માનવીય અહં...
કેવો અહં સન્માનિત ?
આત્મસન્માન માટે નો અહં,
અભિમાન માટે નો અહં,
કે ખુમારીભર્યો અહં...?
વધારે પડતો છલકાતો
આત્મવિશ્વાસ ઘણીવાર
નગ્ન સત્યનો પણ વિરોધ
કરાવે જે અન્ય ને પણ
હાની પહોચાડે...!
વધારે લઘુતાગ્રંથી થી પીડિત
નગ્ન સત્ય હોવા છતાં પ્રશ્નાર્થ ભાવ
દિલોદિમાગ માં રાજ કરે છે...!
એક આત્મસન્માન સાથે નો અહં
ખુમારી સાથે આત્મવિશ્વાસ
જગાવે છે...ક્યારેય કોઈને
અવરોધરૂપ હોતો નથી.....!!!
--નીતા.શાહ.