મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, March 30, 2012

જીંદગી...જીંદગી...જીંદગી...! હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?

''હું અને જીંદગી''




જીંદગી...જીંદગી...જીંદગી...!
હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?


તું ક્યારેય ખોવાઈ જાય તો?
તારી ઓળખ કેવી રીતે આપવાની..?
તારી પાસે તારું કોઈ ઓળખ-પત્ર છે?
તારું કોઈ કાયમી સરનામું...?
પાસપોર્ટ કે રેશન કાર્ડ ...?


તારું જન્મ-સ્થળ
તારી ભાષા
તારો દેશ
તારો કોઈ ફોટો
તારું ક્વાલીફિકેશન 
ક્યાંથી આવી ને ક્યાં જવાની છે...?


કદાચ કોઈ એવો દાવો કરતુ આવે ...તો શું?
તું એની છે એની સાબિતી શું..?
કેટલી બેદરકાર છે તું જીંદગી...
પર્સનલ પેપર્સ તો હોવા જ જોઈએ ને..?
થોડું શીખ તું અમારી પાસે થી
વણઝારા ની જેમ ના રખડીશ, આજે અહી તો કાલે ત્યાં...


તું કેવી દેખાય છે?
તારો રંગ?
તારી ઉંચાઈ?
તારી આંખો નો રંગ?
તારા વાળ?
કોઈ જન્મ નું નિશાન..?
તું આયના માં તારો ચહેરો જુવે છે ક્યારેય?
તું તને પોતાને ઓળખે છે ખરી..?
તારો ચહેરો તને યાદ છે ખરો..?


તું અમારા જેવું ના શીખીશ...એટલે કે ''માણસ'' જેવું
તું તો આખેઆખો ચહેરો બદલે છે ,એમ ને.?
અમે તો ચહેરા પરના મહોરાં બદલીએ છીએ.
અને જયારે મૂળ ચહેરો શોંધવા જઈએ ત્યારે તારો ચહેરો મળે છે...
અને અમે તો કાયમી દોસ્તી કરવા માંગીએ છીએ તારી સાથે
ત્યાં તો તું સરકી જાય છે,સાપ ની જેમ




અમે તને કેટલો બધો પ્રેમ કરીએ છીએ
તને કેટ કેટલા લાડ લડાવીએ છીએ
તારા માટે અમે તરફડીએ છીએ
અને તું?


અમને બધાને રમકડા બનાવી ને 
રમત રમ્યા કરે છે...!
કેટકેટલા રમકડા છે તારી પાસે
ગણ્યા ગણાય નહિ એટલા


મને ખબર છે હું માણસ જાત છું..
''તું છે તો હું છું''
પણ ફરિયાદ તો કરીશ જ
કકળાટ પણ કરીશ
ગુસ્સામાં એલફેલ પણ બોલીશ
માફ કરજે, ''તારા વિના મારી જ ઓળખ ક્યાં છે?''


પણ જીંદગી મારા કેટલાક સવાલો છે અને જવાબ જોઈએ છે
તું ક્યારેય ભાવતું કેમ પીરસતી નથી..?
માંગી એ એવો પ્રેમ ન મળે અને ત્યારે તો ન જ મળે
પ્રેમ મળે ત્યારે તે ઝીલવાની તાકાત અને સમય ન હોય
જયારે પ્રેમ આપવા માંગે ત્યારે એટલી ખાલી જગ્યા પણ ન હોય
હમેશા જયારે જુવો ત્યારે પ્રેમ ઇગ્નોર જ થાય છે....


''ખાવાનું હોય ત્યાં ખાનાર નથી હોતા ને
જ્યાં ખાનાર હોય ત્યાં અન્ન ના દાણાના ય ફાંફા હોય છે..''
શિક્ષિત લોકો બેકાર હોય છે અને અનપઢ રાજકારણીઓ પાસે કારો ની કતાર હોય છે..
કેટલી અધધધ.....કરી શકાય એટલી તારી ફરિયાદો છે...
પણ તારે ક્યાં કાન છે...?
તું બહેરી છે
તું મૂંગી છે
તું આંધળી છે
તું રમતો ની ''માહિર'' છે




છત્તા તને શું કહું....જીંદગી...
જેવી છે તેવી
તું મારી છે,
તું મારી જ રહીશ....!!!


-નીતા.શાહ.