઈશ્વરનો આભાર માનીએ.

કુદરતનું જતન કરીશું.કુદરતી તત્વોને વેડફાતા અટકાવવા એ આપણા અસ્તિત્વને બચાવવાનો પહેલો અને સૌથી જરૂરી પ્રયાસ કરીશું.રીસાયકલીંગ અને વસ્તુઓને સાચવીને ફરી વાપરવાની પ્રવૃત્તિને આદત બનાવીશું.છાપાના કાગળોથી શરુ કરીને પ્લાસ્ટિકની થેલી સુધીની વસ્તુઓને વેડફી નાખવાના બદલે ફરી વાપરવાનો પ્રયાસ કરીશું! પ્રકૃતિ,તને ખુબ ખુબ વ્હાલ કરીને જતન કરીશું.

આટલું સુંદર વરદાન આપવા માટે ઈશ્વર ને,

શત-શત વંદન સાથે ,અમારા સૌ વતી...આભાર....!!!

મિત્રો,આપ સૌની આભારી,

નીતા શાહ.

આંગળી ના ટેરવે થઇ ગઈ છે દુનિયા કાયમ... નથી લાગતું ''ટેરવું'' સંવેદના ગુમાવી દેશે ?





આંગળી ના ટેરવે થઇ ગઈ છે દુનિયા કાયમ...

નથી લાગતું ''ટેરવું'' સંવેદના ગુમાવી દેશે ?

કલમ વગર લખાતાં થઇ ગયા છે દુનિયાના લખાણો...

નથી લાગતું ''અગ્ર પેઢી'' લેખનકલા ગુમાવી દેશે ?

ઈમેલથી વિચારોની આપ-લે કરે છે દુનિયાના લોકો...

નથી લાગતું કે કલમ અને હૈયું ''પત્ર લેખનકલા'' ગુમાવી દેશે?

મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ...

નથી લાગતું ''કી બોર્ડ'' આ ઓળખ ગુમાવી દેશે ? ------નીતા શાહ.

લાગે છે કે સિમેન્ટ અને કોન્ક્રીટ ના જંગલ માં થી જાણે પ્રકૃતિ ની ગોદમાં આવી ગઈ છું. ..આર્ટીકલ

MARI URMI..LAGNI....!!!

by Nita Shah on Friday, July 15, 2011 at 3:15pm

!!લાગે છે કે સિમેન્ટ અને કોન્ક્રીટ ના જંગલ માં થી જાણે પ્રકૃતિ ની ગોદમાં આવી ગઈ છું. સુંદર મજા ના વૃક્ષો,કલરવ કરતા પંખીઓ,રંગબેરંગી ફૂલો..અને સાથે પતંગિયા ની રમત...શાંત,સ્વચ્છ ખળખળ વહેતું ઝરણું,ઉગતા અને આથમતા સૂર્યદેવ સાથે આભાર વ્યક્ત કરતી અંતરંગ વાતો...એક શાંત અને સુવ્યવસ્થિત ધબકતું શહેર...આ બધી મજ્જા મળે ઘર આંગણે...!!! ફક્ત આ સૃષ્ટી ને માણવા જોઈં એ એક લાગણીસભર દ્રષ્ટિ...!!! માગો એટલી શાંતિ....વાંચન,મનન,લેખન,સ્વ ને ઓળખવાની એક મજ્જા...કંઈક

જુદી જ છે....જુના મનગમતા ગીતો માણવાની મૌસમ ચાલે છે મારી...ગુજરાતી ગીતો,ગઝલ,માં ગળાડૂબ ડૂબી જવાની મૌસમ છે...વાહ અમેરિકા...વાહ...નિરાળો દેશ છે....!!!

પણ કાન માં કંઈક કહેવું પણ છે...!!! વતન ની માટી ની તો વાત જ નોખી છે,હોં...તેની સુંગંધ ...આપણ ને તરબતર રાખે છે...!!! તરોતાજા રાખે છે...!!! મારું અમદાવાદ ને મારું ગુજરાત....!!! સલામ તને...!

મને તો આપનું મિલન એક ક્ષિતિજ લાગે છે. ભાસ થાય છે ક્યારેક ધરતી ને આકાશ ક્ષિતિજ પર...!

સખા,





મને તો આપનું મિલન એક ક્ષિતિજ લાગે છે.

ભાસ થાય છે ક્યારેક ધરતી ને આકાશ ક્ષિતિજ પર

સાથે તો છે...પણ થોડા દુર જઈએ તો ભ્રમણા લાગે

કે બંને નું મિલન ક્યાં શક્ય જ છે? બંને ને પોતાની

મર્યાદા ની લક્ષ્મણ રેખા ખેચેલી છે.છતાં બંને એકબીજા

માટે તરસે છે.બંને વચ્ચે મધ્યસ્થી તો વાદળ જ ને?

જે સતત ધરતી ને જળ અને વાયુ થી નવપલ્લવિત

કરે છે,જે આકાશ ના પ્રેમ ને ફક્ત અનુભવે છે...પરંતુ

પ્રત્યક્ષ ધરતી ને આકાશ નું મિલન શું તમને શક્ય

લાગે છે, સખા? ઉત્તર આપો.

નીતા શાહ.

એક દિવસ પ્લેન માં સફર કરતા વિચાર આવ્યો કે શું માનવ ઉંચાઈએ પહોચી ને વિચારે તો શું...આર્ટીકલ






એક દિવસ પ્લેન માં સફર કરતા વિચાર આવ્યો કે શું માનવ ઉંચાઈએ પહોચી ને વિચારે તો શું

તેના વિચારો ઉચ્ચ થઇ જતા હશે ? મનોમંથન પછી તે નિર્ણય પર આવી કે ....ઉચાઇ કરતા પણ

ઊંડાણ શ્રેષ્ઠ છે, કારણ ઉંચાઈ પર પહોચવું ખુબ જ સરળ છે...જયારે ઊંડાણ માં ત્યારે જ જઈ શકો,

કોઈક ને સ્મિત આપની ને તેના આંસુ તમે લઇ શકો, બીજા ને નિરપેક્ષ પ્રેમ કરી શકો...ને તે જ તમારો

નિજાનંદ હોય.નામ સાથે ના સબંધો નિભાવવા,અને તે સબંધો થી પણ પર એક બેનામ સબંધ....નિભાવવો

તેની ગરિમા સાચવવી એટલે સત નું આત્મા સાથે નું જોડાણ....અને તેની પ્રસન્નતા કેટલી ઉમદા હશે?



નીતા શાહ.

શું શોધો છો? મને? અરે તમારા પ્રતિબિંબ માં શોધો તમારા પડછાયા માં શોધો...!





શું શોધો છો?

મને?

અરે તમારા પ્રતિબિંબ માં શોધો

તમારા પડછાયા માં શોધો

નહિ દેખાઈ એ અમે ક્યાય, આસપાસ.



ગરદન ઝુકાવી ને દિલ માં જુવો

નેણ બંધ કરી ને શ્વાસ માં જુવો

નહિ દેખાઈ એ અમે ક્યાય, આસપાસ.

હૃદય પર હાથ મુકીને ધડકન માં શોધો

અધરોના કંપન ભર્યા સ્પંદનો માં શોધો

નહિ દેખાઈ એ અમે ક્યાય, આસપાસ.

કેડમાં છોકરું ને ગામ માં ઢંઢેરો

હૃદય ને ધબકાર ને જુદા કાં ઠઠારો

તુજ માં 'હું' ને મુજ માં 'તું' ફક્ત તું જ તું....!!!

--nita.shah.

નારી ની નિરપેક્ષતા ને ક્યાંથી ઓળખી શકો? તેને કોઈ પણ સ્વરૂપે નિહાળો ...!




નારી ની નિરપેક્ષતા ને ક્યાંથી ઓળખી શકો?

તેને કોઈ પણ સ્વરૂપે નિહાળો ...

''માતા'' ,''ભાભી'',''ભગીની'',''સખી'',''પ્રિયતમા'',

કે પછી ''ભાર્યા'' ના સ્વરૂપે.....

પુરુષ ને ક્યાંથી દેખાશે તેની નિરપેક્ષતા ?

જેમાંથી સતત સ્નેહ ની સરવાણી વહેતી હોય છે.

કારણ એક નારી માં જે છે જ...તેને તે જોવું જ નથી.

પરંતુ તેને જે જોવું છે,તે જ જુવે છે...

ચત્તી આંખે કેવું અંધત્વ ?

અરે, બાળક ને જન્મ આપ્યા પછી તે બાળકના નામ ની

પાછળ નામ પણ પતિ નું આપે છે..સર્જક તો તે પણ છે જ ને?

-નીતા.શાહ.

પુરુષ હમેશા 'સ્વ'' માં જ જીવે છે.અને તે વર્તન તેના ઉછેર નું સ્વાભાવિક પરિણામ છે....નોટ





પુરુષ હમેશા 'સ્વ'' માં જ જીવે છે.અને તે વર્તન તેના ઉછેર નું સ્વાભાવિક પરિણામ છે.સ્ત્રી જો પુરુષ ના
અહંકાર ને ચોટ ન પહોચે તે રીતે તેની સાથે વર્તતા શીખે તો તેના સબંધ એક મિત્ર કે પતિ કે પિતા કે
પુત્ર સાથે ક્યારેય બગડતા નથી.પરંતુ જો સ્ત્રી જયારે પોતાની સૌમ્યતા,ઋજુતા ને બાજુ પર મુકીને
સ્ત્રીત્વ ને ભૂલી ને ''સમોવડી'' થવા ના પ્રયાસ માં ક્યારેક તે પુરુષ ની નજર માં સન્માન ગુમાવીને
હરીફ બની જાય છે.કારણ પુરુષ ને નથી આવડતું કે એક સૌમ્ય,સહનશીલ,સ્નેહશીલ,સમજદાર સ્ત્રી
સાથે કેવી રીતે લડવું? પરંતુ એક તોછડી,અહંકારી,સમોવડી,બોલ્ડ સ્ત્રી સાથે કેવી રીતે વર્તવું તેમાં
તેની ફાવટ છે.....!!!

નીતા શાહ

કોણમાપક સબંધો નું માપીએ હૃદય છેદાશે કેટલે અંશે? શૂન્યાવકાશ નું વર્તુળ માપીએ



કોણમાપક સબંધો નું માપીએ

હૃદય છેદાશે કેટલે અંશે?

શૂન્યાવકાશ નું વર્તુળ માપીએ

ખાલીપાની સોય કેટલે અંશે?

મોતના બિંદુની રેખાને માપીએ

આરઝુ ના કાટખૂણા કેટલે અંશે?

આજ પ્રણયના સૂરને માપીએ

છૂટોતાર વીણાનો વાગશે કેટલે અંશે?

ગુમાવેલા જીવન સ્મિત ને માપીએ

જમાના એ લુંટેલ અશ્રુ કેટલે અંશે?
-નીતા.શાહ.
ઋષિવર શ્રી વેદવ્યાસજી ને એક નારી નો પત્ર...
by Nita Shah on Monday, December 26, 2011 at 10:02pm

ઋષિવર શ્રી વેદવ્યાસજી ને એક નારી નો પત્ર...



માન્ય ઋષિવર....

આપનો મહાન પવિત્ર ગ્રંથ નું પારાયણ વારંવાર કરીને પ્રશ્નોનું રમખાણ મચે છે હૃદયમાં...

વ્યાસજી ... મહાભારત ની કથા માં કેટકેટલી વ્યથાઓ છે...આપ આ વ્યથામાં કેટલા પીડિત થયા હશો ? ગાંધારી અને કુંતી..બે સ્ત્રી પાત્રો પુત્ર-જન્મ ના સંદર્ભ માં જ..બંને નારી રક્તરંજિત અને દોષરંજિત થઇ છે.કેટ કેટલા

અપમાન સહ્યાં છે એક તેજસ્વી ''માતૃત્વ'' પદ માટે ? શા માટે મુનીવર ?

મુનીવર....દરેક પાને..પાને..તમે માનવ દુર્ભાગ્ય ના રક્ત થી રંગોળી

પૂરી છે...સુખદુખ અને દુખસુખ...ની મજબુત સાંકળ કયાંય ઢીલી પડતી નથી..

કેટ કેટલા સત્ય ની કાતર થી નારી ના નિર્બળ મમતા-વસ્ત્ર ના ચીંથરા ઉડાડ્યા

છે....ગાંધારી..જે તેના પોતાના મૃત પુત્રો ના ઢગલા પર કેરી તોડી ને ખાય છે... શું ગુઢાર્થ છુપાવ્યો છે મુનીવર આપે ?

કવિ,લેખક...હંમેશા દુખો ના ગુણાકાર કરે છે.તેમની રચના માં.... શું એટલે જ

દરેક યુગમાં કવિ ની બોલબાલા હોય છે...જે સમાજ ની વેદના ના ભાર ને હલકો બનાવે છે ?

હે.....મુનીવર....

આશીર્વાદ આપો,એક નારી ને...

ભલે દરેક યુગના કવિઓ તેમની રચના માં વેદના ને વાચા આપે,તેના

ગુણાકાર કરે,હંમેશા અગ્નિ ને ઘી ને સથવારે રાખે...પણ સાથે મારી સમજશક્તિ પણ ખીલતી જાય અને વારંવાર પ્રશ્નોત્તરી ની છડી વરસાવી શકું...ને મારા જ્ઞાનકોષ ને સમૃદ્ધ બનાવી શકું... [કદાચ નાના મોઢે મોટી વાત કરી છે તો ક્ષમા યાચું છું.]

શાષ્ટાંગ પ્રણામ સ્વીકારો.....મુનીવર...!!!
--નીતા.શાહ.