મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, February 2, 2012

એક નાનકડો તુલસીક્યારો તુલના થઇ શકે ક્યારેય...!

એક નાનકડો તુલસીક્યારો 
 તુલના થઇ શકે ક્યારેય 
       એક
 વિશાળ તમાકુ ના ખેતર 
       સાથે?
એક છે સંવેદનશીલ અને 
એક છે સંવેદનશુન્ય.....!!!
તુલસીક્યારે પ્રકાશિત દીવડો
શ્રદ્ધાને પણ પ્રકાશિત કરે
પવિત્રતા નું એક ઝરણું
શ્યામ તુલસી ને રામ તુલસી
તુલસીપત્ર વિના ના 
છપ્પન ભોગ પણ નિરર્થક
યાદ છે ને તુલસી-વિવાહ..
ખુદ શ્રીજી વર્યા છે તુલસીમાને ...
હિન્દુઓના ઘરે ઘરે દ્રશ્યમાન 
  એક પવિત્ર દ્રશ્ય
પ્રગટાવતી દીવો તુલસીક્યારે
    ''પૂજ્ય.બા.''......!!!

-નીતા.શાહ.

''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''...!

*

 કેટલાક માણસો પાસે તેજસ્વી મસ્તિષ્ક હોય છે પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. સંવેદનશુન્ય માણસ સાચે ગરીબ હોય છે.
  તમાકુ ના વિશાલ ખેતર કરતા નાનકડો તુલસીક્યારો અધિક મુલ્યવાન હોય છે.રાવણ પાસે સોનાની લંકા હતી તોય તે ગરીબ
  હતો.શબરી પાસે કેવળ બોર હતા ચાત તે સમૃદ્ધ હતી.સહ્રદયતા વિનાની સમૃદ્ધી રાવણત્વ ની જનેતા છે. ભીના હૃદયના માલિક
  હોવું એ જ સમૃદ્ધી નું ગૌરીશંકર છે....તાતા,બિરલા કે અંબાણી પણ એવા માલિક આગળ ગરીબગુરબા છે.

  મારું હૃદય મંદિર છે,મારું હૃદય મસ્જીદ છે,મારું હૃદય ચર્ચ છે.ભગવાન એટલે જ પ્રેમ...મારું હૃદય પ્રેમ નું આસન છે.

  ક્યારેક ઘરના બારણે  એક બોર્ડ પર સંદશો લખવાનું મન થાય છે.
  ''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''

--નીતા.શાહ.