મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Monday, April 9, 2012

વિચારી વિચારી ને શું લખી શકાય કવિતા...?

             ''શબદ અને કવિતા''


વિચારી વિચારી ને  શું લખી શકાય કવિતા...???


હૃદયમાં ક્યાંક મૌન વસ્યું હોય અને 
એ મૌન નું મુખારીત સ્વરૂપ શબદ માં થાય...
શબ્દ નહિ પણ શબદ..
જોડાક્ષર નો ધક્કો પણ ન જોઈએ...!


કોઈ બેડી નહિ
કોઈ બંધન નહિ
કોઈ જંજીર નહિ
મોકળા મને આપમેળે રેલાતો વહેતો શબદ
જાણે ઝાંઝર પહેરી ને કોઈ કુંવારિકા નું  આગમન
છમ-છમ--છમ-છમ...!


એ શબદ નું અંકુરવું એટલે જાણે 
મહામૌન ના શિખર પર સુરજ આથમતો હોય,
આહ...


પંક્તિ ના પક્ષીની પ્રતીક્ષા કરવા 
જાણે હાથ માં ચણ લઈને બેઠા હોઈએ..
જેવું તે આવે,તેને ઝડપી ને મગજ માં સ્કેન કરી લઈએ
થોડું ગણ ગણીએ,
અને હૃદય ને કલમ નું તારામૈત્રક રચાય
અને સહજતા પૂર્વક કશુક અંદરથી રેલાતું જાય.




મહામૌન ના શિખરનો એ શબ્દ ને ખમવા માટે 
ખભો પણ આકાશ નો જોઈએ,હો..!
ત્યારે કદાચ પ્રસવ થતો હશે,
તે યાદગાર રચના નો !
જે વર્ષો પછી આજે પણ
ઓવન-ફ્રેશ લાગે છે આપણ ને !


શત-શત પ્રણામ છે, એ સર્વ રચયિતા ઓને !


નીતા.શાહ.














ગલ્લા મિત્રો ...હાસ્યલેખ



મારે પણ થોડા ક ગલ્લા મિત્રો પણ છે
પણ મારા દાંતના ડોકટરે મને એક દિવસ વોર્નિંગ આપી...
'' તમારે દાંત પાડવા માટે પાન ચાવવાનો ઉદ્યમ કરવાની જરૂર નથી,
  દાંત ને ય દાંતખર હોય છે...
  એટલે સમય આવે તે..
  પણ પાનખર ની જેમ 
  ખરી પડશે..''.
પાછુ થોડું વધુ ઉમેરી ને...
'' છતાં  કોઈ દાંત હાલે કે પજવે
  તો ગભરાતા નહિ, હું બેઠો જ છું ને..
  બદમાશ ને ખેંચી કાઢી ને બત્રીસી ની બહાર ફેંકી દઈશ...''

 [ બસ....ત્યારથી ગલ્લા-મિત્રો પણ ખરી પડ્યા..]

નીતા.શાહ.