મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, June 27, 2015

મારી ગઝલ: ૨ ભીડ માં એકાંત ની શું રાઝદારી હોય છે



    ભીડ માં એકાંત ની શું રાઝદારી હોય છે



ભીડ માં એકાંત ની શું રાઝદારી હોય છે
કાળજા માં ભોંકતી તીખી કટારી હોય છે

વૃક્ષને જ્યાં વીંટળાય વેલ દીસે વ્હાલુંડી
એકબીજાની રસિકતા એકધારી હોય છે

કેટલી તાણીશ રેખાઓ હથેળીમાં ખુદા
ઝાંઝવાની એ નિશાની કારભારી હોય છે

દીવડાની જ્યોતને શું કામ બુઝાવે હવા
તું શું જાણે અંધકારે રાત ભારી હોય છે

પ્રેમના આ ખેલમાં ક્યાં હારશું કે જીતશું
હાર ઝીલીને ખરેખર જીત મારી હોય છે

નીતા શાહ


   

મારી પ્રથમ ગઝલ કેમ લખવું કાવ્ય એ સમજાય ના



   કેમ લખવું કાવ્ય એ સમજાય ના


[ગાલગાગા ગાલગાગા ગાલગા ]

 કેમ લખવું કાવ્ય એ સમજાય ના
આ ગઝલ ને છંદ પણ પકડાય ના

વાત મારી સાંભળીને સંચરો
શબ્દના સારાંશ પણ બદલાય ના

નિયમો પણ વ્યાકરણ ના જાણજો
શોધજો ભૂલો તમારી થાય ના

હાલતા ને ચાલતા વિચારજો
દિલડામાં શબ્દો એ ખોવાય ના

રાત દી એ ગીત ચાલુ રાખવું
ગાલગાગા ગાલગાગા ગાલગા

Nita Shah
નીતા શાહ