મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, March 22, 2012

મારું મારું...કર માં અહી તારું કશું ક્યાં છે?



મારું મારું...કર માં અહી તારું કશું ક્યાં છે?
દીવા નીચે તો ઠાલું અંધારું જ હોય છે...

બાંધ માં..પોટલું તડકા નું બંધાય ક્યાં છે?
બળતી આતમની જ્યોતથી ઉજાસ હોય છે...

અપેક્ષા છોડ ઉપેક્ષા વિના તારું કશું ક્યાં છે?
ઈશ પાસે સ્મિત બી એનું જ માગતી હોય છે...

પ્રેમ નો અર્થ વ્યાખ્યામાં કશું ક્યાં હોય છે?
રૂપ માત્ર હાડ-માંસના ચામડામાં હોય છે...

-નીતા.શાહ.
 

શબ્દો બે પ્રકારના હકારાત્મક અને નકારાત્મક એક 'હા' ને એક 'ના'



શબ્દો બે પ્રકારના
હકારાત્મક અને નકારાત્મક
એક 'હા' ને એક 'ના'

એક મીઠી ને બીજી કડવી
એક વ્હાલી ને બીજી અડવી
એક પામો ને બીજી કળવી
એક મધ ને બીજી કાળીજીરી

બોલને સખી, પહેલા સ્થાને કોણ ? 'હા' કે પછી 'ના'
લાગે નવરો પડ્યો જે દિ દીનાનાથ
લાગે ઘડ્યા આવા અઘરા શબ્દો
'હા' ને પરોવો હૈયે તો પ્રીત ને
'ના' ને ઝબોળો હૈયે તો નફરત...
પ્રીતની 'હા' માં પહાડ પણ ભાસે કંકર
નફરતની 'ના' માં કંકર ભાસે પહાડ....

કહો ને સખી,પહેલા સ્થાને કોણ? 'હા' કે પછી 'ના' ?

કડવા ઓસડીયા
કડવા કારેલાં
કડવો લીમડો...
કોણ પાય...???
એક મધ-મીઠી ''માં''
''મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
 એથી મીઠી છે મોરી માત રે...

''બા'' ની આંખમાં 'હા' હોય કે 'ના'..?
 તેની આંખમાં ક્યારેક ''હા''
 તો ક્યારેક ''ના''
 અને હા, વચલો રસ્તો કાઢવો હોય ત્યારે..
 નરો વા કુંજરો વા..
 પણ હોય ફક્ત
 તેના ''લાલ'' ના 
 હિતમાં જ...સમજ્યા..?
 કારણ '' માં તે માં...... ...... ......''

-નીતા.શાહ.
'