મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, May 27, 2017

મંદાક્રાન્તા છંદ ''ગ્રીષ્મ"



  

મંદાક્રાન્તા છંદ ''ગ્રીષ્મ"
[બંધારણ--માતારા ભાનસ નસલ તારાજ તારાજ ગાગા]
મૂંઝાયા છે અનલ બુઝવે દીવડાની ય જ્યોતિ
ફેલાશે ત્યાં રવ વિહીનતા શાંતિ ચારે દિશાએ
ડાળે ડાળે પર્ણ ફરફરે પોઢતાં સૌ ધરાએ
ચંદ્રામા તો શિતલ ધવલા માત વાઘેશ્વરી જો
કેવું ઊંડું પય ઉદધિનું શાંત કેવી જ રીતે ?
મોજાં એના વધઘટ થશે ચંદ્ર સોળે કળાએ
વૈશાખે ભાસ્કર અગન પોંખે ધરા ત્રાહિમામે
આંબા ડાળે મયુર ટહુકે ઢેલ નાચે ઉમંગે
કેરીઓ કેસર લચકતી માધુરી સ્વાદ જીહ્વે
માળો બાંધે ખગ ચપળ રાખી મહેલોની માયા
લીલાં કાપ્યા તરુ નષ્ટ કરે નૈસર્ગી સૌદર્યોને
સૂકાં કેવાં સરીત સળ ઢેફાં જ મોટી તિરાડે
લીલી વાડી નિત જતનથી લાવતી મેહુલાને
નાબુદી હો પ્રદુષણ તણી ભાગશે રોગચાળો

નીતા શાહ

No comments: