મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, September 11, 2015

ચલચિત્ર



 ચલચિત્ર

મને ખબર છે
આમ નજરથી દુર કરવાથી
દૂરતા ક્યાં ઓછી થાય છે ?
જેટલી દૂરતા કેળવવા મથીશ
નજદીકિયા એટલી જ નજીક આવશે
આ કોઈ ચલચિત્રોના દ્રશ્યો ઓછા છે ?
કે એક ઉપર બીજું ત્રીજું ને ચોથું
આ તો જીવ થી ય વ્હાલું ચિત્ર
કેવી રીતે હડસેલું ?

નીતા શાહ


ગુંગળામણ મારી ક્યાં સમજાય છે?
ચોતરફ પડઘા સંભળાય છે
આંખ અને કાન કેમ બંધ રાખું ?
કરવતથી પણ દોર ક્યાં કપાય છે
હવે જીવવા જેવું ક્યાં રહ્યું વ્હાલા?
રોજ મરવાના વાંકે જીવાય છે
ગુંથું કે પછી ઉકેલી નાખું સાંકળી ?
ઉકેલું તો પણ વધુ ગૂંથાય છે
જીવતા તો પાણી માં ડૂબાય છે
લાશ પાણીમાં તરતી દેખાય છે

નીતા શાહ