મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

ગીત [ ઉજવીએ દિવાળી]



 
ગીત : ઉજવીએ દિવાળી
ઢાળ : તમે એકવાર મારવાડ જાજો રે ઓ મારવાડા

હાલો વર્ષોવર્ષ આપણે ઉજવીએ રે આ દિવાળી…
અમે મનડાંનો કૂડો કાઢીએ રે આ દિવાળી…
સગપણ સાચવશું, મેલ નહિ રાખશું
પ્રેમે નીતરતી, હૈયાની હાટડી
હોં કે અમે…તનમનથી સ્વાગત કરશું રે આ દિવાળી… હાલો…

અમે સ્નેહનાં સાથિયાં ચીતરશું રે આ દિવાળી
અમે ફટકેલી ફોરમ સંઘરશું રે આ દિવાળી
ઇર્ષાની હોળી, વ્હાલે ઝબોળી
પ્રીતનાં ટાંકણાં, સજાવું આંગણાં
હોં કે અમે… લેટ ગો ની ભાવના રાખશું રે આ દિવાળી… હાલો

અમે જમા ઉધારી ચોપડાં કાઢશું રે આ દિવાળી
અમે સમતુલાનો સાથ નિભાવશું રે આ દિવાળી
ઉધારીનાં નાણાં, ઘાલખાતમાં જાણ્યાં
ગુજ્જુ વેપારી, છોડે નહિ યારી
હોં કેં અમે… નવી ગીલ્લી નવો દાવ ખેલશું રે આ દિવાળી…

હાલો વર્ષોવર્ષ આપણે ઉજવીએ રે આ દિવાળી
અમે મનડાંનો કૂડો કાઢીએ રે આ દિવાળી…

નીતા શાહ

No comments: