મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, January 20, 2016

લઘુ વાર્તા

મારી એક લઘુ વાર્તા
 પાંચ વર્ષ પહેલા આકાશ નામના યુવાને ફેસબુક ઉપર એક ધરા નામની યુવતીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી અને એકાદ મહિના પછી પ્રોફાઈલ ચકાસીને રીક્વેસ્ટ સ્વીકારી હતી. આકાશ ની પોસ્ટ વાંચતા ધરા એની હ્યુમર તરફ આકર્ષાઈ હતી આકાશ રોજ ઓવન ફ્રેશ જોક લખીને સૌને હળવા કરતો આ બાજુ ધરા ને પણ શાયરી લખવાનો શોખ હતો એકધાર્યા લાઇકસ અને કોમેન્ટ્સ નો દોર ચાલ્યો, પછી તો ધીમે ધીમે બંને સારા મિત્રો બની ગયા અને ચેટ દ્વારા વાતચીત થવા લાગી આ સમય દરમ્યાન ક્યારેય આકાશે ધરા નો મોબાઇલ નંબરની માંગણી કરી નહોતી કે ધરા એ આકાશ ની.ધરા ક્યારેય કોઈ અજાણ્યા ને પોતાનો નંબર આપતી નહિ અને એને આકાશ ની આ વાત જ ગમી હતી. ધરા એ તો પ્રોફાઈલ પીક પણ રાધાકૃષ્ણ નું રાખ્યું હતું અને આકાશ નું પ્રોફાઈલ પીક સચિન તેંદુલકરનું હતું. પણ આકાશ મુંબઈ રહેતો હતો અને ધરા અમદાવાદ. રોજ નિયત સમયે આતુરતા પૂર્વક બંને એકબીજાની રાહ જોતા અને ચેટ દ્વારા વિચારોની આપ લે થતી.ક્યારેક ક્રિકેટ વિષે તો ક્યારેક કપિલ લાફ્ટર વિષે તો ક્યારેક ગાલીબ વિષે ચર્ચા થતી. ધીમે ધીમે બંનેના ગમાઅણગમા પણ ચર્ચામાં રહ્યા અને જીવન માં એક મીઠાશ ઉમેરાઈ ગઈ, એકબીજાને ગમવા લાગ્યા. આજે ધરા લોગઈન થઇ ને તો આકાશ નો મેસેજ હતો કે ''એક ગુડ ન્યુઝ આપવાના છે જલ્દી ઓનલાઈન આવ '' એકવાર માટે તો ધરા ગભરાઈ ગઈ હતી કે શું હશે ? એક સામટા કેટકેટલા વિચારો એ ઘેરી લીધી એને ! ત્યાં જ આકાશ નું હેલો વાંચ્યું, ચેટ ની વાતચીત મુજબ આકાશ બીજા દિવસે મુંબઈ થી અમદાવાદ આવવાનો હતો અને ધરા ને મળવું હતું એક વાર માટે તો ધરા ને ધ્રાસકો પડ્યો પણ બીજી જ મિનીટ માં મળવાનો નિર્ણય કરી લીધો આખરે તો ધરા પણ એને મનોમન ચાહતી હતી. બંને એકબીજાને ઓળખશે કેવી રીતે ? તેના માટે ધરા પિંક ટોપ ને જીન્સ માં આવશે અને આકાશ વ્હાઈટ શર્ટ ને જીન્સ માં આવશે સાથે રેડરોઝ નો બુકે પણ હશે. બંને ને રાતે ઊંઘ આવી નહિ સરખું જ વિચાર્યું હતું કે કેવા દેખાતા હશે ? શું થશે ? બંને ખુલ્લી આંખે રંગીન સપનાઓ માં રાચતા હતા. બંને વચ્ચે એક અનોખો સેતુ હતો અને તે હતો વિશ્વાસનો ! આજનો સુરજ કઈક જુદો જ લાગતો હતો, સોનેરી કિરણો ધરા ના કાન માં જાણે કઈક કહી રહ્યા હતા, આકાશ ને મળવાની જીજીવિષા હતી તો સાથે એક ડર પણ હતો બીજી બાજુ વિશ્વાસ પણ હતો. ગની દહીવાલા ની ગઝલ ના શબ્દો ગણગણતી હતી ''દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઇ જશે નિજ શત્રુઓથી સ્વજન સુધી ....'' નિત્ય કર્મ પતાવીને ધરા અરીસા સામે ગોઠવાઈ ગઈ. પોતાનું જ પ્રતિબિંબ જોઇને શરમાતી હતી પિંક ટોપ, અલ્લડ ખુલ્લા વાળ, હલકો મેકઅપ અને મેચિંગ ઈરીન્ગ્સ માં સાચે જ સેક્સી લાગતી હતી. એનું ફેવરીટ પરફ્યુમ લગાવ્યું. અચાનક ધડીયાળ માં નજર ગઈ, ફટાફટ સેન્ડલ પહેરીને સીસીડી જવા માટે નીકળી.બુકાનીધારી ની જેમ દુપટ્ટો બાંધીને ગોગલ્સ પહેર્યા અને એકટીવા સ્ટાર્ટ કર્યું. જજીસ રોડ પરના સીસીડી તરફ પ્રયાણ કર્યું. સીસીડી નો ગેટ ખોલતા જ એની આંખો આકાશને શોધી રહી હતી. ધડીયાળ માં નજર કરી ને વિચાર્યું હજુ તો ૧૦ જ વાગ્યા છે એક કલાક વહેલી છું અને કોર્નેર પરના ટેબલ પર ગોઠવાઈ ગઈ ને કલાક કેવી રીતે પસાર કરીશ એની મુઝવણ પણ થઇ. મોબાઈલ માં નેટચાલુ કર્યું અને પોસ્ટ જોવા લાગી. ધીમું સંગીત રેલાઈ રહ્યું હતું. ત્યાં વેઈટર આવીને પૂછવા લાગ્યો, મેમ ઓર્ડર પ્લીસ. ધરા એ કેપેચીનો કોફી મંગાવી ફરી પાછી મોબાઈલમાં ખોવાઈ ગઈ હતી. કોફી ના સીપ લેતા લેતા વારેવારે ગેટ બાજુ જોઈ લેતી અને મનોમન કહેતી હતી કે જલ્દી આવી જા આકાશ. અને અને રેડરોઝ ના બુકે સાથે વ્હાઈટ શર્ટ માં એક યુવાન પ્રવેશ્યો.એને જોતા જ જાણે એના ધબકારા વધી ગયા હતા એના તરફ આવીને જ નમ્રતાપૂર્વક પૂછ્યું કે આપ જ ધરા છો? વિસ્મયથી ધરા એને જોતી હતી અને એક હળવું સ્માઈલ આપ્યું હતું. આકાશે બુકે ધર્યો ને ધરા એ સ્વીકાર્યો અને આભાર માન્યો. સામેની ચેર પર આકાશ બેસી ગયો. ધરા સાચે જ આપ ખુબ સુંદર લાગો છો એમ કહ્યું જવાબ માં ધરા ફક્ત સ્માઈલ કરતી હતી. આકાશે કહ્યું કે પહેલા મારે તમને એક વાત કહેવી છે જે મેં તમારાથી છુપાવી છે જે સાંભળ્યા પછી તમારો જે નિર્ણય હશે તે મને મંજુર હશે. આજથી છ વર્ષ પહેલા એક એકસીડન્ટ માં મેં મારો જમણો પગ ગુમાવ્યો હતો તમે જોઈ રહ્યા છો તે મારો નકલી પગ છે રીલેશન માં આગળ વધતા પહેલા સ્પષ્ટતા કરવી સારી, તમને યોગ્ય લાગે તે નિર્ણય લઇ શકો છો ધરા અને જવાબ માં ઘરા મરક મરક હસવા લાગી હતી. ધરા એ કહ્યું, આકાશ હું તમને ખુબ જ ચાહું છું અને તમને હું અંધારામાં રાખવા નથી માંગતી. હું સાંભળી શકતી નથી જન્મથી.મારા જેવી બધીર સાથે તમે આગળ નહિ જ વધો એ હું જાણું છું.એટલે જ હું તમને મળવા માંગતી હતી, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત પણ હોય પણ હું ખુબ ખુશ છું. મારા મન નો ભાર હલકો થઇ ગયો.આપણે મિત્રો તો રહીશું જ ને ? આ બાજુ આકાશની આંખ ભીંજાઈ ગઈ હતી. પ્રભુ નો આભાર મનોમન માનતો હતો અને શું કહેવું તે સમજાતું નહોતું. અચાનક ટેબલ પરથી પેપર નેપકીન લીધો અને પોતાના પગ વિષે ની વાત લખી સાથે તે ધરાને સાચા દિલથી પ્રેમ કરે છે અને ભવિષ્ય માં પણ કરતો રહેશે તે પણ લખ્યું અને ધરા ને આપ્યું હતું વાંચીને ધરા ની આંખમાં થી ટપટપ આંસુ વહેવા માંડ્યા અને આકાશ ની આંખોમાં આંખો પરોવીને બોલી હતી આઈ લવ યુ આકાશ ....!!! 


નીતા શાહ