મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, December 2, 2015



ખબર છે તને ?
મને મારું એકાંત ખુબ ગમતું
મારા જીવન નો સુવર્ણ સમય
મનગમતી વ્યક્તિના સાન્નિધ્ય વિના
સતત એનામાં ઓતપ્રેત રહેવું
ક્યારેક લડવું તો ક્યારેક ઝગડવું
ક્યારેક લાડ કરવા તો ક્યારેક મોં ચઢાવવું
રોજ નવી ફરિયાદ
તું આવો છે ને તું તેવો છે
તું ફલાણો છે ને ઢીકણો છે
છતાં ય ખુબ વ્હાલો
ક્યારેક પ્રિયા બનીને ચૂમી લેતી
ક્યારેક સખી બનીને ચૂંટી ભરતી
ક્યારેક માતા બનીને વ્હાલ વરસાવતી
ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડતી
ક્યારેક ખીલખીલાટ હસતી
ત્યારેય ખબર નહોતી ને આજે પણ નથી
આપણા [મારા] આ સબંધનું નામ શું ?
અને આજે ....
મારા એકાંતની જગા પચાવી પડી છે
મારી એકલતાએ ....
એકલતાના એનાકોન્ડાએ ભરડો લીધો છે
એની ભીંસનું જોર વધી જશે
ને શ્વાસ રૂંધાઇ જશે

નીતા શાહ










Tuesday, December 1, 2015



સમન્વય કેવો સાન્નિધ્ય સમજણ ને સબંધ નો
 બીજું કઈ નહિ બીજાને તારો ને ખુદને મારો

સૌની ખુશી એ જ ધ્યેય હોય જો જીવનનું
જતું  કરનારનું કશું જાતું નથી વાતને માનો

બાંધ્યું જ્યાં મથાળું તારા નામનું મત્લા માં
તાળું વાખ્યું ત્યાં ઓનલી મી નું ડરને કાઢો

વેચાય છે આજે અજવાળું ઘેર ઘેર યુનિટોમાં
માનવીય કળાથી સુરજ પણ શરમાય  જાણો

મેં તો માપી લીધી નજરોથી દરિયાની ઊંડાઈ
કિનારે ટણી રાખે અંદર ખળભળતું  સહુ માણો

નીતા શાહ




Monday, November 30, 2015


 એક સમયે 
 હૃદયની ધરા પર 
 ધબકારની હુંફ થી 
 પ્રેમ-બીજ વાવ્યું હતું 
 વ્હાલથી જતન કર્યું 'તું 
 અંકુરિત એ બીજ 
 લાગણીસભર લીલુછમ છોડવું મારું 
 હિલ્લોળા લેતું 'તું 
 અને....
 અચાનક 
 લીલાછમ પાંદડાએ પીળાશ પકડી 
 ને ડાળથી વિખુટા પડવા લાગ્યા 
 એક પછી એક,એક પછી એક 
 ને ડાળે તો જાણે જીવન સંકેલી ને 
 જાણે વૈધવ્ય સ્વીકારી લીધું 
 પ્રભાતે ઝાકળ આવીને 
 મીઠો સ્પર્શ આપી ને 
  પલ્લવિત કરવું તું 
 પણ રવિ ના આગમને જ 
 ઝાકળ પણ ગાયબ 
  શું કારણ હશે ?
  કદાચ ઉધઈની જ લીલા હશે 
  શું એની દવાનો છંટકાવ 
  નવ-પલ્લવિત કરી શકશે છોડવાને ?
   ના....ક્યારેય નહિ 
   પોતીકા વિના જીવવું  એટલે 
   મરવાના વાંકે જીવવું  ....!


  •    નીતા શાહ
 
 
 

Thursday, November 19, 2015

.. ખાલીપો પૂરાય?

  કવિતા 

 એકાંતમાં વિચારોની ગડમથલ થાય
 શું ખાલીપામાં ખાલીપો પુરાય ?

અજાણ્યા મોડે જીંદગી વળી જાય
 ખરબચડા પથના પહાડ ચઢાય ?

ગફલત એક જ હું એક સમજદાર
તો બાકી બધાને નાદાન સમજાય? 

કેટલું અઘરું છે જીવનમાં આ કામ
પોતાનામાંથી જ પોતાના શોધાય? 

ફરક તો જબાન માં છે ઓ દોસ્ત
ઓકે ઝેર તો અમૃત કેમ ચખાય ?

હે સ્વાર્થ તારો ખુબ ખુબ આભાર
તારા વિના લોકો ને કેમ જોડાય ?

રહેવા દે ના શોધ પ્રેમ નો ઈલાજ
ઈલાજ ઈબાદતનો ઓછો કરાય? 

નીતા શાહ

મીડિયાનો મોહતાજ


 મીડિયાનો મોહતાજ

એક વાત કહું ?
શું મારો પ્રેમ સોશિયલ મીડિયાને આધારિત છે ?
આ whatsup
Twitter કે
Facebook થી
ડીસકનેક્ટ થઇ જશું
તો શું ?
'' રાત ગઈ સો બાત ગઈ ''
જેવું થશે ?
ના...રે...ના...!
મીડિયા બદલાતા રહેશે
ઈન્ટરનેટ પણ ચાલુ-બંધ થયા કરશે
ડિવાઈસ પણ બદલાતા રહેશે
દેશ પણ બદલાતા રહેશે
પણ......
હું શું કામ બદલાવું ?
મારી લાગણી કોઈ મીડિયા ની મોહતાજ નથી
એ મારું શું બગાડી  લેવાના ?
એની છબી તો કાળજે કોતરેલી છે
ને આંખની કીકીમાં કંડારેલી છે
જીવન નો ધબકાર છે
શ્વાસોશ્વાસમાં એકાકાર છે
એનાથી નોખા થવું 
એટલે  ....
રુદિયાની ગતિ અટકી જવી...!
'' મારો પ્રેમ નથી  મીડિયાનો મોહતાજ
   એનું હોવું જ મારા તો  માટે સરતાજ ''

 નીતા શાહ












Wednesday, October 14, 2015

મારે તો આકાશને ઓઢવું રે સખી...ગીત



  મારે તો આકાશને ઓઢવું રે સખી



  મારે તો આકાશને ઓઢવું રે સખી
  ચાંદ-તારાથી રૂપને સજવું છે

  મારે તો ધરતીના ખોળે પોઢવું રે સખી
  લીલી સાડીના પાલવે ચાલવું  છે

  મારે તો હિમાલય સાથે ઉભવું રે સખી
  અડીખમ રહીને ઓગળવું છે

  મારે તો દરિયાની મોજે ઉછળવું રે સખી
   ખારા ખારા ઉસને ઉલેચવું છે

  મારે તો નદીયુના વહેણમાં મલકવું  રે સખી
   મીઠું ઝરણું બનીને ખળભળવું છે

  મારે તો મમતાભર્યું  હરખવું રે સખી
  ભીનું સુક્કું સઘળું સંઘરવું છે


  નીતા શાહ






  

Wednesday, September 30, 2015

ગઝલ - રસપ્રદ માહિતી



મિત્રો, ગઝલ શબ્દથી આપણે સૌ વાકેફ છીએ જ. ગઝલ ના બંધારણ માં
શેર,મિસરા,કાફિયા,રદીફ,મત્લા અને મક્તા દરેક પાસા અનિવાર્ય છે.

ગઝલ એ ઉર્દૂ કાવ્યરૂપ છે.'ગઝલ'નો ઉર્દૂ કોશમાનો અર્થ થાય છે ''કાંતવું
કે વણવું.''ગઝલ એ મૂળ તો અરબી શબ્દ છે. ગઝલ એટલે પ્રેયસી સાથેની કે એને
લગતી વાત.ભારત માં અમીર ખુસરો [ ૧૨૫૩-૧૩૨૫] ગઝલ ના આદીસર્જક
અને પ્રવર્તક ગણાય છે. ત્યારબાદ સંત કવિ કબીર [૧૪૪૦-૧૫૧૮] નો ઉલ્લેખ
કરી શકાય.કબીરના દોહા એ ગઝલના સ્વતંત્ર શેર જેવા છે.ત્યારબાદ ૪૦૦ વર્ષ
પછી 'વલી' એ ૧૭ મી સદીના અંત માં ગઝલને વિશિષ્ટ ઘાટ આપ્યો.એ પછી
ભારતમાં ગઝલનું સ્વરૂપ વધુ ને વધુ પ્રતિષ્ઠા પામતું ગયું છે.

બાલાશંકરે ઈરાનના મહાકવિ ગણાતા ફારસી શાયર ''હાફેજ'' નું સાહિત્ય ગુજરાતમાં
પહેલવહેલી વાર રજુ કર્યું. સુફીવાદ વિષે પણ તેમણે જ પહેલવહેલી માહિતી આપી હતી.
હરિ હર્ષ ધ્રૂ,કલાપી,જટિલ,અમૃત નાયક વગેરે એ તે સમયમાં ગઝલોનું ખેડાણ કર્યું હતું.
''સરસ્વતીચંદ્ર'' અને ''સ્નેહમુદ્રા''માં ગોવર્ધનરામ ત્રિપાઠી એ ઉર્દૂ-ફારસી ના શબ્દ-પ્રયોગ
વગરની ગઝલ આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ એને શુદ્ધ ગઝલ ન કહી શકાય.

ગુજરાતીમાં પહેલવહેલા ગઝલકાર ગુજરાતી નહોતા,શેખ મહમ્મદ કાશિફ ના ગુજરાતી ગઝલ સંગ્રહ
૧૮૪૦ માં છપાયેલ પણ તે હાલ અપ્રાપ્ય છે એટલે  આરંભક તરીકે મણીલાલ,બાલાશંકર,કલાપી
વગેરે કહી શકાય .
ગુજરાતી ગઝલ નો બીજો તબક્કો એટલે શયદાનો સમય. મુંબઈ માં શયદા,નસીમ,સગીર,અમદાવાદમાં
સાબીર તથા ભાવનગરમાં મજનું  નો જમાનો હતો.એમણે ગઝલને અનુરૂપ ગુજરાતી ભાષાની સજાવટ કરી.
સુરત જીલ્લાના રાંદેર ગામથી ૧૯૩૦ માં ગુજરાતીમાં મુશાયરા પ્રવૃત્તિ ની શરૂઆત થઇ.મરીઝના આગમન સાથે જ ગુજરાતીને સંપન્ન ગઝલકારોને જાણે કે એક સમૂહ મળી ગયો. જેમાં મરીઝની સાથોસાથ, શૂન્ય, સૈફ, ઘાયલ, ગની, બેફામ, પતીલ, અનિલ, ગાફિલ તથાં મકરંદ દવેનો સમાવેશ થાય છે. આ પછીની પેઢીમાં શેખાદમ આબુવાલા, આદિલ મન્સૂરી, મનહર, ચિનુ મોદી, રાજેન્દ્ર શાહ, મનોજ ખંડેરિયા ઉપરાંત, વ્રજ, જલન માતરી, કાબિલ, હરીન્દ્ર દવે, નૂરી, ઓજસ અને ‘નઝીર’ ભાતરી આપણા નોંધપાત્ર ગઝલકારો છે. આ બધામાં મરીઝ ટોચ પર રહે છે.

આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ. ઉપરાંત, શેખ ગુલામ મોહમ્મદ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રાસન્નેય, લાભશંકર ઠાકર, શ્રીકાન્ત, ચિનુ મોદી, મનહર મોદી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, પ્રબોધ પરીખ, દિલીપ ઝવેરી, મણિલાલ દેસાઈ  નોંધપાત્ર પ્રદાન કરે છે. આ પછીનાં તબક્કામાં ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, અદમ ટંકારવી, હનીફ સાહિલ, જયેન્દ્ર શેખડીવાળા, સરૂપ ધ્રુવ, શ્યામ સાધુ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ, દિલીપ વ્યાસ, જગદીશ વ્યાસ, હરીશ ધોબી, હર્ષદ ત્રિવેદી, બાપુદાન ગઢવી, મુકુલ ચોક્સી, વિનોદ જોશી જેવા સર્જકો નોંધપાત્ર છે.
આ ઉપરાંત પણ બીજા ઘણા નામી-અનામી સર્જકો ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રવૃત્ત છે.


જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.


– શયદા

         
[‘શયદા’ પહેલા એવા શાયર હતા જેમણે આ પ્રકિયાને તદ્દન નવો વળાંક આપ્યો. એટલે જ ‘શયદા’ નૂતન ગુજરાતી ગઝલના પ્રણેતા કહેવાય છે. તેમના જમાનાની પરંપરાથી અલગ પડતી આ ગઝલમાં ફારસી શબ્દ ઘણા ઓછા વપરાયા છે.]


ગુજારે  જે  શિરે તારે  જગતનો  નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
 

દુનિયાની  જુઠી વાણી  વિશે જો દુ:ખ વાસે છે,
જરાયે  અંતરે  આનંદ  ના  ઓછો  થવા  દેજે.
 

કચેરી  માંહી કાજીનો  નથી  હિસાબ કોડીનો,
જગત કાજી  બનીને  તું વહોરી ના પીડા લેજે.
 

જગતના  કાચના  યંત્રે  ખરી વસ્તુ નહીં ભાસે,
ન  સારા  કે  નઠારાની  જરાએ  સંગતે  રહેજે.
 

સ્હેજે  શાંતિ  સંતોષે   સદાયે   નિર્મળે   ચિત્તે,
દિલે  જે  દુ:ખ  કે  આનંદ  કોઇને નહીં કહેજે.
 

વસે  છે  ક્રોધ વૈરી  ચિત્તમાં  તેને  તજી  દેજે,
ઘડી  જાએ  ભલાઇની  મહાલક્ષ્મી ગણી લેજે.
 

રહે  ઉન્મત્ત  સ્વાનંદે  ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.
 

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઇ  મૂર્ખતા  કાજે  મુખે  ના  ઝેર  તું  લેજે.
 

અરે  પ્રારબ્ધ  તો ઘેલું  રહે છે  દૂર માગે તો,
ન  માગે દોડતું આવે  ન  વિશ્વાસે  કદી રહેજે.
 

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું?
અરે  તું   બેવફાઇથી  ચડે  નિંદા   તણે  નેજે.
 

લહે  છે  સત્ય  જે  સંસાર તેનાથી પરો  રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
 

વફાઇ તો  નથી  આખી  દુનિયામાં જરા દીઠી,
વફાદારી  બતા’વા  ત્યાં  નહીં કોઇ પળે જાજે.
 

રહી  નિર્મોહી શાંતિથી  રહે એ  સુખ  મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.
 

પ્રભુના  નામનાં  પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની  પ્યારી  ગ્રીવામાં પહેરાવી  પ્રીતે દેજે.
 

કવિ  રાજા થયો શી છે  પછી પીડા તને કાંઇ?
નિજાનંદે  હંમેશાં બાલ  મસ્તીમાં  મઝા લેજે.


 બાળાશંકર કંથારિયા







નોધ:- આ માહિતી વિકિપીડિયા અને શ્રી રાજેશ મિસ્કીન લિખિત પુસ્તક માંથી લીધેલી છે.



નીતા શાહ










Tuesday, September 15, 2015

પોતીકા


પોતીકા


 એક હસતા ચહેરા પાછળ
  કેટકેટલું છુપાયેલું હોય છે ?
  વિષાદ,વેદના ને ઉદાસી
  છુપી વેદના કોણ વાંચી  શકે ?
 પોતીકા હોય તે જ
 માંહ્યલું તો એ જ વાંચી શકે
 જે આપણા સુખે સુખી  ને
 આપણા દુઃખે દુઃખી

  નીતા શાહ

Friday, September 11, 2015

ચલચિત્ર



 ચલચિત્ર

મને ખબર છે
આમ નજરથી દુર કરવાથી
દૂરતા ક્યાં ઓછી થાય છે ?
જેટલી દૂરતા કેળવવા મથીશ
નજદીકિયા એટલી જ નજીક આવશે
આ કોઈ ચલચિત્રોના દ્રશ્યો ઓછા છે ?
કે એક ઉપર બીજું ત્રીજું ને ચોથું
આ તો જીવ થી ય વ્હાલું ચિત્ર
કેવી રીતે હડસેલું ?

નીતા શાહ


ગુંગળામણ મારી ક્યાં સમજાય છે?
ચોતરફ પડઘા સંભળાય છે
આંખ અને કાન કેમ બંધ રાખું ?
કરવતથી પણ દોર ક્યાં કપાય છે
હવે જીવવા જેવું ક્યાં રહ્યું વ્હાલા?
રોજ મરવાના વાંકે જીવાય છે
ગુંથું કે પછી ઉકેલી નાખું સાંકળી ?
ઉકેલું તો પણ વધુ ગૂંથાય છે
જીવતા તો પાણી માં ડૂબાય છે
લાશ પાણીમાં તરતી દેખાય છે

નીતા શાહ 

Thursday, September 10, 2015

My favorite Quotes



One day Love ask to Death
Why do people like me and
Hate you ?
Death replied to Love,
''because you are a Lie and
  I am the Truth''


Nita Shah


Difference between Like & Love ?
Masterpiece answer
''When you like a flower you just pluck it
  But when you love a flower
  you water it daily.''

 Nita Shah

It's amazing how one word from the right person
can make you feel better in second...!

Nita Shah














Friday, August 21, 2015

મારા લઘુ કાવ્યો



 મારા લઘુ કાવ્યો

મૃત્યુ સૈયાના મારા
આખરી શ્વાસે
તું જાણી જશે કે
આંખોની પાંપણ માં તું જ કેદ હતો ...!

નીતા શાહ

યે કૈસા શાયર હૈ
જો હરદમ પહેનકે રખતા હૈ
પ્યારકા અદ્રશ્ય લિબાસ ...!

નીતા શાહ


ભીનું સુકું સધળું
ભીતરે ભર્યું
રેતી રણ ની સઘળી
નદી માં વહી
અતૃપ્ત તરસ બધી
ચાતકે કહી

નીતા શાહ

પ્રેમના પેટાળમાં
ધગધગતા લાગણીઓના લાવારસને
ઝાઝવું આવીને ટાઢુંબોળ કરે છે

નીતા શાહ

સાન્નિધ્ય,સમજણ અને સબંધનો કેવો સમન્વય ?
અંત તો એક જ ...હું ને મારું એકાંત

નીતા શાહ

થોડીક જ હુંફ માગી'તી
તતડી ચામડી
સુરજના આકરા આક્રોશે

નીતા શાહ

આ તે કેવી રીત ?
કોઈક જાગે
કોઈક ઊંઘે
રાત તો બધાની જ છે
ઊંઘ તો બધાને આવવી જોઈએ ને ?
શુભ  રાત્રી ...!

નીતા શાહ


સ્વપ્નોમાં શિકાર ન કર
ઊંઘ મારી છે ચિત્કાર ન કર
જો તું મોકલી શકે તો મોકલ
અધરાતે મધરાતે
ચાંદ અને તારાઓ દ્વારા
શુભ સ્નેહ સંદેશ ...!

નીતા શાહ


અમાસની રાત્રે ચાંદની ચાંદનીને શોધવાની
રમત એટલે પ્રેમ ...!
cp


સત્ય તો મૂરખ પણ રજુ કરી શકે
અસત્ય રજુ કરવા બુદ્ધિ હોવી જોઈએ

નીતા શાહ

 હું અને તું
 તું અને હું
ચાલને ભીંજાઈએ પ્રેમની વાછંટ માં
ઉતારીને રેઈનકોટ અહંકારનો

નીતા શાહ

કરી જશે કોઈ છાનુંછપનું આવીને હસ્તાક્ષર
હંમેશા ડાયરીનું એક પાનું કોરું રાખું છું

નીતા શાહ

ઊંઘ અને મૃત્યુ માં શું ફરક ?
'' ઊંઘ એ અડધું મોત છે અને
   મૃત્યુ એ પૂરી ઊંઘ છે ''

નીતા શાહ

કુદરતની લીલા ન્યારી છે
જુઓ ને
જીવતો માણસ પાણીમાં ડૂબી જાય છે ને
લાશ પાણીમાં તરતી દેખાય છે

નીતા શાહ

તું મને ગમે છે એ વાત સાચી પણ
તું ના હોય તો કઈ નથી ગમતું તેનું શું ?

નીતા શાહ

જોને, તું કઈ કહીશ નહિ
અને હું
કઈ જણાવીશ નહિ
 ચાલ્યા જ કરશે આ રમત
એકબીજાને કહ્યા વિના
યાદ રહેશે વર્ષો પછી
આપણે એકબીજાના ઘણા નજીક હતા
એકબીજાના થયા વગર

નીતા શાહ




















ગળે ડૂમો
હોઠે મૌન
દ્રશ્યોનો મેળો
આંખ બંધ કે ખુલ્લી
એક જ ચહેરો ...આસપાસ
પારદર્શક પ્રેમ
ટકોરાબંધ લાગણી
દરિયાપારની જુદાઈ
શું કહેશો આને
પ્રેમ કે વહેમ ?

નીતા શાહ


મારી રોજબરોજની ડાયરીમાં
ઘણા વર્ષોથી
અલગ અલગ સંવાદ લખાય
ક્યારેક ખુશીની પળ
ક્યારેક ગુસ્સાની પળ
ક્યારેક રીસામણાની પળ
ક્યારેક  મનામણાની પળ
ક્યારેક સંવેદનાની પળ
ક્યારેક પ્રેમાળ પળ
ક્યારેક દુઃખદ પળ
પણ .....
ક્યારેય મળી જ નથી કે વિતાવી નથી
એવી અઢળક પળોનો મારો
મુક સંવાદ...
એટલે
મારી ને ફક્ત મારી જ વ્હાલી
      ''ડાયરી''

નીતા શાહ


મારી રોજબરોજની ડાયરીમાં
ઘણા વર્ષોથી
એકનું એક વાક્ય રોજ લખાય
'' શ્રીજી, જીવનની દરેક ખુશી એને આપજે,
  જેને હું ચાહું છું.''

 નીતા શાહ


આજે કેલિફોર્નિયાની વહેલી સવારે
બર્કલીની અમુલ્ય એવી લાયબ્રેરીમાં

પોતપોતાનામાં મશગુલ લોકો
વાંચનલેખન માં ગળાડૂબ  લોકો
જુદી જુદી રેકમાં પુસ્તકો ફંફોસતા લોકો

જો મળી જાય પુસ્તક ગમતું
સંતોષનું હાસ્ય હોઠે રમતું
ગમેતેવું સહેજે ય ના જચતું

સૌના મોબાઈલ  સાયલન્ટ
સૌની વાણી પણ સાયલન્ટ
ચારે બાજુ પીન્ડ્રોપ સાયલન્ટ

વાતાવરણમાં શાંતિની જણસ
કરે છે ગમતા વિષયોને ગહન
ભીડ માં પણ નથી ચહલપહલ

ગમતો વિષય મળ્યો મુજને
ગમતી પોયેટ્રી રેક કોર્નર મુજને
વિલિયમ લુઇસ ને એલીસ વોકર મળ્યા  મુજને

અનોખી ચમક આંખોમાં આવી
વાંચીશ ને સમજીશ પોયેટ્રી સારી
ઊંઘ થઇ હરામ હવે તો મારી

નીતા શાહ

Sunday, June 28, 2015

મારી ગઝલ : ૩ વાતમાં ને વાતમાં રંધાય છે



વાતમાં ને વાતમાં રંધાય છે



વાતમાં ને વાતમાં રંધાય છે
વાતનું જ્યાંપોસ્ટમોર્ટમ થાય છે

હોય છે ક્યાં કામયાબી રાહમાં
કામના નો સાથ ક્યાં સંધાય છે

મોઘવારી હાલતા જ્યાં ત્યાં વધે
એક સાંધો તેર તુટતા જાય છે

ગાંઠ સૌએ બાંધવાની પાલવે
પાળ કાંકરે કાંકરે બંધાય છે

નિયમો આ રાતદાડો પાળશો
જીંદગી આ મોજથી જીવાય છે

નીતા શાહ

Saturday, June 27, 2015

મારી ગઝલ: ૨ ભીડ માં એકાંત ની શું રાઝદારી હોય છે



    ભીડ માં એકાંત ની શું રાઝદારી હોય છે



ભીડ માં એકાંત ની શું રાઝદારી હોય છે
કાળજા માં ભોંકતી તીખી કટારી હોય છે

વૃક્ષને જ્યાં વીંટળાય વેલ દીસે વ્હાલુંડી
એકબીજાની રસિકતા એકધારી હોય છે

કેટલી તાણીશ રેખાઓ હથેળીમાં ખુદા
ઝાંઝવાની એ નિશાની કારભારી હોય છે

દીવડાની જ્યોતને શું કામ બુઝાવે હવા
તું શું જાણે અંધકારે રાત ભારી હોય છે

પ્રેમના આ ખેલમાં ક્યાં હારશું કે જીતશું
હાર ઝીલીને ખરેખર જીત મારી હોય છે

નીતા શાહ


   

મારી પ્રથમ ગઝલ કેમ લખવું કાવ્ય એ સમજાય ના



   કેમ લખવું કાવ્ય એ સમજાય ના


[ગાલગાગા ગાલગાગા ગાલગા ]

 કેમ લખવું કાવ્ય એ સમજાય ના
આ ગઝલ ને છંદ પણ પકડાય ના

વાત મારી સાંભળીને સંચરો
શબ્દના સારાંશ પણ બદલાય ના

નિયમો પણ વ્યાકરણ ના જાણજો
શોધજો ભૂલો તમારી થાય ના

હાલતા ને ચાલતા વિચારજો
દિલડામાં શબ્દો એ ખોવાય ના

રાત દી એ ગીત ચાલુ રાખવું
ગાલગાગા ગાલગાગા ગાલગા

Nita Shah
નીતા શાહ

  

Wednesday, June 24, 2015



 મારા સુવાક્યો 

1. ગર્વ સારી બાબતોનું પ્રતિબિંબ પાડે  છે,
   અહંકાર ખોટી બાબતો નો પ્રત્યાઘાત છે,
   અહંકાર અધોગતિનો રસ્તો છે....!
   
    નીતા શાહ
2. અહંકાર આમ બુદ્ધિની ઉપજ છે 
    પ્રેમ હૃદયની સુગંધી  પુષ્પોની ખેતી છે ...!

    નીતા શાહ 
3. સાચું સુખ તો શુભત્વમાં છે, માટે જ શુભ લાભ લખાય છે 
    ક્યાંય લાભ શુભ નથી લખાતું ..!

    નીતા શાહ 
4. હિટલરનો અહમ ઘવાયો અને તેના કારણે પાંચ કરોડથી વધુ માણસોનો 
    નરસંહાર સર્જાયો એવું મનાય છે. દુનિયાની કોઈ કુદરતી આપત્તિએ આટલો 
    નરસંહાર સર્જ્યો નથી.જેટલો માણસના સ્વભાવે સર્જ્યો છે...!

    નીતા શાહ 
5. દરેક સંતાન પોતાના વાલીને અણસમજુ સમજે છે ,
    અને દરેક વાલી પોતાના સંતાનોને નાદાન
    હકીકતમાં બંને બધી જ વાતો પ્રત્યે જાણકાર અને 
    સમજદાર હોય છે  ...!

6. વારસામાં વ્હાલ જોઈએ વસીયત નહિ.

    
7. ખાલી ખોટું હસવું નથી અને અમથે અમથે રડવું નથી 
    બધા રંગોને જીવવા છે.

8. જે દરેક પરિસ્થિતિમાં 'સેટ-અપ ' થઇ જાય એ વ્યક્તિ કદી 
    'અપસેટ' થતી નથી.
9. કયું કુળ મળવું એ કર્મના હાથની વાત હતી પણ પુરુષાર્થ કેવો 
    કરવો એ મારા હાથની વાત છે.

10. તકલીફમાં ભલે છું પણ બિચારી નથી.

11.  સુખમાં રહું વૈરાગ્યથી દુઃખમાં રહું સમતા ધરી 
       પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરુણા કરી 

12. સહન ની જો આવડત હોય 
      તો મુસીબતમાં ય રાહત છે 
      દિલ જો ભોગવી જાણે 
      તો દુઃખ પણ એક દોલત છે 
13.સુપુત્રને વરસની જરૂરત ન રહે તે જાતે જ કમાણી કરી લે છે.
     કુપુત્ર માટે વારસો મુકીને જવો એ નારી મૂર્ખતા જ ગણાય

14. દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ 
      એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ 

15. તમારા પ્રિય કલાકારને ક્યારેય મળવાનો પ્રયત્ન નહિ કરતા,
      શક્ય છે કે એ તમારી કલ્પના પ્રમાણેનો 'માણસ' ન નીકળે 

16.  ઇચ્છારૂપી તણખાઓ સંકલ્પૃપી જ્વાલા બને ત્યારે જ સફળતા 
      સ્વરૂપની મશાલ પ્રજ્વલિત થાય છે 

17.  જે શક્તિ એકસો હાથીને મારી શકે પણ એક કીડીને જીવાડી ના શકે 
      આવી શક્તિ શા કામની ? એને જ મારવાનો હક છે જેને તમે જીવાડી શકો.

18. ગીરા દે જીતના પાની હૈ તેરે પાસ એ બાદલ
       યે પ્યાસ કિસીકે મિલનસે બુઝેગી તેરે બરસનેસે નહિ ....!

19. હું બનું પહેલા વરસાદનો  છાંટો
      પહેલા તારા ગાલ પર પડું
      પછી છો ને નીચે પડું ....!!!

20.    
वो खुद पर गरूर करते है,
तो इसमें हैरत की कोई बात नहीं!
जिन्हें हम चाहते है,
वो आम हो ही नहीं सकते !!
21.
Sometimes you have to eat your words...
Chew your ego...
Swallow your pride...
And
accept that you are wrong.
Its not giving up...its called growing up....
22.
किसी ने मुझसे पूछा की
"तुम इतने खुश कैसे
रह लेते हो…??"
तो मेने कहा :-
"मैनें ज़िन्दगी की गाड़ी
से वो साइड ग्लास
ही हटा दिया,
जिसमे पीछे छूटे रास्ते नज़र आते हैं..!

23.
હોય તેવા દેખાવાની, લાગે તેવું દર્શાવવાની ; થાય મહેસુસ તે બોલવાની, માથે ગગન ઉઠાવવાની ;ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની ;પહેરો વાતો કરવાની, વાતવાત માં હસવાની ;હસતા હસતા રડવાની, ના કોઈ કારણ આપવાની ;છૂટ જ્યાં આમ જીવવાની ,મૈત્રી ત્યાં મહેકવાની.......!!!!
નીતા શાહ

A Rabbit runs,jumps & lives only for 15 years.
A Turtle dosn't run,does nothing,yet lives for 300 years. !
Moral : EXERCISE IS HELL..SLEEP WELL ......!!!
24.
कोई वादा ना कर, कोई इरादा ना कर;
ख्वाहिशों में खुद को आधा ना कर;
ये देगी उतना ही जितना लिख दिया
खुदा ने;
इस तकदीर से उम्मीद ज़्यादा ना कर।।
जिन्दगी की हर सुबह
कुछ शर्ते लेके आती है।
और जिन्दगी की हर शाम
कुछ तर्जुबे देके जातीहै।

25.
जहा दूसरे को समझाना मुश्किल हो जाये.. वहा खुद को समझा लेना बहतर होता है

26.
મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,માછલાં ન મળે…આંસુ વાવવાથી,મોતી ન ઊગે…અનેઝાકળ ભેગી કર્યે,ઘડા ન ભરાય…
…આવાં અનેક સત્યો સંબંધનીશરૂઆતમાં સમજાતાં હોત તો ?
- કાજલ ઓઝા- વૈદ્ય
27.
આકાશમાંથી તારાનું
ખરી પડવું
શું એ એની ગફલત છે...?
કદાચ અંતિમ ઈચ્છા પણ હોઈ શકે
અફાટ ધરતીનું કફન ઓઢવાનું....

નીતા શાહ 

28.
 कुछ इस तरह सौदा किया वक्त ने मुजसे,
की तजुर्बा दे कर वो मेरी मासुमियत ले गया..!!


29.

સુપ્રભાત મિત્રો,
ઉષાના સોનેરી સોનેરી
કુમળા કિરણો
ઝાકળબિંદુઓને ઝીલી લે છે
મારા સોનેરી સબંધના
કુમળા પ્રેમકિરણો
સંવેદનાઓને ઝીલી લે છે
અને
ઉષાથી સંધ્યા સુધી
અને
સંધ્યાથી ઉષા સુધી
તરોતાજા રાખે છે
નીતા શાહ

30.
The funny thing about having all this so-called success is that behind it is a certain horrible emptiness.....!
 31.
एक किताबघर में पड़ी गीता और कुरान आपस में कभी नहीं लड़ते . .
और जो उनके लिए लड़ते हैं वो कभी उन दोनों को नहीं पढ़ते . . .!
32.
કિતાબો બે જ પ્રકારની હોય છે , એક વાંચીને ભૂલી જવા જેવી અને બીજી વાંચીને યાદ રાખવા જેવી .....!!!
જોહન રસ્કિન
33.
Sometimes the best memories are sad
Because you know they will never happen
again...!
Nita shah
34.
Do you want happiness in life
Follow this
" Never be beggars of Love,
Always be donors of Love"


35.
મારી રોજબરોજની ડાયરીમાં
ઘણા વર્ષોથી
એકનું એક વાક્ય રોજ લખાય
'' શ્રીજી, જીવનની દરેક ખુશી એને આપજે,
જેને હું ચાહું છું.''
નીતા શાહ
36
ધર્મવીર ભરતજી એ અદભુત રીતે એક વાત આલેખી છે.
'' કૃષ્ણ જયારે રાધાના કપાળ પર ચુંબન કરે છે
ત્યારે કોઈ ''ભાગવત-ગીતા'' પર
વાંસળી મૂકી દેતું હોય તેવું લાગે છે...!!!''
નીતા.શાહ.
36.

પુસ્તકો વસાવવા એ જિંદગીનું સારા માં સારું ઇન્વેસ્ટમેન્ટ છે,
વાંચવું અને વંચાવવું એ જીવનનું સારામાં સારું સપ્લીમેન્ટ છે.
નીતા શાહ
37.
મેં કૈસે ઉસકો રુલા સકતી હું ?
જિસે મૈને અપને રબસે ખુદ રો રો કર માંગા હૈ
Unknown
38.
Tips To Lead A Happy Life:
"Forget Who had Hurt U Yesterday,"
But
"Don't Forget Those Who Love U Today". 
39.

પ્રેમના પેટાળમાં
ધગધગતા લાગણીઓના લાવારસને
ઝાઝવું આવીને ટાઢુંબોળ કરે છે
નીતા શાહ

40.
ઊંઘ અને મૃત્યુ માં શું ફરક ?
'' ઊંઘ એ અડધું મોત છે અને
મૃત્યુ એ પૂરી ઊંઘ છે ''
નીતા શાહ
41.

મેં તો ઝાલી તી હવા ની આંગળી,
ગુરુત્વાકર્ષણ થી પટકાવાનું તો હતું જ....!
-નીતા.શાહ.
42.
જીવનમાં અમુક સબંધો એક રૂપિયાના સિક્કા જેવા હોય છે . આમ કિંમત ન હોય પણ બાદબાકી કરો તો લાખેણા જીવન ને પણ શૂન્ય બનાવી દે ...!
નીતા શાહ
43.

ઉષા ને સંધ્યા
સંધ્યા ને ઉષા
કેટકેટલું મૌન?
ગાગરનું માંહ્યલું
ક્યાં જઈને ઠાલવું?...!!!
-નીતા.શાહ.
44.
સાચું સુખ તો શુભત્વમાં છે, માટે જ શુભ લાભ લખાય છે
ક્યાંય લાભ શુભ નથી લખાતું ..!
નીતા શાહ
45.
“માણસ ને જો અહમ અને નિદા અને અપમાન પિતા આવડે તો એ માનવ નહી દેવ જ છે”........!!!
 નીતા શાહ
46.
રાધાના અંતરમાં એક જ આ દુઃખ છે
કે શ્યામને તો સખીઓનુ સુખ છે...!
-સુરેશ દલાલ
47.
સાદગીમાં પણ સૌદયૅ હોય છે,
આંસુને ક્યા આભૂષણ હોય છે.
કહે છે વજન હોય છે,
એટલે આંસુ નીચે દડી પડે છે
પણ ખરાં વજનદાર આંસુઓ તો,
પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.

48.
સગપણ નું વાવેતર તો
જતન થી કર્યું તું
કોણ જાણે જીવાતે
હુમલો કર્યો ને
અજાણતા જ ઉતરડાતા
સબંધો.....!!!
-નીતા.શાહ.
49.
મારી આસપાસ
અલગ અલગ ચહેરાઓ
સ્મિતથી તરબતર
સહેજ ભીતર ડોકિયું કર્યું
સ્મિત ને તરફડતું જોયું...
--નીતા.શાહ.
50.
तू सूरज है तुजे क्या मालूम रात का दुःख,
किसी रोज़ मेरे घर में भी उतर श्याम के बाद...
51.
ક્યારેક આ જીંદગી હસતા મુકી દે...
ક્યારેક આ જીંદગી રડતા મુકી દે...
ના પુર્ણવિરામ સુખો માં...
ના પુર્ણવિરામ દુઃખો માં....
બસ જ્યાં જુઓ ત્યાં અલ્પ વિરામ મુકી દે..
52.
જિંદગીનાં મધ્યાંતરે આવીને તમે, એને કાટ્ખૂણે વાળી દીધી.
નહિંતર સીધી જ રેખામાં જીવન જીવ્યે જતાં હતાં અમે!
નીતા શાહ
53.
kon kaheta hai....khamoshiya khamosh hoti hai.......kabhi khamoshiyo ko khamoshi se suno.....shayad khamoshiya wo kahe jati hai....jinki hume lafzo me talash hoti hai......

54.
કોણ કહે છે કે મૌન ફક્ત મૌન જ હોય છે
ક્યારેક મૌન ને પણ સાંભળો
મૌન એ કહી જાય છે
કે જેની આપણને શબ્દોમાં તલાશ હોય છે

નીતા શાહ
 55.
 તું જીવનની
અંતિમ ક્ષણ બની…
આવશે સખા ?
56.
મંદિર બહાર ભિક્ષુક
ભીતર હું
ફરક આટલો....!!!

નીતા શાહ

57
કોયડા જેવું જીવન ઉકેલતા ગુંચ વધતી જાય
ધૈર્ય,સંયમ ને વ્હાલ ની સોયથી ઉકેલાતી જાય...!!!
  નીતા શાહ
58.
મસ્ત મિજાજી મૌસમ
સરિતા લાલઘુમ
વાયરા એ સહેજ પાલવ સ્પર્શ્યો
ને સરિતા છુઈમુઈ ...!!!

નીતા શાહ

59.
 'મને કોઈ ની જરૂરત નથી ''
એમ માને તે ''સ્વાર્થી''
''સહુ ને મારી જરૂર છે ''
એમ માને તે ''અભિમાની'' .
'' હું કોઈ ને જરૂરી બનું ''
એમ માને તે ''પરોપકારી''
''સહુ મારા માટે જરૂરી છે ''
એમ માને તે ''નમ્ર''.
શબ્દોની નાનકડી હેરાફેરીમાં
આખો માણસ બદલાઈ જાય છે ...
60.
તમારા સમ મને તો મુગજળ માં તમારો ચહેરો દેખાય છે
દોટ મૂકી ને જાઉં છુ ત્યારે રણ માં તમારા પગલાં દેખાય છે
નામાંલુંમ
61
Shakespeare said..
"Laughing Faces Do Not Mean That There Is Absence Of Sorrow !
But It Means That They Have The Ability To Deal With It."
 62.
દરેક તૂટેલો અંતરંગ સંબંધ તેના દાગ છોડતો જાય છે
અને સાથે સાથે આપણા સ્વભાવ , વ્યવહારને બદલતો જાય છે..
નીતા શાહ
63.
Bill Gates never did Lakshmi puja
but he was the richest man of the world
Einstein never did saraswati puja
but he was d most intelligent man..
Believe in WORK, not in luck....
64.
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો -
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !
- પન્ના નાયક
65.
યોગ્યતા નહોવા છતાં ગરવ કરવો પડે તેનુ નામ ગુમાન,
દુ:ખ નાં ડુગર ટુટી પડે છતાં મદદ ન માંગવી એનુ નામ સ્વમાન,...
નીતા શાહ
66.

મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!
urmi
67.
A lot of people end up unhappy b'coz they make Permanent Decisions on Temporary Emotions.
68.
લાગણી ને મઢવા શબ્દો ની આળપંપાળ શું જરૂરી?
માંગણી ને સાથે લાગણી નું છળકપટ પણ શું જરૂરી?
 નીતા શાહ
69.
નામ વિણ સબંધો
શું ફેલાવશે
ચારેકોર ફોરમ...?
નીતા.શાહ
70.
Dont misunderstand a person who
shows anger on you...
because, anger is the most easiest
and childish way to express deepest
love that one has for you.
71.

Unique Truth..::
"No one can Touch Words,
But
Words do touch One's Heart and Soul...!!
72.
ભીતર નો જ્વાળામુખી
થર ઉપર થર
ડુસકા ક્યાંથી સંભળાય?
73
વરસવું એટલે અન્યને છલકાવી દેવું. ને જે ખાલી થાય એ જ પુનઃ ભરાય ને.....!!!
nita.shah.
74.
कुछ पाने के लिए हमारी सारी खूबियाँ भी कम पड जाती है ,
.
और
.
खोने के लिए एक कमी हे काफी है ..!!
75.

AWESOME ONE LINER-
Relationship is not an EXAM,
SO...........
WHY TO CHEAT .........
76.
Meri kahani ek bandh "KITAAB" si hai, Jisne khola usne padha nahi,
Jisne padha vo samja nahi, jo samjha wo mere pass nahi..
77.
ચાલ ફંફોસી જોઇઍ બાયોડેટાના સર્ટીફિકેટ્સને
કંયાક ઍમાથી માણસાઇ નામે કાગળ મળી આવે
બીજુ તો કશુ મદદ આવે કે ન આવે પછી
ઉપરવાળાને બતાવવા કદાચ ઍજ કામ આવે
78.
 હા!
રણનેય
નિચોવી
શકું હું-
જો
તારા હ્રદયનો
તાગ
કાઢી શકું…

***
“ઊર્મિસાગર”
75
ગંઠાઇ જવાનો ગુણ,
લોહી સુધી સીમિત હતો…
જે હવે….
લાગણી સુધી પહોંચી ગયો છે.

નીતા શાહ
76.
सवाल उठते है जहन में,
वजूद पूछते हैं रिश्तो का,
क्या ये रिश्ता है किसी पिछले जनम का?
और अगर नहीं...
तो क्यूँ खींचते हैं,
जैसे चुम्बक खींचता है लोहे को,
ज़ज्बात, शायद वजह होंगे
पर, इतना ज़ज्बाती भी क्यूँ होता है कोई,
की जिसको देखा नहीं, छुआ नहीं,
महसूस होता है हर कहीं . .
वो एकाएक क्यूँ इतना अज़ीज़ हो जाता है.?
ये रिश्ता आखिर क्या कहलाता है?
बोलो ना..
rekha meen.

77
मुस्कान आपके होंठो से कही जाये ना
आंसू आपकी पलको पे कभी आये ना
पूरा हो आपका हर ख्वाब...
और जो पूरा ना हो वो ख्वाब कभी आये ना....!!!
नीता.शाह.
78.
શ્રદ્ધા અને શંકા બંને એક સ્થાનમાં રહી શકે નહીં. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી અને શ્રદ્ધાનો જન્મ અટલ આત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે.
- જેમ્સ એલન
79.
જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે,
તેમ્,
સબંધ ને ધબકતો રાખવા વિશ્વાસ જરુરી છે.!!!
80.

મારી આસપાસ
અલગ અલગ ચહેરાઓ
સ્મિતથી તરબતર
સહેજ ભીતર ડોકિયું કર્યું
સ્મિત ને તરફડતું જોયું...
--નીતા.શાહ.
81.

Do u know who is best couple in d world?
Smile n tears..
Very rare they r seen together, but when they r together it's the best moment of life...

82.
Roj sanje athami jai fari pa6o roj savare akashe chade 6. yaar, suraj ne gurutvakarshan kya nade 6?
83.
 "Well-Wisher is not who meets Daily and Talks every day;
Well-Wisher is one who May or May not meet you
but always thinks of you & your Happiness."
84.
 ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.
ડૉ. હરીશ ઠક્કર
85.
જોને પેલો આકાશનો "તારો" કેવો ખરી જાય છે,
કોઇક ની ખ્વાહિશ પૂરી કરવાં પોતે કેવો મરી જાય છે ..!!!"
86.
કોઈ કોઈ ઘરોમાં
સુખ વહેચવાનું દુખ હોય છે
અને
કોઈ કોઈ ઘરોમાં
દુખમાં ભાગ પાડવાનું સુખ હોય છે.
86.
The wise are wise only because they love.The fools are fools only because they think they can understand love.
Paulo Coelho.
87.
कौनसी कार ?
संस्कार या
अहंकार ?
nita.shah.
88.
કાલ્પનિક પાત્ર વાસ્તવિકતા માં પ્રવેશે તો ?
89.
 શબ્દકોષ માં બીજા બધા શબ્દો નો અર્થ મળી શકે ...,
પણ .......
જીવન નો અર્થ તો જીવન જીવી ને જ શોધવો પડે ........
90
हे खुदा,
उसकी उदासी मुझे देदे
मुस्कान मेरी उसे देदो
पता है क्यों?
उसकी मुस्कान बहुत ही प्यारी है...!!!
nita.shah.
 ९१.
हे स्वार्थ , तेरा शुक्रिया  ....
एक तू ही है जिसने लोगोको
आपसमे जोड़के रखा है  ... !

नीता शाह
 ९२.
इलाज न ढूंढ तू इश्कका ,वो होगा ही नहीं
इलाज मर्जका होता है ,इबादतका नहीं  ... !

नीता शाह

९३. 





 





 




  
 

    










   



Friday, June 5, 2015

થોડા મીઠા સ્મરણો ને થોડા... સાથે જોયેલા સ્વપ્નોની સેર બાકી છે


  થોડા મીઠા સ્મરણો ને થોડા

  સાથે જોયેલા સ્વપ્નોની સેર બાકી છે

     




      થોડા મીઠા સ્મરણોને થોડા
      સાથે જોયેલા સ્વપ્નોની સેર બાકી છે
      મારી એકલતા ને ઉદાસીનો હિસાબ હજી બાકી છે
   
      થોડી તસવીરો થોડી ચિઠ્ઠીઓ
      થોડા અઘુરાં રહેલ અરમાન બાકી છે
      મારી ચાહતને દરેક ઝખ્મોનો હિસાબ હજી બાકી છે
   
      થોડી પ્યારની મહેક થોડી
      ઉઠતી લાગણીઓની લહેર બાકી છે
      લગાવી હતી પ્રેમની બાજી એનો હિસાબ બાકી છે
   
     થોડી તમને જોવાની ચાહતને
     થોડી વેદના વિરહની બાકી છે
     મારી બેબસી તડપ ને આંસુઓનો હિસાબ બાકી છે

     નીતા શાહ
     
     

  

     

ગઝલ- રાત કાળી હોય તેથી શું થયું ?



     રાત કાળી હોય તેથી શું થયું ?   

       ગઝલ
       ગાલગાગા ગાલગાગા ગાલગા

      રાત કાળી હોય તેથી શું થયું ?
      રાતની પાછળ સવારો હોય છે

      અવદશાઓ કાયમ રહેતી નથી
      પાનખર પાછળ બહારો હોય છે

      બદનસીબી કાયમી રહેતી નથી
      ભાગ્યની પાછળ સિતારો હોય છે

      જીવન-નૈયા હાંક્યા કરું સતત
      ક્યાંક દરિયાને ય આરો હોય છે

      નફરતોની આંધીયોની ઓટમાં
      પ્રેમનો મોઘમ ઈશારો હોય છે

      જીંદગી સહેજે ય ગભરાતી નહિ
      હિંમતે ભેરુઓ  હજારો હોય છે

      નીતા શાહ

Saturday, May 23, 2015

વૃક્ષ સ્તુતિ....કવિતા






  


    વૃક્ષ સ્તુતી...કવિતા 

   જુવો વૃક્ષોની વણઝાર
   છે ધરતીનો શણગાર 
   જ્યાં તુંલસીનો ક્યારો
   છે ત્યાં મોહન પ્યારો  
   વૃક્ષ છે  તો વરસાદ 
   નહિ તો બધું બરબાદ 
   ગુલમોહર ને ગરમાળો
   કદી ન પજવે ઉનાળો
   છે વૃક્ષો તો છે  વસંત
   છે ત્યાં દુખોનો અંત 
   રાતરાણીની છે સુગંધ 
   હૃદયમાં વરસે ઉમંગ 
   કરીશું વૃક્ષોને વ્હાલ 
   થઇ જશું સૌ  ન્યાલ

   નીતા શાહ

ધર્મ એટલે શું ? આર્ટીકલ


ધર્મ એટલે શું ?




                    જયારે આપણે વિચારીએ કે ખરેખર ધર્મ એટલે શું ? ત્યારે ઘણા બધા સવાલો ઉદભવે છે. સામાન્ય રીતે ધર્મ એટલે કે ધાર્મિક વ્યક્તિ એને કહેવાય જે નિયમિત મંદિર જાય,પૂજા-પાઠ -આરતી કરે,ઘરમાં પણ પૂજા પાઠ થતા હોય,પ્રભુ સ્મરણ કરે ભક્તિ કરે એને આપણે ધાર્મિક કહીએ છીએ.બીજી બાજુ જોઈએ તો એક વ્યક્તિ એવી છે, જે આમાંનું કશું કરતી નથી પણ વાણી અને વર્તન માં સારી છે અને સાથે માનવતાવાદી પણ છે, લોકો આને ધાર્મિક ન પણ કહે છતાં આ વ્યક્તિ એના સદગુણો થી અલગ તારી આવે છે.
                 ધર્મ જયારે એક પ્રણાલી બનીને એના ચોકઠામાં ગોઠવાઈ જાય ત્યારે તે સંકીર્ણતા નું રૂપ ધારણ કરે છે. સાદી ભાષા માં એને દંભ અથવા તો ઢોંગ કહી શકાય. આવા દંભી માણસોની ગણતરી મહાત્મા માં થાય છે પૂજા પણ થાય છે આજે આવું ચિત્ર સમાજ માં ઠેર ઠેર જોતા હોઈએ છીએ.શું મહાત્મા ક્યારેય દંભી હોય ?
                આપણાં દેશમાં રામકૃષ્ણ પરમહંસ કે દયાનંદ સરસ્વતી જેવા દિવ્યાત્મા થઇ ગયા જે સાચા અર્થમાં તેજસ્વી અને ઋષિતુલ્ય મહાનુભાવો હતા સ્વામી સચ્ચિદાનંદ પણ એક ક્રાંતિકારી સન્યાસી કહેવાય  જેમની વિચારધારા મૌલિક અને વાસ્તવિક હોય અને સુંદર અર્થ ધરાવે છે સ્વામીજી ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે
        '' ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણો ને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. એટલે કે  વ્યક્તિની અંદર બેઠેલા દુર્ગુણોને વિકસિત કરીને પ્રગટ કરી આપનારી પ્રક્રિયા ટૂંકમાં ધર્મ એટલે જીવન-સાધના અને જીવન-સાધના એટલે જીવન નો વિકાસ ''
            આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિમાં સદગુણો અને દુર્ગુણો ના બીજ પડ્યા જ હોય છે હા,કેટલાક માં સદગુણો  ના બીજ વધારે હોય તો કેટલાક માં દુર્ગુણો ના બીજ વધારે હોય અને આમાંથી જ સ્વભાવ ઘડાય છે જેને આપણે પ્રકૃતિ પણ કહેતા હોઈએ છીએ અનેદરેક માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તાતો હોય છે,એ જ એનો સ્વભાવ હોય છે પણ ક્યારેક ઉત્તમ કોટીના કોઈ સદગુણી સંત ના સંસર્ગ માં આવે અને એનું સ્વભાવ પરિવર્તન થાય, સદગુણો નો વિકાસ થાય અને જીવનમાં ઉતારે ત્યારે  તેને સાચી ભાષામાં ધર્મ કહેવાય

આપણો પવિત્ર ગ્રંથ ગીતા શું કહે છે તે જોઈએ
ભક્ત,યોગી કે જ્ઞાનીનો આધ્યાત્મિક વિકાસ દેવી પ્રકૃતિ અથવા ગુણો થી થાય છે દેવી સંપત્તિ એટલે
૧.નિર્ભયતા
૨.અંતઃકરણની શુદ્ધિ
૩.જ્ઞાન માટે જીજ્ઞાસા વૃતિ
૪.પરમાર્થ વૃતિ
૫.ઇન્દ્રિયોનો સંયમ
૬.સત્કર્મ
૭. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન
૮.સરળતા
૯.સત્ય,અહિંસા અક્રોધ
૧૦.ત્યાગ,શાંતિ
૧૧.શીલતા,ધૈર્ય
૧૨.કોઈની નિંદા નહિ
૧૩.પવિત્રતા
૧૪.નિર્મોહી

 આ દેવી સંપત્તિ જેના માં વધુ જણાય અથવા જેણે આ સંપત્તિને આત્મસાત કરી હોય તે જ સાચા અર્થમાં ધાર્મિક કહેવાય. ધાર્મિકતાનો દંભ કરનાર વ્યક્તિ વહેલો મોડો જરૂર પકડાય છે
પૂજ્ય રવિશંકર મહારાજ પણ કહેતા માનવ ધર્મ જ મહાન છે
'' ઘસાઈને ઉજળા બનીએ  અને બીજાને માટે જીવીએ ''
સૌના કલ્યાણ માં જ આપણું કલ્યાણ છે અને આ જ ધર્મ નો મર્મ છે ...!

નીતા શાહ

કથા કલમ ની


      કથા કલમ ની



       તરફડે છે કલમ આજે , હતો કેટલો રુવાબ એનો
       શરૂઆત થઇ કીત્તો
       પછી આવી નિબ
       હતો રુવાબ શાહીપેન નો
       શર્ટના ખિસ્સાની શોભા
       પછી બોલપેન 
       જેલ પેન
       અરે પેનની બ્રાંડ અને દેખાવ પરથી 
       માણસ નું સ્ટેટસ ઓળખાતું 
       નિશાળમાં એની સફર શરુ થતી ને 
       છેક એની ઓફીસ સુધીની 

      આજે ફક્ત પેન સાઈન કરવા જ 
      વપરાય છે કારણ ....?
      લેટેસ્ટ ટેકનોલોજી 
      ન તો પેન કે ન તો શ્યાહી 
      ફક્ત આંગળીનું ટેરવું 
      ને 
      દુનિયા તમારી મુઠ્ઠીમાં 
      નથી ચિંતા વાંકાચૂંકા અક્ષરોની 
      કે પેન ની કે શ્યાહી ની 
      લોકો અલગ અલગ પણ 
      લખાણ તો એકસરખું જ 
      ઓળખ હતી  ગાંધીજીની અક્ષરોથી  
      આજે  લખાણ થી પણ ઓળખ ક્યાં ?
      કારણ ? 
      કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ 

       નીતા શાહ 


       
    
    

Saturday, May 9, 2015

વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ



વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ




એક ગર્ભસ્થ શિશુ આ ધરતી પર જન્મ લેવા તૈયાર થઇ ગયું હતું. તેના કોમળ મુખ પર ચિંતા અને પરેશાનીના ભાવ હતા. સ્વર્ગમાં પૃથ્વી વિષે ઘણું બધું સાંભળ્યું હતું. નવાઈની વાત એ હતી કે બાળકને વિદાય આપવા ખુદ પ્રભુ એની સાથે હતા. બાળકના નાનકડા દિલમાં ઘણા બધા સવાલો હતા.
અને ચિંતાતુર સ્વરે બાળકે પ્રભુને પૂછ્યું,''પ્રભુ થોડી ક જ વારમાં તમે મને પૃથ્વી પર મોકલવાના છો એ મને ખબર છે પણ આવડી મોટી ધરતી પર આટલું નાનકડું અને નિસહાય દશામાં હું કેવી રીતે જીવી શકીશ ?
ઈશ્વર જવાબ આપતા બોલ્યા,'' વત્સ,તું જરા ય ફિકર કર માં ,તારા માટે પૃથ્વી પર એક દેવદૂત ને તૈયાર રાખ્યો છે અને અત્યારે પણ એ આતુરતાપૂર્વક તારી રાહ જોઈ રહ્યો હશે અને પૃથ્વી પર એ જ તારું જતન કરશે ''
પણ પ્રભુ અહી સ્વર્ગમાં તો કેટકેટલી મજા છે, હું ખુબ ખુશ છું અહી, ગીતો ગાવું છું ખાવું છું રમું છું ખુબ સુખી છું તો પછી મને શું કામ ધરતી પર મોકલો છો ?'' બાળકે પૂછ્યું
વત્સ, ચિંતા ના કર ત્યાં તારો દેવદૂત તારા માટે ગીતો ગાશે અને તને સુખી કરવાના બધા જ પ્રયત્ન કરશે અને એનો અદભૂત પ્રેમ જોઇને તું ખુબ ખુશ થઇ જઈશ. પ્રભુએ જવાબ આપ્યો.
''પણ પ્રભુ મને તો એ લોકો ની ભાષા પણ કદાચ નહિ આવડતી હોય તો ? એ લોકોની વાત ને હું કેવી રીતે સમજી શકીશ ?'' શિશુના અવાજ માં ચિંતા સાથે કુતુહલ પણ ભળેલું હતું.
''અરે વત્સ, નાહકની ચિંતા કરે છે, તે કલ્પના પણ નહિ કરી હોય એવા મીઠા અને પ્રેમાળ શબ્દો એ દેવદૂત બોલશે અને ખુબ જ ધીરજ થી એ તને પણ બોલતા શીખવાડશે અને એવી રીતે તું એ લોકો ની ભાષા બોલી અને સમજી પણ શકીશ '' પ્રભુ એ હસતા હસતા જવાબ આપ્યો.
''પણ પ્રભુ ધારો કે મારે તમારી સાથે વાત કરવી હશે તો ?'' બાળકે પૂછ્યું
''તારો દેવદૂત જ તને મારી સાથે વાત કરતા શીખવશે બે હાથ જોડીને, વત્સ એને એ લોકો પ્રાર્થના કહે છે '' પ્રભુ બોલ્યા,
''પણ પ્રભુ મેં તો સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ રહે છે, તો એમનાથી મારું રક્ષણ કોણ કરશે ?'' ચિંતાતુર બાળકે પૂછી લીધું.
''તારો દેવદૂત પોતાના જીવ ના જોખમે પણ તારું રક્ષણ કરશે '' પ્રભુ એ કહ્યું.
પ્રભુના શબ્દો સંભાળતા જ સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ. અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો સંભળાવા માંડ્યા હતા. બાળક ને સમજાઈ ગયું તું કે હવે એને પૃથ્વી પર જવાનો સમય આવી ગયો છે. એ ભગવાન ની નજીક ગયો, મનભરીને તેમની સામે જોઈ લીધું અને આંખમાં વિશ્વાસ આંજીને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ, છેલ્લો સવાલ,
'' મને મારા દેવદૂત નું નામ તો કહો ''
પ્રભુ એ એના મસ્તક પર હાથ મુક્યો અને હસતા હસતા બોલ્યા,'' તારે એના નામ સાથે કઈ જ લેવાદેવા નહિ રહે ! છતાં વત્સ તે પૂછ્યું જ છે એટલે કહું છું કે તારા એ દેવદૂત નું નામ છે ''માં'' ! તું એને 'માં' કહી ને બોલાવજે !''
અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો એકદમ સ્પષ્ટ સંભાળતા હતા અને એ ગર્ભસ્થ શિશુ એ સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ સાથે ધરતી તરફ પ્રયાણ કર્યું !!

નીતા શાહ

વર્લ્ડ બુક ડે....! આર્ટીકલ લખવું એટલે...!


       વર્લ્ડ બુક ડે....!

           
પુસ્તકો વસાવવા એ જિંદગીનું
    સારા માં સારું Investment છે
   વાંચવું અને વંચાવવું એ જિંદગીનું
    સારામાં સારું Supplement  છે
   વાંચવું ને ઉતારવું એ જિંદગીનું
    સારામાં સારું Achievement છે
   મનોમંથન કરવું એ જિંદગીનું
    સારામાં સારું Involvement  છે
   પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું
    સારામાં સારું Development છે

   ગમે તે જ લખવું એ જિંદગીનું
    સારામાં સારું Commitment  છે

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન....મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ 
૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું...આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ'હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ''જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈ બંધન નથી.'' આમ તો ખુબ જ કપરું કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઇ ને મન ને મોકળું રાખીશું તો' કી બોર્ડ ' પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઇકુ,હાસ્યલેખ કે કટાર હોય...આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં  ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારો અનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.
                   આજથી થોડા વર્ષો પહેલા ''પત્ર-લેખન'' કળા વિકસિત હતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ 
હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઇને રોમાંચિત થઇ જતા.આજે એક જ વાત કહેવાની છે ''હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઇ જાય.''  
                 '' મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ,
                   નથી લાગતું 'કી બોર્ડ' આ ઓળખ ગુમાવી દેશે...?''

આપણાં મુખ્ય-મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે 'ગુજરાત ના નાથ' અને રાજકારણ ના 'મહારથી' છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્ય તેમના જ શબ્દો માં...
                  કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ  આપી જાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય...શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે: પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈ જાય...શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે.....!!!         [શ્રી નરેન્દ્ર.મોદી.]

                 ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળે શબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ  નર્સિગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વક વધાવવાની તૈયારી રાખવી પડે.....!!!       [શ્રી નીતિન.વડગામા ]
                લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું,વિચારવું,વાગોળવું જોઈએ....!!!      [શ્રી પ્રવીણ.સોલંકી.]
                  
            
                ''આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું 
                  છે  શબ્દ ચક્ર  કૃષ્ણનું બાણ રામ નું ...''
                  [ અમૃત ધાયલ.]

                '' શબ્દ જયારે પણ સમજણો થાય છે
                  અર્થ ત્યારે કંકુવરણો થાય છે....''
                  ['ધૂની' માંડલિયા.]

                 બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું  ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જ રહેશે...અકળ...અદીઠ.

નીતા શાહ