મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, February 16, 2012

ધ્યાન એટલે MEDITATION.........ખુબ જ પ્રચલિત છે આ શબ્દ..!



                                   MEDITATION.........

ધ્યાન  એટલે   MEDITATION.........ખુબ જ  પ્રચલિત છે આ શબ્દ..
         શરૂઆત માં અંતરગુહામાં ઉતરીએ તો ત્યાં એકધારા વિચારો, કલ્પનાઓ,સ્મૃતિઓ 
સિવાય ત્યાં કશું જ નથી મળતું.ત્યાં તો બસ નર્યો અંધકાર જ છે. અઢળક ઈચ્છાઓ અને
વાસનાઓ નો વાસ છે.કબાડી માર્કેટ જેવો અસ્તવ્યસ્ત પડેલો ભંગાર ભર્યો છે. ધ્યાનગ્રસ્ત
બનવું ખુબ જ અઘરું લાગે છે.પણ પ્રયત્ન ક્યારેય છોડવો નહિ....
          ધ્યાન એટલે ..આપણે પાણી માટે કુવો ખોદવા જેવી પ્રક્રિયા છે.પાણી ની શોધ માટે 
ખોદવાની શરૂઆત કરીએ તો કાચના ટુકડા,ચીંથરા,પ્લાં.કોથળીઓ,જૂની સડેલી વસ્તુઓ..
વગેરે મળે છે.કેટલા કોશ ખોળીએ ત્યારે ચોખ્ખી માટી નજરે પડે છે.તો શું આપણે પ્રયત્ન
મૂકી દઈશું..? ના,આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળમાં પાણી તો છેજ...ઘણું બધું
ખોળ્યા પછી આપણ ને મીઠા પાણી નો ઝારો મળે છે.ધ્યાનગ્રસ્ત  અવસ્થામાં પણ જેમ 
જેમ અંદર આપણે ખોદતા જઈશું તેમ પ્રથમ તો કચરો જ નીકળવાનો છે...પરંતુ ધીરજ 
ન ગુમાવતા પ્રક્રિયા ચાલુ રાખીએ તો છેવટે અંદર તમને ''દિવ્ય-દ્રષ્ટિ'' થી ફક્ત પ્રકાશ
જ પ્રકાશ દેખાશે.નિજાનંદ અંદર જ છે.તે એક અનુભૂતિ છે. અને અલૌકિક શાંતિ બક્ષે છે.
સાથે એક નવી શક્તિ ના પ્રવાહ ને આપણે અનુભવી શકીએ છીએ.જીવન નું ગુઢ રહસ્ય 
પામી શકો છો.....!!!

-નીતા.શાહ.