મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, February 22, 2012

વૃદ્ધાશ્રમ ....આછંદાસ

જેવો કમ્પાઉન્ડ માં પગ મુક્યો
કેટકેટલી આંખોમાં લાચારી ટપકતી'તી
કોઈ બાંકડે,કોઈ હિંચકે,કોઈ ખાટલે...
કરચલીઓમાં વીટાળાયેલ દેહ, બોખો ચહેરો,હાથે લાકડી...
પણ સાહેબ...જુસ્સો તો જુવો...!
જાણે બધાને સેન્ચ્યુરી પૂરી કરવાની ખેવના...
પે...લા..છે તે ભીખી બા...પણ જબાને બહુ તીખા..
હા...આ..હસમુખ દાદા ....પણ જાણે વર્ષો થી હસ્યાં નથી...
આ..જે...છીકણી તાણે છે ...એ છે ...ધર્મિબેન..પણ ધરમ સાથે મોટું છેટું..
આ..જે  ભાવથી પીરસે છે ને..? તે જ્યોતિબેન...૨૪ કલાક સેવા ની જ્યોત થી ઝળહળે ...
આ વાંકી વળી ગયેલી કાયા સાથે ટટ્ટાર મનોબળ,જતન કરવાનું જોર..એવા વિરબાળાબેન...
દરેક વડીલો ના મોટાબેન,વ્હાલ વહેચતા બેન....આખા વૃદ્ધાશ્રમ નું દ્રડ મનોબળ...!!!
બોલવામાં મધ ઝરે ને કીકી માં હેત ઉમટે...
સૌ કોઈની આશ હતા...વિરબાળાબેન..!

નવા કોઈ આંગતુક ના આગમને 
હજારો સવાલ બધી જ આંખો માં રમતા..
''દીકરાએ કાઢી મુક્યા હશે..?''
''વહુ એ તગેડી મેલ્યા હશે..?''
''ચોક્કસ દીકરી નહિ હોય...!''

           મિત્રો....
  આપણ ને ખબર તો છે જ....
''વારા પછી વારો ને તારા પછી મારો..''
''પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયા 
 મુજ વીતી તુજ વીતશે...ધીરી બાપુડિયા..''

  વધુ કઈ કહેવાની જરૂર ખરી...?
પણ એક સંદેશ આપવો છે ...આપણા વડીલ મિત્રો ને...
જીવન એવું જીવીએ કે કોઈને નડીએ નહિ
ગમનો ઘૂંટ ભરીએ ને કોઈને વઢીએ નહિ 
તન અને મન સાથ આપે તેવા કામો કરીએ
રડતા ને હસાવીએ ..હસતા રમતા જીવીએ
દરેક ને ભાવે તેવું પીરસીએ...
જીભે પ્રેમાળ શબ્દો સજાવીએ....!!!

{જોજો ને...દુર જ રહેશે આપણાંથી આ ''વૃદ્ધાશ્રમો''}

--નીતા.શાહ.