મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, April 28, 2015



 સમસ્યા 



બધા રસ્તા સીધા હોય છે દુનિયાના
સમસ્યા એને જેની વાંકી છે ચાલ

હળવાશથી બોલો ને જીવો દુનિયામાં
સમસ્યા એને જેની કડવી જીબાન

નીતા શાહ

મારા સુવાક્યો ....28/5/14



મારા સુવાક્યો ....28/5/14


 

* સંતાનોથી હારીશ તો એમાં પણ મારી જીત હશે

   કારણ કે એમને ઉડવા આકાશઆપ્યું અને


     પંખો કાપી નહિ એનો મને આનંદ છે ....!

  નીતા શાહ






યશ માટે મેદાને ના પડાય, યશને લાયક બનવું

એટલે યશ લેવામાં પાછળ રહેવું અને

બીજાને યશ આપવાની ઉદારતા દાખવવી,

યશ-ઘેલા કદાચ ફાવી જાય પણ

એમને ગબડતા વાર નથી લાગતી .....!

નીતા શાહ






* સીરીઅસ ન બનો પણ સિન્સીયર બનો ....!

નીતા શાહ






* લખનારની આંખ ભીની ના થાય તો વાંચનારની આંખ ભીની ક્યાંથી થાય ? ...

નીતા શાહ






* લાઈફ એક પ્રીપેઈડ કાર્ડ છે વેલીડીટીની એક લીમીટ હોય છે,એમાં 4 તોફાનો


આવતા હોય છે


1 નિરાશા


2 વ્યગ્રતા


3 અન્યાય


4 એકલતા






* કિતાબો બે જ પ્રકારની હોય છે ,

વાંચીને ભૂલી જવા જેવી

અને

વાંચીને યાદ રાખવા જેવી ....!


જ્હોન રસ્કિન






* આત્મ-વિશ્વાસ ના ઇન્જેક્શન નથી આવતા ...!

નીતા શાહ






* મુઠ્ઠીમાં આકાશ કેવી રીતે કેદ થાય છે ?


એક કદમ માં આખી પૃથ્વી કેમ સમાઈ જાય ? ...!


અજ્ઞાત



* વિજય માંગીને લેવાની ભેટ-સોગાત નથી


લડીને મેળવવાની સિદ્ધિ છે ...!

અજ્ઞાત




''તકદીરે જહા રહેતી હૈ બંધ મ્યાનોમે ,


તકદીરે વહા સડતી હૈ કૈદ્ખાનોમે ,''

અજ્ઞાત




જે લડતો નથી એનું ભાગ્ય પહેલેથી જ નિષ્ફળતાની કેદમાં


સડતું હોય છે ....!






* જે કોઈનાથી ડરતો નથી, એનાથી બધા જ ડરે છે ....!

નીતા શાહ






* સ્ત્રી ક્રાયસીસ ને હેન્ડલ કરી જાણે છે


પુરુષ ક્રાયસીસ ને હેન્ડશેક આપી દે છે ...!

નીતા શાહ






* જીવનમાં સફળતાનું મહત્વ છે પરંતુ

સાર્થકતા સફળતા કરતા થોડી ઉંચેરી બાબત છે

મેડોના સફળ થાય છે


જયારે મધર ટેરેસા સાર્થક થાય છે ...!



[ગુણવંત શાહ]






* હમદર્દી ક્યાં છે ? અહી તો અહમ-દર્દી છે ....!

નીતા શાહ






* આળસ એ કુદરતે આપેલા હાથ પગ નું અપમાન છે ...!

નીતા શાહ






આંસુ અને સ્મિત

આંસુ


ક્યારેક આંખમાં એક ટીપું આવી જાય ત્યારે

જીભના ટેરવે રહેલા તમામ શબ્દો સંકોચાઇને મૌન બની જાય છે

એ ટીપું કઈ કહેવા જ નથી દેતું,

વાસ્તવમાં ટીપું આંખમાં આવે છે ખરું પણ


ગળા પર કબજો જમાવી દીધો હોય છે ...!


સ્મિત ..

.જ્યારે શબ્દો વ્યક્ત કરવા માટે જીભ તૈયાર ન હોય

ત્યારે હોઠ પર સ્મિત તરી આવે છે


જાણે કે શબ્દ-ભંડોળ ખૂટી ગયું હોય પણ વાર્તા હજુ બાકી હોય ...


પાના ફેરવતા જ રહીએ પણ આગળની વાતનો ઉલ્લેખ ક્યાં છે ? ...!

નીતા શાહ






* કામ કરવા -કરાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું ?


કામ પોતે કરો ત્યારે દિમાગને કામે લગાડો ...

.બીજા પાસે કરવો તો હૃદય ને કામે લગાડો ....!

નીતા શાહ






* સંવેદનાઓને વધુ અણીયાળી ન બનાવ

જખ્મોના મૂળ ઊંડા હોય છે ...!


નીતા શાહ


* ઉદાસી નરી આંખોમાં ઝળકે છે
ખુશીઓ ને સંતાડી ક્યાં ?
સદા ખુશહાલી ચહેરે ઝળકે છે
સ્મિત ને સંતાડ્યું ક્યાં ?


નીતા શાહ



હિટલરનો અહમ ઘવાયો અને તેના કારણે  પાંચ કરોડથી વધુ માણસો નો 
નરસંહાર સર્જાયો તેમ મનાય છે દુનિયાની કોઈ કુદરતી આપત્તીએ આટલો 
નરસંહાર સર્જ્યો નથી જેટલો માનસ ના સ્વભાવે સર્જ્યો છે। ..!

[ક્યાંક વાંચેલું ]

કોણ કહે છે બરબાદી કોઈના ય કામ માં નથી આવતી 
લોકો તો તુટતા તારા પાસે પણ 'wish' માંગે છે ...!!!

નીતા શાહ

જોયું આંસુઓને સંતાડીને આવ્યા ને ?
મારી સ્માઈલ પણ સાચી ક્યાં હતી  ...!

નીતા શાહ 

શબ્દ ખોખલા હોય છે શબ્દ મનભરી દે છે 
શબ્દ જુઠ્ઠા હોય છે , શબ્દ વચન બની જાય છે 
શબ્દ ઘાયલ કરે છે, શબ્દ પ્રાણ ફૂંકી દે છે 

શબ્દ યાદ નથી રહેતા, શબ્દ ગ્રંથ બની જાય છે 
શબ્દ કાંય નથી કરી શકતા, શબ્દ મૃત્યુદંડથી મુક્ત કરી શકે છે 
કર્મ સર્વોચ્ચ છે પરંતુ શબ્દ એ શબ્દ જ છે.

નીતા શાહ 

જે લોકો અંધારાથી અજાણ નથી તેઓ અસલી પ્રકૃતિ અને પ્રકાશની 
પ્રશંસા કરી શકે છે, જેમ કે કોઈ ફૂલ સુરજના ઉગવાની ઉજવણી 
કરતા ખીલી ઉઠે છે.

નીતા શાહ 

આજના બાળકોની આંખમાં વિસ્મય રહ્યું નથી 

નીતા શાહ 

અગર વો પૂછ લે હમસે તુમ્હે કિસ બાતકા ગમ હૈ ?
તો ફિર કિસ બાતકા ગમ હૈ અગર વો પૂછલે હમસે ??

unknown

મેં કૈસે ઉસકો રુલા સકતી હું ?
જિસે મૈને અપને રબસે ખુદ રો રો કર માંગા હૈ 
unknown












જોયું અશ્રુઓ કામ લાગ્યા સિંચાઈમાં



જોયું અશ્રુઓ કામ લાગ્યા સિંચાઈમાં

                                                                        


જોયું અશ્રુઓ કામ લાગ્યા સિંચાઈમાં

ઉગી નીકળ્યા સપના આંખોની ભીનાશમાં

 

જોયું મીઠાશ ભરપુર હતી સરિતામાં 

ઉગી નીકળ્યા સપના સાગરની ખારાશમાં 

 

જોયું લઇ ગયો અનીલ સુગંધ સુમનમાં 

ઉગી નીકળ્યા સપના કાંટાની તીખાશમાં 

 

જોયું છવાયો તિમિર ધરાની નસેનસમાં

ઉગી નીકળ્યા સપના પડછાયાની અમાસમાં 

 

જોયું  સોહામણું સ્વરૂપ હતું વિશ્વાસમાં 

ઉગી નીકળ્યા સપના આગ બની નિશ્વાસમાં


નીતા શાહ


શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે

      શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે



  શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે 
   જ્યાં ભીતરનું મૌન ન સહેવાય ત્યારે આવજે
  
  ચારે દિશામાં ઉદાસી ચીતરાય ત્યારે આવજે
   અણધારી પળે  'છે' 'હતું' થાય ત્યારે આવજે
   
  ઝાંઝવું નહિ વાસ્તવિકતા પરખાય ત્યારે આવજે 
   હું નહિ ખાલીપો મારો સમજાય ત્યારે આવજે 

  સબંધોના સરવૈયામાં શેષ દેખાય ત્યારે આવજે 
    પ્રીતના પાલવડે પ્રીત પરખાય ત્યારે આવજે 
  
  આખરી શ્વાસમાં નામ પોકારાય ત્યારે આવજે 
   વલોવાય હૃદય ને  અશ્રુ રેલાય ત્યારે આવજે  
 
  નીતા શાહ