મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, March 30, 2016

માઇક્રોફિક્શન વાર્તા ''સ્તુતિ''




  સ્તુતિ


આરતીબેન આજે ખુબ જ ખુશ હતા કારણ આજે એમના એકના એક દીકરા વંદનના લગ્ન છે. જ્ઞાતીના એક સંસ્કારી કુળની દીકરી સ્તુતિ ખુબ જ સુંદર અને સુશીલ છે. પતિના અવસાન પછી એકલે હાથે વંદન ને ભણાવ્યો હતો.આજે એ સપ્તપદીના વચને બંધાવા જઈ રહ્યો છે.અને આરતીબેનનું હૈયું ગદગદિત થઇ ગયું છે. હા,વંદન લગ્ન કરવાની આનાકાની કરતો હતો.થોડા ધમપછાડા પણ કર્યા છેવટે મમ્મીની જીદ આગળ નમતું જોખ્યું કારણ તે તેની મમ્મીને દુઃખી કરવા નહોતો માંગતો. શહેરની મધ્યમાં આવેલ એક નાનકડા હોલમાં વંદન અને સ્તુતિના લગ્ન થયા. ગૃહપ્રવેશ ની અને પગફેરાની વિધિ પણ સંપન્ન થઇ ગઈ અને સમય વીતવા લાગ્યો. નવદંપતિ ખુશખુશાલ દેખાતું હતું. આરતીબેનના પણ હરખ નો કોઈ પાર નહોતો. પુત્રવધુના રૂપમાં આવેલી સ્તુતિને સાસુ નહિ પણ એક વ્હાલસોયી માતા બનીને પોંખી હતી. સ્તુતિએ એમબીએ કર્યું હોવા છતાં લેશમાત્ર આછકલાઈ નહોતી. એના હાવભાવ, વાણી-વર્તન,રહેણીકરણી માં એના માવતરના સંસ્કાર છલકાતા હતા. અને એક દિવસ અચાનક રાતે વંદન ચુપચાપ ઘર છોડીને જતો રહે છે.આરતીબેનના નામે એક પત્ર મુકતો જાય છે.
વ્હાલી મમ્મી,
              હું ઘર છોડીને જઈ રહ્યો છું. તને દુઃખી કરવા નહોતો માંગતો પણ હું મજબુર છું. સ્તુતિ ખુબ જ સારી છોકરી છે. એનો કોઈ વાંક નથી પણ વાંક મારો છે. કેવી રીતે અને કયા શબ્દોમાં વાત કરું સમજાતું નથી. મમ્મી હું સ્તુતિને ખુશ નહિ રાખી શકું અને કોઈની દીકરીને દુઃખી કરવાનો મને કોઈ હક નથી. હા, હું ગે છું મમ્મી. મને સ્ત્રીઓ પ્રત્યે કોઈ આકર્ષણ નથી.મને માફ કરી દેજે. દર મહીને તને ઘર ખર્ચ મોકલાવી દઈશ.સ્તુતિ સાવ પવિત્ર છે. શક્ય છે કે એને કોઈ સારો જીવનસાથી મળી જાય. મને શોધવાનો પ્રયત્ન ન કરતા.
                                                                          તારો અભાગી પુત્ર,
                                                                               વંદન.
 આરતીબેન પત્ર વાંચીને પડી ભાંગ્યા અને સ્તુતિને વળગીને ખુબ રોયા. સ્તુતિએ શાંત પાડ્યા ને કહ્યું'' મમ્મી હવે હું તમારો દીકરો છું...હું અને વંદન તો ૬ મહિનાથી પતિપત્નીનું નાટક કરતા હતા.સાચું જીવન તો હવે હું તમારી સાથે વીતાવીશ''
નીતા શાહ



માઇક્રોફ્રીક્ષન વાર્તા '' જીવન વીમો ''




  જીવનવીમો

બજાજ સ્કુટર પર એક દંપતિ સીજી રોડથી વેજલપુર બાજુ જઈ રહ્યા હતા. પાછળ બેઠેલા પત્ની ને હવે આજે છેક હાશકારો થયો કારણ એમના પતિ કોલસાની ખાણ માં કામ કરતા હતા.''જો એમને કૈક થઇ ગયું તો?'' કેટલાય દિવસોથી આ વાક્ય મગજમાં ફંગોળાતું હતું. પણ આજે હાશકારો લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.. બપોરનો એક વાગ્યાનો સમય હતો એટલે ટ્રાફિક સામાન્ય હતો. નિસંતાન હોવા છતાં આજે બંને ખુશખુશાલ હતા. વધારે ભણેલા નહોતા પણ જીવનનું ગણતર બરાબર જાણતા હતા.ભાઈએ પાછળ બેઠેલા પતિને પૂછ્યું,'' શું બનાવ્યું છે રસોઈમાં ? પેટ માં બિલાડા બોલે છે.''
પત્ની જવાબ આપે છે,'' તમને ભાવતું ભરેલા રીંગણાનું શાક, રોટલી અને છાશ તૈયાર જ છે. ઘરે પહોચીને પહેલા તમને થાળી પીરસી દઈ...................! '' અને ત્યાં તો એકસોને એસીની સ્પીડે આવતી ઝાયલો કારે પાછળથી સ્કુટરને ટક્કર મારી. ટક્કર એવી મારી કે સ્કુટર તો ૧૦ ફૂટ દુર ફંગોળાઈને બે કટકા થઇ ગયા. બહેન ને માથા માં વાગવાથી બ્રેઈન હેમરેજ થઇ ગયું અને ત્યાં જ એમના રામ રમી ગયા. ભાઈને હાથેપગે થોડું વાગ્યું હતું. એમ્બુલન્સ આવીને બંને ને જીવરાજ હોસ્પિટલ માં લઇ ગયા. પોલીસકેસ પણ થયો. પોલીસે પેલા ભાઈનું બયાન માંગ્યું ને ગભરાયેલા અવાજે તે બોલ્યા ,'' હું માઈન માં કામ કરું છું.કામ રિસ્કી હોવાથી મારી પત્નીને અંદરથી એક ડર રહેતો અને મને કામ છોડી દેવાનું વારંવાર કહેતી. પણ સાહેબ ઓછુ ભણેલો હોવાથી બીજે કામ મળવું મુશ્કેલ હતું. એટલે મેં રસ્તો કાઢ્યો અને મારો એક મિત્ર વીમા એજન્ટ છે તેની સલાહથી મેં મારો ૫ લાખનો વીમો આજે જ ઉતરાવ્યો કે જેથી મને કૈક થઇ જાય તો મારી પત્નીને તકલીફ ના પડે.છૈયા-છોકરા વિના એની કોણ સંભાળ રાખશે ? પણ સાહેબ, હવે તમે જ કહો હવે આ જીવનવીમાનું શું કરું ???''

નીતા શાહ  

Tuesday, March 29, 2016




મહાન લખાણ અને રોચક લખાણ માં ફેર છે.રોચક લખાણ શબ્દો જોડે રમતા આવડે એવી કુદરતી બક્ષિસ નું પરિણામ હોઈ શકે છે.જયારે મહાન લખાણ ઉદ્ભવે છે એકાગ્રતા માંથી.વિન્સ્ટન ચર્ચિલ જ્યાં સુધી વિચારને અનુરૂપ યોગ્ય શબ્દો ના મળે ત્યાં સુધી પોતાના લખાણ ને મઠારવાની મહેનત કર્યા  જ કરતા. પિકાસો ધડીભરમાં શ્રેષ્ઠ કલાકૃતિ તૈયાર કરી શકતા. પરંતુ એ સરળ દેખાતી રેખાઓ પાછળ  કલાકો,દિવસો અને મહિનાઓનો મહાવરો હતો.

ગદ્ય એટલે શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી
પદ્ય એટલે શ્રેષ્ઠ શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી ....!

નીતા શાહ

Tuesday, March 15, 2016

 તારી યાદ
 નથી મારી ફરિયાદ                                                                                                    યાદનો એક ગુણધર્મ                                                                                  દુરથી પણ જિંદગીની દરેક           દુરથી પણ જિંદગીની દરેક 
કડવાશને મીઠાશમાં બદલવી.....!!!                                                                                       નીતા શાહ
મારી જીવન-કિતાબ ના
રંગ-બિરંગી મુખપૃષ્ટ ના પેજ પર
શબ્દો બનીને તારું નર્તન
રોમેરોમ માં એક અદ્રશ્ય
તાલ બની જાય છે
એક આહલાદક દ્રશ્ય
માહોલ બની જાય છે

નીતા શાહ