લાજ અને શરમ બંને સ્ત્રીના ઘરેણાં,
સત્ય અને સ્નેહની સોગાત છે મહેણાં
ભાસ અને આભાસ વચ્ચે ભીંસાતી નારી,
ખુશિયા વેરતી ને ગમને સમેટતી નારી
શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેની જીંદગી
ઝબલું ને શ્વેત કફન વચ્ચેની જીંદગી
અડધા 'સ'ને કાઢું સ્મરણનું થાય મરણ
અડધા 'સ'ને કાઢું સ્વજનનું લાગે વજન
કેવી રીતે ભૂલું આપી વચન ભૂલવાનું
કેવી રીતે જીવું આપી વચન મરવાનું
નીતા.શાહ.