મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, August 21, 2015

મારા લઘુ કાવ્યો



 મારા લઘુ કાવ્યો

મૃત્યુ સૈયાના મારા
આખરી શ્વાસે
તું જાણી જશે કે
આંખોની પાંપણ માં તું જ કેદ હતો ...!

નીતા શાહ

યે કૈસા શાયર હૈ
જો હરદમ પહેનકે રખતા હૈ
પ્યારકા અદ્રશ્ય લિબાસ ...!

નીતા શાહ


ભીનું સુકું સધળું
ભીતરે ભર્યું
રેતી રણ ની સઘળી
નદી માં વહી
અતૃપ્ત તરસ બધી
ચાતકે કહી

નીતા શાહ

પ્રેમના પેટાળમાં
ધગધગતા લાગણીઓના લાવારસને
ઝાઝવું આવીને ટાઢુંબોળ કરે છે

નીતા શાહ

સાન્નિધ્ય,સમજણ અને સબંધનો કેવો સમન્વય ?
અંત તો એક જ ...હું ને મારું એકાંત

નીતા શાહ

થોડીક જ હુંફ માગી'તી
તતડી ચામડી
સુરજના આકરા આક્રોશે

નીતા શાહ

આ તે કેવી રીત ?
કોઈક જાગે
કોઈક ઊંઘે
રાત તો બધાની જ છે
ઊંઘ તો બધાને આવવી જોઈએ ને ?
શુભ  રાત્રી ...!

નીતા શાહ


સ્વપ્નોમાં શિકાર ન કર
ઊંઘ મારી છે ચિત્કાર ન કર
જો તું મોકલી શકે તો મોકલ
અધરાતે મધરાતે
ચાંદ અને તારાઓ દ્વારા
શુભ સ્નેહ સંદેશ ...!

નીતા શાહ


અમાસની રાત્રે ચાંદની ચાંદનીને શોધવાની
રમત એટલે પ્રેમ ...!
cp


સત્ય તો મૂરખ પણ રજુ કરી શકે
અસત્ય રજુ કરવા બુદ્ધિ હોવી જોઈએ

નીતા શાહ

 હું અને તું
 તું અને હું
ચાલને ભીંજાઈએ પ્રેમની વાછંટ માં
ઉતારીને રેઈનકોટ અહંકારનો

નીતા શાહ

કરી જશે કોઈ છાનુંછપનું આવીને હસ્તાક્ષર
હંમેશા ડાયરીનું એક પાનું કોરું રાખું છું

નીતા શાહ

ઊંઘ અને મૃત્યુ માં શું ફરક ?
'' ઊંઘ એ અડધું મોત છે અને
   મૃત્યુ એ પૂરી ઊંઘ છે ''

નીતા શાહ

કુદરતની લીલા ન્યારી છે
જુઓ ને
જીવતો માણસ પાણીમાં ડૂબી જાય છે ને
લાશ પાણીમાં તરતી દેખાય છે

નીતા શાહ

તું મને ગમે છે એ વાત સાચી પણ
તું ના હોય તો કઈ નથી ગમતું તેનું શું ?

નીતા શાહ

જોને, તું કઈ કહીશ નહિ
અને હું
કઈ જણાવીશ નહિ
 ચાલ્યા જ કરશે આ રમત
એકબીજાને કહ્યા વિના
યાદ રહેશે વર્ષો પછી
આપણે એકબીજાના ઘણા નજીક હતા
એકબીજાના થયા વગર

નીતા શાહ




















ગળે ડૂમો
હોઠે મૌન
દ્રશ્યોનો મેળો
આંખ બંધ કે ખુલ્લી
એક જ ચહેરો ...આસપાસ
પારદર્શક પ્રેમ
ટકોરાબંધ લાગણી
દરિયાપારની જુદાઈ
શું કહેશો આને
પ્રેમ કે વહેમ ?

નીતા શાહ


મારી રોજબરોજની ડાયરીમાં
ઘણા વર્ષોથી
અલગ અલગ સંવાદ લખાય
ક્યારેક ખુશીની પળ
ક્યારેક ગુસ્સાની પળ
ક્યારેક રીસામણાની પળ
ક્યારેક  મનામણાની પળ
ક્યારેક સંવેદનાની પળ
ક્યારેક પ્રેમાળ પળ
ક્યારેક દુઃખદ પળ
પણ .....
ક્યારેય મળી જ નથી કે વિતાવી નથી
એવી અઢળક પળોનો મારો
મુક સંવાદ...
એટલે
મારી ને ફક્ત મારી જ વ્હાલી
      ''ડાયરી''

નીતા શાહ


મારી રોજબરોજની ડાયરીમાં
ઘણા વર્ષોથી
એકનું એક વાક્ય રોજ લખાય
'' શ્રીજી, જીવનની દરેક ખુશી એને આપજે,
  જેને હું ચાહું છું.''

 નીતા શાહ


આજે કેલિફોર્નિયાની વહેલી સવારે
બર્કલીની અમુલ્ય એવી લાયબ્રેરીમાં

પોતપોતાનામાં મશગુલ લોકો
વાંચનલેખન માં ગળાડૂબ  લોકો
જુદી જુદી રેકમાં પુસ્તકો ફંફોસતા લોકો

જો મળી જાય પુસ્તક ગમતું
સંતોષનું હાસ્ય હોઠે રમતું
ગમેતેવું સહેજે ય ના જચતું

સૌના મોબાઈલ  સાયલન્ટ
સૌની વાણી પણ સાયલન્ટ
ચારે બાજુ પીન્ડ્રોપ સાયલન્ટ

વાતાવરણમાં શાંતિની જણસ
કરે છે ગમતા વિષયોને ગહન
ભીડ માં પણ નથી ચહલપહલ

ગમતો વિષય મળ્યો મુજને
ગમતી પોયેટ્રી રેક કોર્નર મુજને
વિલિયમ લુઇસ ને એલીસ વોકર મળ્યા  મુજને

અનોખી ચમક આંખોમાં આવી
વાંચીશ ને સમજીશ પોયેટ્રી સારી
ઊંઘ થઇ હરામ હવે તો મારી

નીતા શાહ