મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, May 27, 2017

સખાશ્રીને એક સોનૅટ



 સખાશ્રીને એક સોનૅટ

અમારા સ્નેહીશ્રી શતદલ સમા ખીલત સદા
હસાવે સૌને એ અસહ્ય વિપદા હોય મનડે
વિચાર્યું જો એણે કદમ ચડતાં ડુંગર ઉંચે
કમાનેથી છૂટ્યું શર કદિ પાછું ન ફરતું
લુછે એ આંસુંડા સ્વજન સમીપે ઓસડ બની
નથી મારું તારું સમગ્ર સહિયારું જ જગતે
સ્વભાવે તોરીલા સહ સમજદારી નિભવતાં
લખેને વંચાવે ગઝલ  મહતર્માની નિરંતરા
અહંને રાખ્યો જ્યાં મગજ તપતું સૂરજ  તણું
સતાવ્યાં લોકોને અકળ  બહુધા ભાષણ લખી
વહાવી ઊર્મિઓ સતત સ્વજનો સંગ ઉછળી
કર્મયોગી જીવી જતન મિત્ર નું જ કરતાં
સખા મારા આજે કવન લખતી યાદીતણું જ
પ્રભુ માંગુ આજે ઉમર અમરી દ્યો સખાશ્રીને

નીતા શાહ

વર્તમાનની ઝાકમઝોળમાં અંજાઇને



   વર્તમાનની ઝાકમઝોળમાં
અંજાઇને
કામણગારી યાદો ને
વહાલી ઉર્મિઓનું
જતન કરજો
જોજે જરીક કયાંક
ચેતનાનો ટ્રાફીક જામ ન થઇ જાય
રુદિયાનું સંતુલન ખોરવાઈ ન જાય
ને ધબકારો ભૂલાઈ ન જાય
નહી તો પ્લેટફોર્મ પર
પહોચતાં પહેલા
ટ્રેન છૂટી જશે
ને રહી જશે ફક્ત
એકબીજાને સમાંતર
સામસામે
રેલના એ પાટા...!

નીતા શાહ

'' દોણી"



   '' દોણી''



ભારતીય સંસ્કૃતિ એટલે વેદમાન્ય, વ્યાસમાન્ય સંસ્કૃતિ. જગતની અડતાલીસ સંસ્કૃતિ આજે લુપ્તપ્રાય થઈ છે ત્યારે હજારો વર્ષ જૂની એકમેવ સંસ્કૃતિ સેંકડો વર્ષના પરકીય શાસન બાદ અને જબરજસ્ત પ્રહારો બાદ પણ આજે ટકી રહી છે. અને તે એટલે ભારતીય સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે વિચારપ્રણાલી, (way of thinking) જીવન. પ્રણાલી, (way of life) અને ઉપાસના ભક્તિપ્રણાલી (way of worship). સંસ્કૃતીના મહાન વિચારસૂત્રો જ પ્રતિકોમાં પરિણમ્યાં. યોગ્ય અર્થમાં જો પ્રતિકો સમજાય તો સંસ્કૃતિ કોઈપણ કાળે પુનર્જીવિત થાય. પ્રતિકોમાં બુદ્ધિનો વૈભવ દેખાય છે. આજની ભાષામાં કહેવાનું હોય તો પ્રતીકો એ સંસ્કૃતિનું વિચારવિજ્ઞાન છે.

પ્રતિક એ મૌન ની ભાષા છે,શાંતિનું સંગીત છે, સંસ્કૃતિના મહિમાનું મૌન ગીત છે. પ્રતીકોપાસના એટલે બિંદુને સિંધુ માં જોવાની તાકાત અથવા તો ગાગરમાં સાગરને સમાવવાની શક્તિ ! પ્રતિક એટલે શબ્દોની ગેરહાજરીમાં વિચારને વ્યક્ત કરવાની વ્યવસ્થા. આજના કાળમાં ગળાડૂબ પ્રવૃતિમાં ડૂબેલો માનવનો  પ્રત્યેક વ્યવહાર ઉપલકિયો થયો છે. એના હાસ્યમાં નથી પસન્નતા  કે રુદનમાં દિલની સાચી વ્યથા ! એના સંસારમાં અનુરક્તિ નથી, કે નથી સન્યાસમાં વિરક્તિ! ટૂંકમાં એનો જીવન વિસ્તાર વધ્યો છે પણ એને જીવનનું ઊંડાણ ખોયું છે. આ ઊંડાણ પાછું મેળવવા માટે માનવે પ્રતીકો પાછળ રહેલા દિવ્ય અર્થને સમજવા તેણે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવું જોઈએ.પ્રતીકો આપણા સાંસ્કૃતિક સુત્રો છે. સુત્રો અલ્પાક્ષર હોય છે. એક નાનકડા સૂત્રની અંદર અનંત અર્થ સમાયેલો હોય છે.એક નાનકડા બીજની અંદર વિશાળ વૃક્ષનો વિસ્તાર છુપાયેલો હોય છે.

  માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતિક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી એ અગ્નિને માટલીમાં મૂકી સ્મશાનમાં લઇ જતા અને તેનાથી મૃતદેહને અગ્નિદાહ આપતા. દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો,'રામ બોલો ભાઈ રામ' નો ઉચ્ચાર વાતાવરણને ભારેખમ તેમજ માનવ ને અસ્વસ્થ અને ગ્લાનીપૂર્ણ બનાવી મુકે છે. માનવ મૃત્યુથી ખુબ જ ગભરાય છે કારણ કે તે મૃત્યુને અમાંગલિક ઘટના ગણે છે.જીવન તરફ જોવાની સુયોગ્ય દ્રષ્ટિ કેળવાય તો માનવને મૃત્યુમાં રહેલું માંગલ્ય સમજાય મૃત્યું તો સૃષ્ટિકર્તાની શુભ અને કલ્યાણકારી યોજના છે. હવે માની લઈએ કે મૃત્યું જ ન હોય તો? જીવજંતુ,પશુપંખી અને માણસોના ખખડધજ થઈ ગયેલા ભૂતિયા ખંડેરો જ ચોમેર આમ તેમ ભટકતાં-અથડાતાં હોત. જન્મ અને મરણ એ તો જીવનના ચૈતન્યને હરિયાળું લીલુંછમ રાખે છે. જીવન એટલે શિવનું જીવને મળવા આવવું અને મૃત્યુ એટલે જીવ નું શિવને મળવા જવું. કદાચ એટલે જ આપણા શાસ્ત્રકારોએ ભગવાન શિવજીનું નિવાસસ્થાન સ્મશાન કલ્પ્યું હશે. મરવું -સ્મશાનમાં જવું એટલે ભગવાન શિવજી પાસે જવું! આ રમ્ય વિચાર આપીને શાસ્ત્રકારોએ મરણની ભીતિ ઓછી કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.મરણના દુઃખને કન્યાવિદાયના દુઃખ સાથે સરખાવી શકાય. નવવધુને પતિગૃહે જવાનું દુઃખ નથી પણ આનંદ છે; દુઃખ તો છે પિયર છોડવાનું. તે જ રીતે મરનાર ને જ્યાં જવાનું છે તેનું દુઃખ રહેવાનું કારણ નહિ પણ અહી બાંધેલા ભાવસબંધો છોડીને જવું પડે છે તેથી તેનું હૃદય વ્યથિત થાય છે.

 મૃત્યુ તો જીવનનું સૌન્દર્ય છે; જીવનનો શણગાર છે. મૃત્યુ ન હોત તો કદાચ જીવનનો આટલો મહિમા જ ન હોત. મૃત્યુના સાન્નિધ્યમાં જ કદાચ અત્યંત ઉત્કટ રીતે જીવનનો પરિચય થાય છે. મૃત્યુ છે તેથી તો જીવનમાં આનંદ છે, જીવનમાં કાવ્ય છે,જીવન રસમય છે ઈશ્ર્વરને ચરણે જીવભાવનું સમર્પણ કરવું આ વાત જ્ઞાનદેવ મહારાજ સમજાવે છે:

જીવવાનું દેહ સોંપીને સ્વસ્થ રહેવાથી
મરણ પરભારું જ મરી જ જાય છે.
વસ્તુતઃ સ્વરૂપને
જન્મેય નથી અને મરણેય નથી
સમુદ્રના બુંદબુંદને સમુદ્રથી અલગ કલ્પી લીધું
તો તે ક્ષણમાં જ સુકાઇ જવાનું છે, પણ એને સમુદ્રથી અળગું ન પાડતાં
તે સમુદ્રમય જ છે એમ માન્યું
તો તે કદીયે સુકાવાનું નથી. “


જ્ઞાનીઓ મૃત્યુનું અસ્તિત્વ જ નકારે છે. જગતમાં કઈ જ નાશ નથી પામતું, તેથી મૃત્યુ એટલે જડનું રૂપાંતર અને ચેતનનું વેષાન્તર ! ભક્તો મૃત્યુને જીવ-શિવના મિલનનું મધુર કાવ્ય ગણે છે; જયારે કર્મ્યોગીઓ કહે છે કે મૃત્યુ જીવનનો હિસાબ આપવા જવું.

માનવદેહની નશ્વરતા તરફ ધ્યાન ખેચતી આ દોણી માનવને તુચ્છ સમજવાની નકારાત્મક દ્રષ્ટિ આપે છે એવું નથી; પરંતુ ક્ષણભંગુર દેહથી પણ મનાવે સત્કાર્ય સાધી લેવા જોઈએ, તેના માટે સાવધ કરે છે. માનવજીવન ક્ષણિક છે પરંતુ ક્ષણિક હોવાથી જીવનને તુચ્છ સમજી ફેંકી દેવું એ નરી મૂર્ખતા છે. ક્ષણિક જીવનમાં પણ સુગંધ ભરવાની કળા મનાવે પુષ્પ પાસેથી શીખવી જોઈએ.અલ્પકાલીન જીવનમાં અનેરા રંગો પુરાવાની કળા ઇન્દ્રધનુષ સિવાય કોણ શીખવી શકે ? જીવનની ક્ષણે ક્ષણ જો માનવને જીવતા આવડે તો માનવજીવન ધન્ય બની જાય. માનવાનો દેહ નશ્વર છે એનો અર્થ એવો નથી કે એ નિરર્થક છે. સત્કાર્યો કરવામાં માનવદેહની સાર્થકતા રહેલી છે.જન્મ જન્માંતરના પુણ્યોના પરિપક રૂપે ભગવાને માનવ દેહ આપ્યો છે એટલું જ નહીં પણ એ દેહમાં પોતે પણ આવીને બિરાજમાન છે. આ રીતે જોઈએ તો માનવદેહ એ ઈશમંદિર જેટલો પવિત્ર છે.

માનવ જયારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે તેની જોડે તેના કર્મો સિવાય બીજું કઈ જ સાથે આવતું નથી. તેણે કમાયેલી ધન સંપત્તિ અહી જ રહે છે. પત્ની ઘરના બારણા સુધી વળાવીને પછી વાલે છે. દેહ ચિતા સુધી સાથે રહે છે પણ એથી આગળ કર્મો જ જોડે જાય છે.

માટલીમાં અગ્નિ ઘરેથી લઇ જવા પાચલ પણ એક સુંદર ભાવ રહેલો છે. જે અગ્નિએ મને આજીવન સંભાળ્યો,પાળ્યો,પોષ્યો,પોતે સળગીને મને જીવન આપ્યું તે અગ્નિની જ્વાળામાં જ બાળવામાં જીવનની કૃતાર્થતા છે. એ પાપનાશક અગ્નિ મારા પાપ ધોઈ નાખશે.

“अग्नेय सुपथाराये अस्मान्विश्र्वानि देव दयुनानि विद्वान।
युयोध्यस्मज्जुहुराणमेनो भूतिष्ठां ते नम उक्तिं विधेय।।”

ઉપનિષદના આ મંત્રની યથાથૅતા સમજવા જેવી છે. ‘ અગ્નિને પ્રાર્થના છે કે અગ્નિ, વિશ્ર્વના બધાં તત્વોનો તું જ્ઞાતા છે. અમારો માર્ગ સુપથ થાય, અમને તે આનંદ ભણી લઈ જનારો થાય, અવળે માર્ગે લઈ જનારા અમારાં પાપને તું ભગાડી મૂક. ‘

આજે આપણાં જીવનમાંથી અગ્નિની ઉપાસના ચાલી ગઈ છે. તેથી પરંપરાની જાળવણીમાં વ્યવહારની મેળવણી કરીને ડાહ્યા લોકો એ છાણાંના બે ટુકડા પર ઘાસલેટ નાખી તેને સળગાવી માટીમાં મૂકી લઇ જવા એમ નક્કી કર્યું. આ ક્રિયામાં વ્યવહાર અને આદર્શનો સુંદર સમન્વય થયો છે,બન્ને એકબીજાના પૂરક બન્યા છે. એ દોણી અને એની પાછળનો ઈશારો સમજી લઈએ. જીવન કૃતાર્થ કરીએ.

નીતા શાહ



કંપારી વછૂટે ઠાલા શબ્દોની માવજતથી



 કંપારી વછૂટે ઠાલા શબ્દોની માવજતથી
અરે સ્વજનને ભાળ હોય જ!
ક્યારે, ક્યાં ને કેટલું ખૂટે આયખામાં?
ત્યાં તો સ્વજનનું ય લાગે વજન
ને સ્મરણનું ય થાય મરણ
અરે, સાહેબ…
ગમતાં ચહેરાને વાંચો
ચહેરાનાં પુસ્તકને નહીં !

નીતા શાહ 

"વ્હાલ અને વિરહનો ગુલમહોર"




વ્હાલ ને વિરહની વચ્ચે લાગણીના ગુલમહોરને ઉછેર્યો
હચમચાવી દે પાગલ સમીર બનીને
તરબોળ કરી દે ઘનઘોર પયોદ બનીને
બળબળતી ધરાને ઠાર અમીવૃષ્ટિ કરીને
રતુંબલ કરી દે ક્ષિતિજે સ્વયંભૂ પ્રગટીને
ભરતીના મોજાએ વહાવ રક્ત ખારી મીઠાશથી
ટપટપ ટપકવા દે અનંત સ્ખલન અક્ષિ મહીંથી
અરે…
વળગાડી હોય ગળે નરી કાયરતાને
ખોટેખોટું ઝાંઝવું બતાવી દે મૃગજળ બનીને
સાચેસાચ ભીંજવશું પાલવ આભાસી જળથી
ઠરી જાશું, ભસ્મ થાશું, સાચુકલા ભ્રમથી !

નીતા શાહ
ખોટેખોટું ઝાંઝવું બતાવી દે મૃગજળ બનીને
સાચેસાચ ભીંજવશું પાલવ આભાસી જળથી
ઠરી જાશું, ભસ્મ થાશું, સાચુકલા ભ્રમથી !

નીતા શાહ 

શિખરિણી છંદ " નારી કથન"



  શિખરિણી છંદ             
સોનૅટ 2
નારી કથન

ભરોસો રાખીને પ્રખર વરની ચાહત બની
વિધાતાની આસ્થા ઉદય ધરશે ઓજસ ઘણાં
નદીને નારીની પરમ ઉપમા સાબિત કરે
કિનારો છૂટે ના વચન ઉમદા સાધક સહે
સુતા ભાર્યા માતા વિવિધ સ્વરૂપો સૂક્તમ સદા
ઉખાડ્યાં મૂળિયાં અલગ ધરતી અંકિત પદે
સ્વભાવે પ્રેમાર્દે જતન કરતી રાતદિ સદા
બધાને માનાર્થે વચન વદતી ઔષધ સમા
પરાયાં પોતાનાં સ્વજન રચતી વાત્સલ્ય તણાં
ઉમંગે ઉત્સાહે કળશ સધ્મનો માંગલ્ય અપો

જનેતાની કોખે વણજનમતી બાળ શિશુ હું
ગળે ટૂંપો દેતા મરણ શરણે શાવક હવે
કહેતી માતાને કફન ધરજે છાંય તુજની
કહેતી બાપાને રુધિર ફરતું આપ જ થકી

નીતા શાહ

શબ્દાર્થ :-

સુતા  =પુત્રી
ભાર્યા =પત્ની
સૂક્તમ =પવિત્ર મંત્ર
સધ્મ=  ધર, મંદિર
માંગલ્ય= શુકનિયાળ
અપો =  પવિત્ર
શાવક= બાળ, શિશુ
રુધિર= લોહી

વેલ વિશર વુમન ક્લબની કવિતા




  વેલ વિશર વુમન ક્લબની કવિતા

સમય હસાવી જાય સમય રડાવી જાય
ડહાપણ ભરેલા સૌને સમય ભણાવી જાય
સખી, આ સાહિત્યની વાતોને  વેલ વિશર  ક્લબને સંગ

જીવન બાગમાં ફૂલો ખીલે ને કરમાય
વસંતના ગયા પછી પાનખર આવી જાય
સખી, આ સાહિત્યની વાતોને  વેલ વિશર  ક્લબને સંગ

સાહિત્યિક કવાયત ગુરુજનોને સંગ
માત્રામેળ છંદોથી સખીઓ તંગ
સખી, આ  સાહિત્યની વાતોને  વેલ વિશર  ક્લબને સંગ

સરક્યુલેટિંગ લાયબ્રેરીમાં પુસ્તકો અનંત
શીખો ને શીખવાડો ચોમેર સુગંધ
સખી, આ  સાહિત્યની વાતોને  વેલ વિશર  ક્લબને સંગ

સોશિયલ મીડિયાનો સંગાથ
સ્નેહ,સમજ ને ઐક્યથી ગંઠાય
સખી, આ સાહિત્યની વાતોને  વેલ વિશર વુમન ક્લબને સંગ

નીતા શાહ

'જીવન વૃક્ષ' આછંદાસ

 







  જીવન વૃક્ષ        

કેટકેટલાં વર્ષોથી
ટટ્ટાર ઊભું છે
કેટકેટલાં
હેમંત ને ગ્રીષ્મ
અતિવૃષ્ટિ ને દુષ્કાળ
માવઠું ને હેલી
ચક્રવાત ને ધરતીકંપ

દ્રશ્યમાન દાર્શનિક વ્યક્તિત્વ
અનેક શાખા
અગણિત પર્ણ
સૌંદર્ય મય પુષ્પો
રસમય ફળો
હવે તો ઝુંલવું ને ઝુકવું

આગંતુક વિહંગ
બંધાતા આવાસ
વિસ્તરતો પરિવાર
કર્ણ પ્રિય સંગીત
આ… હા… હા.. હા…
ઝૂકીને શોધું છું
જે દ્રશ્યમાન નથી
કેટલું વ્હાલભર્યુ આલિંગન
જીર્ણ શીર્ણ હોવા છતાં
વજ્રથી ય કઠોર પકડ
લીલી-સૂકીમાં ય પોષણ
વિસ્તર્યુંં ને ફૂલ્યુંફાલ્યું
કારણ
તારે ફણગાવવું ‘તું મને
ખબર નથી મને
મારાં ફળનાં કેટલાં બીજ
અંકુરિત થશે?

ઘણાં પાણાં વાગ્યા છે
કુહાડીનાં ધા ખમ્યાં છે
દુકાળે રસહિન પણ થયા છીએ
પાનખરમાં તો નિર્વસ્ત્ર
વસંતમાં તો પાછી ફેશનપરેડ
કોઇ ફરિયાદ નથી
ખુશખુશાલ છું
કારણ
क्षमा विरस्य भूषणम् ।

નીતા શાહ 

નીતાબેનના જન્મદિવસ નિમિત્તે એક સોનૅટ




   નીતાબેનના જન્મદિવસ નિમિત્તે એક સોનૅટ

અમારી સ્નેહાદ્રી સખિ સુમનસી ખીલત સદા
હસાવે સૌને એ અસહ્ય વિપદા હોય મનડે
વિચાર્યું જો એણે કદમ ચડતાં ડુંગર ઉંચે
કમાનેથી છૂટ્યું શર કદિ પાછું ન ફરતું
લુછે એ આંસુંડા સ્વજન સમીપે ઓસડ બની
નથી મારું તારું સમગ્ર સહિયારું જ જગતે
સ્વભાવે સૌમ્યાને સહ સમજદારી નિભવતાં
કબીલો કૌટુંબી કવચ  બનતાં કાયમ કડી
અહંને ઓગાળ્યો પ્રખર અજવાળું રવિ તણું
હરાવ્યા દુખોને સફળ જિંદગી ઓચ્છવ બની
વહાવી ઊર્મિઓ સતત સ્વજનો સંગ ઉછળી
કર્મયોગી જીવી જતન વડિલો નું જ કરતાં
નીતાબેની આજે જનમ દિવસે શુભ કવિતા
પ્રભુ માંગુ આજે ઉમર અમરી દ્યો સખિરિને

નીતા શાહ

લતાબેનના જન્મદિવસ નિમિત્તે એક સોનૅટ અમારી સ્નેહાદ્રી સખિ સુમનસી ખીલત સદા હસાવે સૌને એ અસહ્ય વિપદા હોય મનડે વિચાર્યું જો એણે કદમ ચડતી ડુંગર ઉંચે કમાનેથી છૂટ્યું કિરણ કદિ પાછું ન ફરતું લુછે એ આંસુંડા સ્વજન સમીપે ઓસડ બની નથી મારું તારું સમગ્ર સહિયારું જ જગતે સ્વભાવે સૌમ્યાને સહ સમજદારી નિભવતી શરીરે ભાંગેલી અલગ મનસ્વીની જ મકડી અહંને ઓગાળ્યો પ્રખર અજવાળું રવિ તણું હરાવ્યા રોગોને સફળ જિંદગી ઓચ્છવ બની વહાવી ઊર્મિઓ સતત સખિઓ સંગ ઉછળી લખે એ ત્યાંને ત્યાં કલમ કરતી શાબ્દિક સળી લતાબેની આજે જનમ દિવસે શુભ કવિતા પ્રભુ માંગુ આજે ઉમર અમરી દ્યો સખિરિને




      લતાબેનના જન્મદિવસ નિમિત્તે એક સોનૅટ

અમારી સ્નેહાદ્રી સખિ સુમનસી ખીલત સદા
હસાવે સૌને એ અસહ્ય વિપદા હોય મનડે
વિચાર્યું જો એણે કદમ ચડતી ડુંગર ઉંચે
કમાનેથી છૂટ્યું કિરણ કદિ પાછું ન ફરતું
લુછે એ આંસુંડા સ્વજન સમીપે ઓસડ બની
નથી મારું તારું સમગ્ર સહિયારું જ જગતે
સ્વભાવે સૌમ્યાને સહ સમજદારી નિભવતી
શરીરે ભાંગેલી અલગ મનસ્વીની જ મકડી
અહંને ઓગાળ્યો પ્રખર અજવાળું રવિ તણું
હરાવ્યા રોગોને સફળ જિંદગી ઓચ્છવ બની
વહાવી ઊર્મિઓ સતત સખિઓ સંગ ઉછળી
લખે એ ત્યાંને ત્યાં કલમ કરતી શાબ્દિક સળી
લતાબેની આજે જનમ દિવસે શુભ કવિતા
પ્રભુ માંગુ આજે ઉમર અમરી દ્યો સખિરિને

નીતા શાહ

अव्यान 2.5 साल


अव्यान 
आज तुं ढाई सालका हुआ
वो सारी बातें मुझे याद है।
पहेली बार आंखे  खुलना,
पहेली बार तेरा रोना,
पहेली बार गर्भ नाल काटना,
यानी गर्भसे नाता तोडना,
पृथ्वीसे नाता जोडना,
पहेली बार माँ के आँचलका स्पर्श,
तन और मनको पुष्ट होनेका मर्म,
पहेली बार नन्हे नन्हे हाथ-पाँव हीलाना,
कृष्णलीलासे कहां कम  ?
पहेली बार नानीका मधुप्राशन पिलाना !
यानि बन गया राजदुलारा;
पहेली बार तेरा प्यारा सा मुस्कुराना,
यानि धरती पे स्वर्ग उतरना!
पहेली बार खडा होना, बैठना
और घुंटनोके बल चलना…
माता-पिताका बचपन वापस आना!
छोटे छोटे पाँवसे पहेला कदम रखना,
यानि जिंदगी की उड़ान, पंख फैला ना!
तेरा अवतरण…
दादा दादीकी खुशियाँ,
नाना नानी की फुहार,
चाचा मामु की दुनिया,
खुशियोंका पैगाम ।।

जहाँ जहाँ कदम रखो तुम
वहाँ वहाँ ख़ुशियाँ बिखरे
भरना उँची उड़ान जिंदगी की
पर पाँव जमींपे रखना ।।

नीता नानी



મંદાક્રાન્તા છંદ ''ગ્રીષ્મ"



  

મંદાક્રાન્તા છંદ ''ગ્રીષ્મ"
[બંધારણ--માતારા ભાનસ નસલ તારાજ તારાજ ગાગા]
મૂંઝાયા છે અનલ બુઝવે દીવડાની ય જ્યોતિ
ફેલાશે ત્યાં રવ વિહીનતા શાંતિ ચારે દિશાએ
ડાળે ડાળે પર્ણ ફરફરે પોઢતાં સૌ ધરાએ
ચંદ્રામા તો શિતલ ધવલા માત વાઘેશ્વરી જો
કેવું ઊંડું પય ઉદધિનું શાંત કેવી જ રીતે ?
મોજાં એના વધઘટ થશે ચંદ્ર સોળે કળાએ
વૈશાખે ભાસ્કર અગન પોંખે ધરા ત્રાહિમામે
આંબા ડાળે મયુર ટહુકે ઢેલ નાચે ઉમંગે
કેરીઓ કેસર લચકતી માધુરી સ્વાદ જીહ્વે
માળો બાંધે ખગ ચપળ રાખી મહેલોની માયા
લીલાં કાપ્યા તરુ નષ્ટ કરે નૈસર્ગી સૌદર્યોને
સૂકાં કેવાં સરીત સળ ઢેફાં જ મોટી તિરાડે
લીલી વાડી નિત જતનથી લાવતી મેહુલાને
નાબુદી હો પ્રદુષણ તણી ભાગશે રોગચાળો

નીતા શાહ