મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, February 26, 2012

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે...!



                                     


                                       આંખો....
                                         
નાની મારી આંખ
એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે...
પાછલી પેઢી ક્યાં અજાણ છે આ શબ્દો થી...?
અદભુત દુનિયા છે આ આંખની
પીડા માથામાં,પગમાં કે પેટમાં
આંસુ તો આંખમાં જ આવે ને...?
વેદના પોતાની કે પારકાની
પડધો તો આંખે જ ઝીલાય ને..?
અહર્નિશ વાસના ના તરંગો ઉછળતા હોય
સતત ભાવ અને ભક્તિ ટપકતા હોય
નિત નવા સપનાઓ ઉગતા હોય
નિરાશા ને ઉદાસી ના થર જામતા હોય
કોઈક આંખ જગનું અમૃત શોધતી હોય
બીજી આંખ જગના ઝેર ઓકતી હોય


પહેલી નજરનો પ્રેમ....
સહેજ આંખ મળે ને...મટકવાનું નામ ન લે
આંખો ના એ મૌન સંવાદ માં જીવન-મરણ ના કોલ પણ દેવાઈ જાય 
પાંપણોના પ્રવેશ દ્વારથી ઊતરી જાય હૈયામાં
પછી તો બંધ આંખે પણ ફક્ત ''તું જ તું''
સ્નેહની સરવાણી માં શ્વાસ ની આપ-લે માં રત આંખો
જીવન ના તાંતણે વણાઈ જાય...

માનવ-હૃદય નો આયનો છે આંખ
અહંકાર ને ઓળખી શકાય
નમ્રતા ને પામી શકાય
અહંકાર ના ડોળા ઉંચે હોય ને 
નમ્રતા ની કીકી ઢળેલી હોય...

કલ્પના કરો એ ચક્ષુહીન ની..
અનુભવો તેની લાગણી ને
ફક્ત ચોવીસ કલાક તો જીવો ચક્ષુહીન બનીને 
આંખો નો અર્થ સમજાશે
જિંદગીનો મર્મ સમજાશે 
મહિમા સમજાશે ચક્ષુદાન નો
કરોડો આંખો માં થી ફક્ત બે આંખોને 
દ્રષ્ટિ આપવાનો મોકો
ઝડપીશું એ મોકો તો
અંતિમ સમયે...મૃત્યુ પણ મલકાશે ...
લઇ જ તારે જે જોઈએ તે...પણ
જો જે ને આંખો તો મારી જીવંત જ રહેશે...
મારા વ્હાલીડા ને નીરખવા....!!!

નીતા.શાહ.