મારે તો આકાશને ઓઢવું રે સખી
મારે તો આકાશને ઓઢવું રે સખી
ચાંદ-તારાથી રૂપને સજવું છે
મારે તો ધરતીના ખોળે પોઢવું રે સખી
લીલી સાડીના પાલવે ચાલવું છે
મારે તો હિમાલય સાથે ઉભવું રે સખી
અડીખમ રહીને ઓગળવું છે
મારે તો દરિયાની મોજે ઉછળવું રે સખી
ખારા ખારા ઉસને ઉલેચવું છે
મારે તો નદીયુના વહેણમાં મલકવું રે સખી
મીઠું ઝરણું બનીને ખળભળવું છે
મારે તો મમતાભર્યું હરખવું રે સખી
ભીનું સુક્કું સઘળું સંઘરવું છે
નીતા શાહ