મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, April 12, 2016

નોટ --મરશીયા

 Note


જયારે હું નાની હતી ત્યારે સગા-વહાલા કે આડોશ પડોશ માં કોઈનું મરણ થાય તો તેમના સ્વજનો મરશીયા ગાય. અને એ મરશીયા માં કેવળ આક્રંદ નહિ પણ આક્રોશ પણ હોય, એ સાંભળતાં મારા તમારા જેવા દરેકના રુંવાડા ઉભા થઇ જાય અને એ બાઈનું દુઃખ આપની આંખો માંથી વહેવા માંડે. આ મરશીયા પણ એક કવિતા જ છે ને ? અરે એ બહેનોને અક્ષરજ્ઞાન માંડ હશે તો એ લોકો ને અલંકાર,પ્રાસ કે વ્યાકરણ ની ખબર કેવી રીતે પડતી હશે ? ન કોઈ બુધસભા માં કે મંગળસભામાં ગયા હોય છતાં આટલી સુંદર કાવ્ય રચના અને એનું તરન્નુમ માં પઠન રુદન સાથે ....કેવી રીતે ?
કદાચ પોતીકી પીડા જ આવા કાવ્યોને જન્મ આપતી હશે ?

નીતા શાહ