મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, March 2, 2012

યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા જાણે ટહુકો છે ને કોયલ જ નથી...!




યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા
જાણે ટહુકો છે ને કોયલ જ નથી...
વેદનાની આંખ પણ કેવી છે સાહ્યબા 
જાણે પ્રકાશ છે ને સુરજ જ નથી...
મર્યાદાની સાખ પણ કેવી સાહ્યબા
જાણે વાચા છે ને જિહવા જ નથી...
સપનાની કાંખ પણ કેવી સાહ્યબા
જાણે સપનું છે ને નીંદર જ નથી...
વિરહની ચાહ પણ કેવી છે સાહ્યબા
જાણે ધુમાડો છે પણ આગ જ નથી...
-નીતા.શાહ.


સંવેદના... ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..? જુવો સૂર્ય અને ચંદ્ર ને ...!

                    
                            
           સંવેદના...
ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..?
જુવો સૂર્ય અને ચંદ્ર ને 
ગ્રહણ તો તેને પણ લાગે જ છે ને ?
માનસિક સુખ તે સુખી વેદના
માનસિક દુઃખ તે દુઃખી વેદના
જ્યાં સુખ કે દુઃખ કઈ પણ ન હોય ત્યાં..?
ત્યાં ઉપેક્ષાની વેદના...

મારા માટે વેદના એ 
સક્રિય પ્રક્રિયા છે...જીવંત વેદના
વેદના વગર સંવેદના ક્યાં શક્ય જ છે ?
યાદ છે ઓસ્કાર વાઇલ્ડ ના શબ્દો..
'' આપણા માટે એક જ મૌસમ છે જીવન માં,
  અને તે છે સંવેદનાની મૌસમ...!''

બે પ્રેમીની વિરહ ની વેદના
કેટકેટલી સંવેદના જન્મ લે છે...
દીકરી ને હંમેશાં માતા-પિતાની વેદના
સંવેદના જગાવી ને આંખ પલાળી દે છે
એક માતા ને બાળકોની વેદના
સંવેદના થી ઉછળતું માતૃત્વ...
જેટલા સગપણ ના આયના..
તેટલા સંવેદના ના તાપણા...

-નીતા.શાહ.