મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, February 28, 2012

આજે તો હૈયું હિલ્લોળે ચડ્યું ...સખા


 આજે તો હૈયું હિલ્લોળે ચડ્યું ...સખા
 નામ મને તારુંમારા જેવું લાગે સખા
 બોલું  હેતને વરસે અનરાધાર સખા
 બોલું ખુશ્બુ ને મહેકે મુજ શ્વાસ સખા
 બોલું સુરજ ને આંખડી  ઉઘડે સખા
 બોલું 'માં'ને હાલરડું સંભળાય સખા 
 કૃષ્ણ બોલું મીઠી બંસી રેલાય સખા
 પાગલ બોલું ને બ્હાવરી ભાળું સખા...

નીતા.શાહ.


અરે,કેમ છો...? અઘરા સવાલ નો સહેલો જવાબ એય લીલાલહેર છે...!



    







       અરે,કેમ છો...?
અઘરા સવાલ નો સહેલો જવાબ
એય લીલાલહેર છે...
નથી ફંફોસવા ભૂતકાળના પાના
નથી જોવો આવતી કાલનો વરતારો
બસ 'આજ ' ને માણવી ને વધાવવી છે...
શ્વાસે શ્વાસે ધબકાર છે તારો
અધર પર મીઠો તલસાટ છે તારો
ખીલતી કળીનું હાસ્ય છે
યૌવન ફાટફાટ છે
મૌસમ માં મધમધતો પમરાટ છે
વાસંતી વાયરાનો સુસવાટ છે
કુદરત પણ આજ મહેરબાન છે
મંદમંદ સમીર નો સ્પર્શ છે
હૃદયે લહેરાતો રોમાંચ છે 
નિલાંબર ઓઢેલી પૃથ્વી પર
મન મુકીને ' આજ ' ને માણવી છે
કાલ કોણે દીઠી...???

નીતા.શાહ.

Monday, February 27, 2012

લખાણ તો કાગળ પર જ શોભે ને.. પણ કાગળ.. કાગળ તો વૃક્ષ માંથી જ બને ને..?

                                     Banyan tree



Banyan tree




              ''કાગળ અને વૃક્ષ''

લખાણ તો કાગળ પર જ શોભે ને..
પણ કાગળ..
કાગળ તો વૃક્ષ માંથી જ બને ને..?
પૃથ્વી પરનું એક વૃક્ષ ઓછુ થાય..
તેની સાથે કેટકેટલું ઓછું થાય..?
પક્ષીનો માળો
તેનો કલશોર
તેના ટહુકાઓ
સાથે લીલા-પીળા પાંદડાની વસંત ને પાનખર...
શું તમે વાંચી શકો છો એ કાગળ પર...
સમીરનો સાક્ષાત્કાર
વર્ષાનો ચમત્કાર
છાંયડાનો પગરવ
પક્ષીનો કલરવ
કઈ લેવા દેવા છે આ કાગળ અને વૃક્ષને ..?
પરિવર્તન નો પવન પણ જરૂરી છે ને..?

એક ડસ્ટબિન ને પૂછો કે 
કાગળ રૂપી કેટલા વૃક્ષો ઠાલવ્યા છે 
એ ગંધારા ઉકરડે..?
એક પુસ્તકાલય ને પૂછો કે 
કાગળ રૂપી કેટલા વૃક્ષો મુલવ્યા છે 
માનવ-વિકાસ ના અર્થે..?

એ માનવ નો વિકાસ ત્યારે જ કહેવાશે
જયારે કાગળ નું રીસાયકલીંગ થશે..
તો જ વૃક્ષો સચવાશે...સાથે
પર્યાવરણ અને પ્રકૃતિ જીવંત રહેશે....!!!

નીતા.શાહ.



Sunday, February 26, 2012

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે...!



                                     


                                       આંખો....
                                         
નાની મારી આંખ
એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે...
પાછલી પેઢી ક્યાં અજાણ છે આ શબ્દો થી...?
અદભુત દુનિયા છે આ આંખની
પીડા માથામાં,પગમાં કે પેટમાં
આંસુ તો આંખમાં જ આવે ને...?
વેદના પોતાની કે પારકાની
પડધો તો આંખે જ ઝીલાય ને..?
અહર્નિશ વાસના ના તરંગો ઉછળતા હોય
સતત ભાવ અને ભક્તિ ટપકતા હોય
નિત નવા સપનાઓ ઉગતા હોય
નિરાશા ને ઉદાસી ના થર જામતા હોય
કોઈક આંખ જગનું અમૃત શોધતી હોય
બીજી આંખ જગના ઝેર ઓકતી હોય


પહેલી નજરનો પ્રેમ....
સહેજ આંખ મળે ને...મટકવાનું નામ ન લે
આંખો ના એ મૌન સંવાદ માં જીવન-મરણ ના કોલ પણ દેવાઈ જાય 
પાંપણોના પ્રવેશ દ્વારથી ઊતરી જાય હૈયામાં
પછી તો બંધ આંખે પણ ફક્ત ''તું જ તું''
સ્નેહની સરવાણી માં શ્વાસ ની આપ-લે માં રત આંખો
જીવન ના તાંતણે વણાઈ જાય...

માનવ-હૃદય નો આયનો છે આંખ
અહંકાર ને ઓળખી શકાય
નમ્રતા ને પામી શકાય
અહંકાર ના ડોળા ઉંચે હોય ને 
નમ્રતા ની કીકી ઢળેલી હોય...

કલ્પના કરો એ ચક્ષુહીન ની..
અનુભવો તેની લાગણી ને
ફક્ત ચોવીસ કલાક તો જીવો ચક્ષુહીન બનીને 
આંખો નો અર્થ સમજાશે
જિંદગીનો મર્મ સમજાશે 
મહિમા સમજાશે ચક્ષુદાન નો
કરોડો આંખો માં થી ફક્ત બે આંખોને 
દ્રષ્ટિ આપવાનો મોકો
ઝડપીશું એ મોકો તો
અંતિમ સમયે...મૃત્યુ પણ મલકાશે ...
લઇ જ તારે જે જોઈએ તે...પણ
જો જે ને આંખો તો મારી જીવંત જ રહેશે...
મારા વ્હાલીડા ને નીરખવા....!!!

નીતા.શાહ.









Saturday, February 25, 2012

વાતા વાસંતી વાયરામાં વ્હાલી વાંસળી વગાડને વાલમા..!


વાતા વાસંતી વાયરામાં વ્હાલી વાંસળી વગાડને વાલમા...
સુમધુર સુરે સખણા સુતેલા શમણાને  સાકારને  વાલમા...

વાગોળી વાગોળીને વિરહની વેદનાને વલોવમાં વાલમા...
સુખે સુતેલી સાહ્યબીને સુંવાળી સેજ.. શરમાવના વાલમા...

હરખે હરખપદુડું  હૈયું  હિલ્લોળે  હલેસા હમજાય વાલમા...
મનમંદિરની મુરત માનું.. માંગું મનામણા મારા વાલમા...

રંગીન રંગીન રમતો.. રમતું રૂદિયું ને રીસામણે વાલમા...
રમતા રમતા રોવડાવે.. રાજીપો રાખું રમખાણે વાલમા...

ભાદરવે ભોગવું ભાગ્યને ..ભમરાને ભમરાવ ન વાલમા...
ગમતી ગઝલ ગમતા ગીતો ગાજે ગરિમા ગગન વાલમા...

--નીતા.શાહ.

                     

Wednesday, February 22, 2012

વૃદ્ધાશ્રમ ....આછંદાસ

જેવો કમ્પાઉન્ડ માં પગ મુક્યો
કેટકેટલી આંખોમાં લાચારી ટપકતી'તી
કોઈ બાંકડે,કોઈ હિંચકે,કોઈ ખાટલે...
કરચલીઓમાં વીટાળાયેલ દેહ, બોખો ચહેરો,હાથે લાકડી...
પણ સાહેબ...જુસ્સો તો જુવો...!
જાણે બધાને સેન્ચ્યુરી પૂરી કરવાની ખેવના...
પે...લા..છે તે ભીખી બા...પણ જબાને બહુ તીખા..
હા...આ..હસમુખ દાદા ....પણ જાણે વર્ષો થી હસ્યાં નથી...
આ..જે...છીકણી તાણે છે ...એ છે ...ધર્મિબેન..પણ ધરમ સાથે મોટું છેટું..
આ..જે  ભાવથી પીરસે છે ને..? તે જ્યોતિબેન...૨૪ કલાક સેવા ની જ્યોત થી ઝળહળે ...
આ વાંકી વળી ગયેલી કાયા સાથે ટટ્ટાર મનોબળ,જતન કરવાનું જોર..એવા વિરબાળાબેન...
દરેક વડીલો ના મોટાબેન,વ્હાલ વહેચતા બેન....આખા વૃદ્ધાશ્રમ નું દ્રડ મનોબળ...!!!
બોલવામાં મધ ઝરે ને કીકી માં હેત ઉમટે...
સૌ કોઈની આશ હતા...વિરબાળાબેન..!

નવા કોઈ આંગતુક ના આગમને 
હજારો સવાલ બધી જ આંખો માં રમતા..
''દીકરાએ કાઢી મુક્યા હશે..?''
''વહુ એ તગેડી મેલ્યા હશે..?''
''ચોક્કસ દીકરી નહિ હોય...!''

           મિત્રો....
  આપણ ને ખબર તો છે જ....
''વારા પછી વારો ને તારા પછી મારો..''
''પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયા 
 મુજ વીતી તુજ વીતશે...ધીરી બાપુડિયા..''

  વધુ કઈ કહેવાની જરૂર ખરી...?
પણ એક સંદેશ આપવો છે ...આપણા વડીલ મિત્રો ને...
જીવન એવું જીવીએ કે કોઈને નડીએ નહિ
ગમનો ઘૂંટ ભરીએ ને કોઈને વઢીએ નહિ 
તન અને મન સાથ આપે તેવા કામો કરીએ
રડતા ને હસાવીએ ..હસતા રમતા જીવીએ
દરેક ને ભાવે તેવું પીરસીએ...
જીભે પ્રેમાળ શબ્દો સજાવીએ....!!!

{જોજો ને...દુર જ રહેશે આપણાંથી આ ''વૃદ્ધાશ્રમો''}

--નીતા.શાહ.


Tuesday, February 21, 2012

જોયા કરો ટીકીટીકીને કંઈ પણ બોલ્યા વગર પીળા પાનનું તાપણું ને લીલી પાનખર ને તાક્યા કરો..!





જોયા કરો ટીકીટીકીને કંઈ પણ બોલ્યા વગર
પીળા પાનનું તાપણું ને લીલી પાનખર ને તાક્યા કરો...

પુરા નગર માં નાખી સંચારબંધી ને કમાન્ડો વગર
ક્યાંક આગ,લુંટફાટ ફાટી આંખે ટીવી ને તાક્યા કરો...

આંખોમાં સ્મિત અને હોઠે સજાવ્યા આંસુ બોલ્યા વગર
નિંદરમાં સપનું હોય, ખુલ્લી આંખે સપના તાક્યા કરો...

નથી જ આવવાના ને  ભાસે ભણકારા પગરવ વગર
અમથી વાગે ડોરબેલ ને દોડું સુના ઉંબરા તાક્યા કરો...

-નીતા.શાહ.

Monday, February 20, 2012

ભૂલી જાવ સાહેબ કરીનાની ઝીરો,ઉ-લાલાની લચીલી ફિગર આહ ભરે સૌ જયારે...કાતિલ નજરોથી સ્મિત ફેકતી મધુબાલા...




મેં તો સાવ જ અનોખી દુનિયા જોઈ છે... ... ...

ભૂલી જાવ સાહેબ કરીનાની ઝીરો,ઉ-લાલાની લચીલી ફિગર
આહ ભરે સૌ જયારે...કાતિલ નજરોથી સ્મિત ફેકતી મધુબાલા...

ભૂલી જાવ સાહેબ ઈન્ટરનેટ,ટ્વીટર,એફ-બી,યાહૂ કે પછી જી-મેલ
કેવી મજા પંચાતની...મસાલાથી ભરપુર વાતો ઓટલાપરિષદની ...

ભૂલી જાવ સાહેબ આ પિત્ઝા,બર્ગર સેન્ડવીચ કે પછી બરીતો બાઉલ
પાણી છૂટે મોંમાં..જયારે  ચૂલે શેકાતો રોટલો ને વલોણાની છાશ...

ભૂલી જાવ સાહેબ આ કોલાવેરી,પોપ,જેઝ,હીપહોપ કે પછી ફ્યુઝન 
લોક પલળે જયારે...નરસૈયો ગાય કેદારો ...ને મેઘ વરસી પડે...

ભૂલી જાવ સાહેબ આ કી-પેડ ની કરામત ને નચાવતી આ સ્માઈલી
દુનિયા અવાચક જયારે...વાંકાચૂંકા હસ્તાક્ષર છે તો ગાંધીના ને...!!! 

ભૂલી જાવ સાહેબ આ કલર,સ્ટાર,ઝી,સોની,સબ,સ્પોર્ટ્સ કે ન્યુઝ ચેનલ
દુરદર્શન ની કમાલ ત્યારે...પોળ આખી એકજ ઘેરને ભક્તિ 'રામાયણ'ની... 

--નીતા.શાહ.

 કેટલી નાખીશ તું ધૂળ સુરજ ની સામે?
કુણીનજર તો નાખ જરા પૂરવ ની સામે...

સત્ય ને બ્રહ્મ હતું  મુરલીધર ની સાખે 
ફક્તપાંચ કાફી હતા સો કૌરવોની સામે...

ટૂંકી પોતડી ને લાકડી અહિંસા ની સાથે
સુકલકડી તન કાફી હતું અંગ્રેજો સામે ...

માત આપે  ઘોડો પણ રાજા ની સામે 
તીખી એક ચાલ કાફી છે નસીબ માથે... 

નીતા.શાહ.



Sunday, February 19, 2012

હેલ્લો... કોણ..? ઓહ...પ્રભુ આપ..? શું કહું તમને... જુવો ને મોકાણ અહીની


હેલ્લો...
કોણ..?
ઓહ...પ્રભુ આપ..?
શું કહું  તમને...
જુવો ને મોકાણ અહીની
તોળાય છે ત્રાજવે સબંધો
એક પલડે ગુણ ને બીજા પલડે અવગુણ..
એક પલડે મુકો રાગ,દ્વેષ અને જુઠાણાને 
બીજે પલડે મુકો કરુણા,પ્રેમ અને સચ્ચાઈને 
જુવો અને વિચારો...કોણ વત્તું ને કોણ ઓછુ...?
પણ અહી તો એકની સચ્ચાઈ બીજા ને જુઠાણું ભાસે..
ક્યાંથી લાવું એવું ત્રાજવું...પ્રભુ...?
જેમાં ફક્ત પ્રમાણિકતા જ ભાસે...
કેવું ગણિત તે માંડ્યું છે આ સબંધો નું...
ઉકેલતાં આ કોયડો
વધુ ને વધુ ગુંચવાય...!
પ્રભુ....અમને એક વરદાન આપો..
સાંભળો છો પ્રભુ...?
અમારા અહં ને પાછો લઇ લો 
કદાચ સબંધો...
મધ જેવા મીઠા બની જાય...

નીતા.શાહ.

Saturday, February 18, 2012

ઈચ્છાની નિસરણી પગથીયા વિનાની
કેમ કરું ચઢાણ.... ધક્કો દે ઈચ્છા..


ઓળંગ્યો નથી ક્યારેય ઉંબરો ડેલીનો 
તોય થાય છે દરિયાપારની ઈચ્છા..


ખોયો અતીત ભાવિના કોઈ ઠેકાણા નથી 
તોય વર્તમાનને જકડવાની ઈચ્છા..


જુવોને  જેને નથી છત કે  નથી  ભીત 
મારા એવા ઘરને કમાડની ઈચ્છા...


સથવારો છે મને કાયમ પતઝડ નો 
થાય છે ફાગણે ફાગ ની ઈચ્છા...!!!


-નીતા.શાહ.

बचपन... लड्डूगोपाल मुग्धावस्था

बचपन...
लड्डूगोपाल
मुग्धावस्था
नटखट
यौवन 
मन-मोहक
राजनीती 
चाणक्य
शौर्य 
शूरवीर
प्रणय...
---------???
भेरुबंध
---------???

-नीता.शाह.

ભારતમાં તો મહાભારત ઘેર-ઘેર શકુની અને દુર્યોધન ...!



ભારતમાં  તો મહાભારત 
          ઘેર-ઘેર
શકુની અને દુર્યોધન
          ઠેર-ઠેર 
જર...જોરુ...ને જમીન 
          વેર-વેર 
કમી તો મુરલી મનોહરની
         પ્રેમ-પ્રેમ....!!!
નીતા.શાહ.
          

Thursday, February 16, 2012

ધ્યાન એટલે MEDITATION.........ખુબ જ પ્રચલિત છે આ શબ્દ..!



                                   MEDITATION.........

ધ્યાન  એટલે   MEDITATION.........ખુબ જ  પ્રચલિત છે આ શબ્દ..
         શરૂઆત માં અંતરગુહામાં ઉતરીએ તો ત્યાં એકધારા વિચારો, કલ્પનાઓ,સ્મૃતિઓ 
સિવાય ત્યાં કશું જ નથી મળતું.ત્યાં તો બસ નર્યો અંધકાર જ છે. અઢળક ઈચ્છાઓ અને
વાસનાઓ નો વાસ છે.કબાડી માર્કેટ જેવો અસ્તવ્યસ્ત પડેલો ભંગાર ભર્યો છે. ધ્યાનગ્રસ્ત
બનવું ખુબ જ અઘરું લાગે છે.પણ પ્રયત્ન ક્યારેય છોડવો નહિ....
          ધ્યાન એટલે ..આપણે પાણી માટે કુવો ખોદવા જેવી પ્રક્રિયા છે.પાણી ની શોધ માટે 
ખોદવાની શરૂઆત કરીએ તો કાચના ટુકડા,ચીંથરા,પ્લાં.કોથળીઓ,જૂની સડેલી વસ્તુઓ..
વગેરે મળે છે.કેટલા કોશ ખોળીએ ત્યારે ચોખ્ખી માટી નજરે પડે છે.તો શું આપણે પ્રયત્ન
મૂકી દઈશું..? ના,આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળમાં પાણી તો છેજ...ઘણું બધું
ખોળ્યા પછી આપણ ને મીઠા પાણી નો ઝારો મળે છે.ધ્યાનગ્રસ્ત  અવસ્થામાં પણ જેમ 
જેમ અંદર આપણે ખોદતા જઈશું તેમ પ્રથમ તો કચરો જ નીકળવાનો છે...પરંતુ ધીરજ 
ન ગુમાવતા પ્રક્રિયા ચાલુ રાખીએ તો છેવટે અંદર તમને ''દિવ્ય-દ્રષ્ટિ'' થી ફક્ત પ્રકાશ
જ પ્રકાશ દેખાશે.નિજાનંદ અંદર જ છે.તે એક અનુભૂતિ છે. અને અલૌકિક શાંતિ બક્ષે છે.
સાથે એક નવી શક્તિ ના પ્રવાહ ને આપણે અનુભવી શકીએ છીએ.જીવન નું ગુઢ રહસ્ય 
પામી શકો છો.....!!!

-નીતા.શાહ.

Wednesday, February 15, 2012

કારણ બેકારણ ... કેમ સુનું સુનું લાગે છે આજે તારી હાજરીમાં કેમ વસમું લાગે છે.




કારણ બેકારણ ... કેમ સુનું સુનું લાગે છે
આજે તારી હાજરીમાં  કેમ વસમું લાગે છે.

ટપકતું એ અશ્રુ...કેમ  ઉનું ઉનું  લાગે છે
સ્મિતની હાજરીમાં કેમ મનગમતું લાગે છે 

ઝાકળભીનું ઘાસ કેમ કુણું કુણું લાગે છે
સચ્ચાઈની સામે જુઠ  હડહડતું લાગે છે

સુરજની સાખે પાન કેમ સુકું સુકું લાગે છે 
વસંતમાં જ ફૂલ કેમ વણખીલ્યું લાગે છે 

તરસ્યા ને ઝાંઝવું કેમ ભીનું ભીનું લાગે છે
ભર્યા ભર્યા ભીતરે કેમ ભડભડતું  લાગે છે.

--નીતા.શાહ.






ત્રીસ ત્રીસ વર્ષના વહાણા વહી ગયા.. આપણા સપ્તપદી ને....!!! .વેલેન્ટાઈ ડે ....!

ત્રીસ ત્રીસ વર્ષના વહાણા વહી ગયા..
આપણા સપ્તપદી ને.....
આજે પણ તું મારી પાંપણો માં કેદ છે
કારણ નાની સરખી ઉદાસી કે ગુસ્સા ની લકીર
તારા ચહેરા પર..
હું તરત જ વાંચી શકું છું ....
જાણું છું તે તારી ઉદાસી ક્યારેય શેર નથી કરી
રખે ને હું દુખી થઇ જાવું...?
એ તો ખૂબી છે અગ્નિદેવતા અને વૈદિક મંત્રોચ્ચારની
અહી રોજ રોજ ''હું તને પ્રેમ કરું છું'' ના પ્રમાણપત્રો ની
જરૂર નથી પડતી
અમારા બંને ના મૌન ની એક પરિભાષા છે.....
જ્યાં ત્રીજા ની કોઈ ડખલ નથી....
અમારા બંને ની નજર હમેશા એક જ દિશા માં જુવે છે
એકબીજા ની ખાસિયત ની સાથે કમજોરી પણ
અમને ખુબ જ વ્હાલી છે....
એને પ્રેમ પ્રદર્શિત કરતા નથી આવડતો પણ
તેની મૌન ની લીપી હું ઉકેલી શકું છું
મેં તો ''શ્રીજી'' પાસે તમને માંગી જ લીધા હતા ને?
એટલે તો સ્કુલ માં મૈત્રી ની ,કોલેજ માં પ્રેમ ની
હવે સુમધુર દામ્પત્ય જીવન ની દોર
વધુ ને વધુ મજબુત થતી જાય છે
રોજે રોજ અમે તો મનાવીએ છીએ
VALENTINE DAY....!!!

तुजमे रब दिखता है यारा मै क्या करू...?
सजदे सर ज़ुकता है यारा मै क्या करू...?


-નીતા.શાહ.

Saturday, February 11, 2012

અણસાર આંખોમાં ઈકરાર નો છંટકાવ હોઠો પર ઇનકાર નો...!






અણસાર આંખોમાં ઈકરાર નો
છંટકાવ હોઠો પર ઇનકાર નો

છલકાય છે દ્વેષ તેની દ્રષ્ટિ માં
મલકાય અંગાર તેની ઈર્ષા માં 

ગઝલો છાપી એણે આખા ગામની 
શબ્દો ચાડી ખાય મારા નામની 

તરસ  ને કહો કે ધરપત રાખે 
બાંધીશ ઘર હું સાગરની વચ્ચે 

ચાહત તેની તીવ્રતાની હદ સુધી
શોધશે મને  હૃદય કમાડ  સુધી 

--નીતા.શાહ.

Thursday, February 9, 2012

શું કરું.. દિલની ભીનાશને સુકવી શક્યા નહિ, કારણ...વસવાટ તો તેમની આંખોમાં હતો ...!




શું કરું.. દિલની ભીનાશને સુકવી શક્યા નહિ,
કારણ...વસવાટ તો તેમની આંખોમાં હતો 

શું કહું...ઈચ્છા તો મન ની ફૂલો સાથે જ હતી
પરંતુ...સગપણ તો પત્થરની પાંખોમાં હતું

શું કામ ...વાતો તું આભને અડવાની કરે છે
પહેલા... ચરણને તું ધરતીની કાખોમાં રાખ

શું કામ...વિશ્વાસ રાખું હું  માનવીય શ્રદ્ધા માટે 
છેવટે...  શ્રદ્ધાનું મૂળ કાચીમાટીની શાખોમાં છે 

શું કહું....  નરજાત બોલે તો ખુમારી વાતોમાં છે
પરંતુ... નારીજાત બોલે તો ગુનેગારી આંખોમાં છે 

-નીતા.શાહ.

Wednesday, February 8, 2012

લખવું એટલે .....આર્ટીકલ

લખવું એટલે....

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન....મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ 
૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું...આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ'હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ''જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈ બંધન નથી.'' આમ તો ખુબ જ કપરું કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઇ ને મન ને મોકળું રાખીશું તો' કી બોર્ડ ' પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઇકુ,હાસ્યલેખ કે કટાર હોય...આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં  ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારો અનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.
                   આજથી થોડા વર્ષો પહેલા ''પત્ર-લેખન'' કળા વિકસિત હતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ 
હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઇને રોમાંચિત થઇ જતા.આજે એક જ વાત કહેવાની છે ''હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઇ જાય.''  
                 '' મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ,
                   નથી લાગતું 'કી બોર્ડ' આ ઓળખ ગુમાવી દેશે...?''

આપણાં મુખ્ય-મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે 'ગુજરાત ના નાથ' અને રાજકારણ ના 'મહારથી' છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્ય તેમના જ શબ્દો માં...
                  કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ  આપી જાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય...શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે: પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈ જાય...શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે.....!!!         [શ્રી નરેન્દ્ર.મોદી.]

                 ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળે શબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ  નર્સિગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વક વધાવવાની તૈયારી રાખવી પડે.....!!!       [શ્રી નીતિન.વડગામા ]
                લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું,વિચારવું,વાગોળવું જોઈએ....!!!      [શ્રી પ્રવીણ.સોલંકી.]
                  
            
                ''આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું 
                  છે  શબ્દ ચક્ર  કૃષ્ણનું બાણ રામ નું ...''
                  [ અમૃત ધાયલ.]

                '' શબ્દ જયારે પણ સમજણો થાય છે
                  અર્થ ત્યારે કંકુવરણો થાય છે....''
                  ['ધૂની' માંડલિયા.]

                 બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું  ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જ રહેશે...અકળ...અદીઠ.


     -નીતા.શાહ.

       
              










Monday, February 6, 2012

સમય અને ફરજ ના બે પાંખિયામાં કપાતી જતી જિંદગીની ક્ષણો...!


સમય અને ફરજ ના બે પાંખિયામાં
કપાતી જતી  જિંદગીની ક્ષણો
આહ....દિલમાં ચુભતી આ કશક,
સ્નેહ ના સાટા કરવામાં જ ગુજરતી ગઈ,
દરેક દરેક ક્ષણ,દરેક દરેક સાંજ સુધી,
બસ નિરાંત એક રાત્રીની જ !
જિંદગાનીની એ જ જૂની ફરજો માટે,
  તૈયાર ફરી એક પ્રભાત
  બસ, સંધ્યા થવા માટે....!!!

-નીતા.શાહ.

Friday, February 3, 2012

માનવીય અહં... કેવો અહં સન્માનિત ? આત્મસન્માન માટે નો અહં, અભિમાન માટે નો અહં...!

માનવીય અહં...
કેવો અહં સન્માનિત ?
આત્મસન્માન માટે નો અહં,
અભિમાન માટે નો અહં,
કે ખુમારીભર્યો અહં...?
વધારે પડતો છલકાતો 
આત્મવિશ્વાસ ઘણીવાર 
નગ્ન સત્યનો પણ વિરોધ 
કરાવે જે અન્ય ને પણ 
હાની પહોચાડે...!
વધારે લઘુતાગ્રંથી થી પીડિત
નગ્ન સત્ય હોવા છતાં પ્રશ્નાર્થ ભાવ
દિલોદિમાગ માં રાજ કરે છે...!
એક આત્મસન્માન સાથે નો અહં
ખુમારી સાથે આત્મવિશ્વાસ 
જગાવે છે...ક્યારેય કોઈને 
અવરોધરૂપ હોતો નથી.....!!!

--નીતા.શાહ.

Thursday, February 2, 2012

એક નાનકડો તુલસીક્યારો તુલના થઇ શકે ક્યારેય...!

એક નાનકડો તુલસીક્યારો 
 તુલના થઇ શકે ક્યારેય 
       એક
 વિશાળ તમાકુ ના ખેતર 
       સાથે?
એક છે સંવેદનશીલ અને 
એક છે સંવેદનશુન્ય.....!!!
તુલસીક્યારે પ્રકાશિત દીવડો
શ્રદ્ધાને પણ પ્રકાશિત કરે
પવિત્રતા નું એક ઝરણું
શ્યામ તુલસી ને રામ તુલસી
તુલસીપત્ર વિના ના 
છપ્પન ભોગ પણ નિરર્થક
યાદ છે ને તુલસી-વિવાહ..
ખુદ શ્રીજી વર્યા છે તુલસીમાને ...
હિન્દુઓના ઘરે ઘરે દ્રશ્યમાન 
  એક પવિત્ર દ્રશ્ય
પ્રગટાવતી દીવો તુલસીક્યારે
    ''પૂજ્ય.બા.''......!!!

-નીતા.શાહ.

''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''...!

*

 કેટલાક માણસો પાસે તેજસ્વી મસ્તિષ્ક હોય છે પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. સંવેદનશુન્ય માણસ સાચે ગરીબ હોય છે.
  તમાકુ ના વિશાલ ખેતર કરતા નાનકડો તુલસીક્યારો અધિક મુલ્યવાન હોય છે.રાવણ પાસે સોનાની લંકા હતી તોય તે ગરીબ
  હતો.શબરી પાસે કેવળ બોર હતા ચાત તે સમૃદ્ધ હતી.સહ્રદયતા વિનાની સમૃદ્ધી રાવણત્વ ની જનેતા છે. ભીના હૃદયના માલિક
  હોવું એ જ સમૃદ્ધી નું ગૌરીશંકર છે....તાતા,બિરલા કે અંબાણી પણ એવા માલિક આગળ ગરીબગુરબા છે.

  મારું હૃદય મંદિર છે,મારું હૃદય મસ્જીદ છે,મારું હૃદય ચર્ચ છે.ભગવાન એટલે જ પ્રેમ...મારું હૃદય પ્રેમ નું આસન છે.

  ક્યારેક ઘરના બારણે  એક બોર્ડ પર સંદશો લખવાનું મન થાય છે.
  ''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''

--નીતા.શાહ.