મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, April 3, 2018

ગઝલ ....લાગણીની ભીતરે જ્યાં સાર છે

ગઝલ
ગાલગાગા ગાલગાગા ગાલગા

લાગણીની ભીતરે જ્યાં સાર છે 
ટેરવાને સ્પર્શનો આ ભાર છે

વાત રાખી તારી ગમતી પ્રેમથી
સાવ મૌખિક વારતાની ધાર છે 

કલ્પનાઓનો મળે ઢગ સ્વપ્નમાં
સૂર્યકિરણ ફૂટતાં સૌ ઠાર છે

જ્યાં હથેળીને હથેળી જો મળે
ભાગ્યરેખા બેઉની ભરમાર છે 

હું,તું ને આ ખાલિપો જયાં સાથ છે 
બાદબાકી તો સરવાળે ખાર છે

શ્વાસ મારાં જિંદગી આ કોઈની
સ્હેજ પલળું લાગશે ત્યાં પ્યાર છે


નીતા શાહ

# ફાસ્ટ લાઈફ વિશે થોડું સ્લો થિન્કિંગ....



# ફાસ્ટ લાઈફ વિશે થોડું સ્લો થિન્કિંગ



# ફેસબુક આપનો સામાજિક ચહેરો છે, જયારે વોટ્સઅપ આપણો અસલી ચહેરો છે.

# વોટ્સઅપનાં ગ્રુપ મેસેજમાં લાગણી નથી હોતી,સબંધોનું હાજરીપત્રક હોય છે, જે ફોરવર્ડ કરેલા મેસેજને વાહ કહે છે.

# આપણા પોતાના માટે જીવવું એટલે તડકાની વચ્ચે તાપણાને વફાદાર રહેવું,
   વરસાદની વચ્ચે ઝાકળની કુમાશને ટકાવી રાખવી.

# બીજા ને 'હા' કહેતી વખતે જો જો કે તમારી જાતને 'ના' તો નથી કહેતા ને !

# શ્રદ્ધાનો પાલવ અવશ્ય પકડી રાખો પણ શ્રધ્ધાને આત્મવિશ્વાસપૂર્ણ હીંચકામાં
   ઝૂલતી રાખવાની દોરી તો આપણા હાથમાં જ હોવી જોઈએ.

# કોઈ પક્ષીનું  ઈંડું તડાક દઈને ફૂટે અને પક્ષીનું બચ્ચું સહેજ ડોકું બહાર કાઢે
   એ જ પ્રકૃતિનો જન્મદિવસ !

# ઈશ્વરે પક્ષીઓ માટે વૃક્ષોનું સર્જન કર્યું અને આપણે પક્ષીઓ માટે પાંજરા ઉભા કર્યા !



# આપણા શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે
જાણતાં નથી. કોઈ એ આજ સુધી 'મન' ને જોયું નથી.પરંતુ
આ 'મન' આપણા વ્યવહારો અને જીવન નું સ્ટીયરીંગ વ્હીલ
છે, એ સ્વીકારવું રહ્યું.

નીતા શાહ


# ગુસ્સો કેટલો જલ્દી આવે છે એના ઉપરથી માણસનું વ્યક્તિત્વ
નક્કી નથી થતું. પણ એને આવેલો ગુસ્સો કેટલો જલ્દી ઉતરી
જાય છે એના પર એના સબંધનો આધાર રહે છે. માનવ હોવાની
પહેલી નિશાની એટલે માનવસહજ નબળાઈ સાથે જીવવાની
તૈયારી. ક્રોધ,લાલસા,અહંકાર,ઈર્ષા,ઝંખના વગેરે હોઈ શકે અને
એમાં કઈ ખોટું ય નથી.


# પ્રમાણીકતાની કોઈ કીમત હોતી નથી. એ અમુલ્ય છે.સચ્ચાઈ
અર્ધપારદર્શક ન હોઈ શકે .

# સખા, ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ
તારા શ્વાસ ની ખરલ માં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ ?

# પરદેશમાં જયારે કાયદા દ્વારા પુત્રીઓ [વહુઓ] મેળવાય છે.[ Daughter in law કાયદા દ્વારા પ્રાપ્ત
થયેલ પુત્રી ] ત્યારે ભારતમાં તો પ્રેમ દ્વારા પુત્રીઓ [ Daughter in love] મેળવાય છે. મતલબ કે
પારકી પુત્રીને પોતાની બનાવવા માટે પુત્રી સમ પ્રેમ દાખવી કુળવધુ બનાવાય છે.

નીતા શાહ

# વિશ્વાસ એ પ્રેમનું પ્રથમ પગથીયું  છે .


નીતા શાહ

# સંતોષ ની ગેરહાજરીમાં જ સંતાપનું તાંડવ ચાલતું હોય છે.

નીતા શાહ

# બહારનો કુદરતી પ્રકાશ જોવા માટે આંખ આગળ ના દીપકને
જરા ઝાંખો કરો.

નીતા શાહ


# આફતને પણ જયાફત બનાવવા માટે  હિંમતની જરૂર હોય છે.


નીતા શાહ


# જેનો અંત નથી,એવી શુભકામનાઓ ''માં'' જ વરસાવી શકે..!

નીતા શાહ