શિખરિણી છંદ
સોનૅટ 2
નારી કથન
ભરોસો રાખીને પ્રખર વરની ચાહત બની
વિધાતાની આસ્થા ઉદય ધરશે ઓજસ ઘણાં
નદીને નારીની પરમ ઉપમા સાબિત કરે
કિનારો છૂટે ના વચન ઉમદા સાધક સહે
સુતા ભાર્યા માતા વિવિધ સ્વરૂપો સૂક્તમ સદા
ઉખાડ્યાં મૂળિયાં અલગ ધરતી અંકિત પદે
સ્વભાવે પ્રેમાર્દે જતન કરતી રાતદિ સદા
બધાને માનાર્થે વચન વદતી ઔષધ સમા
પરાયાં પોતાનાં સ્વજન રચતી વાત્સલ્ય તણાં
ઉમંગે ઉત્સાહે કળશ સધ્મનો માંગલ્ય અપો
જનેતાની કોખે વણજનમતી બાળ શિશુ હું
ગળે ટૂંપો દેતા મરણ શરણે શાવક હવે
કહેતી માતાને કફન ધરજે છાંય તુજની
કહેતી બાપાને રુધિર ફરતું આપ જ થકી
નીતા શાહ
શબ્દાર્થ :-
સુતા =પુત્રી
ભાર્યા =પત્ની
સૂક્તમ =પવિત્ર મંત્ર
સધ્મ= ધર, મંદિર
માંગલ્ય= શુકનિયાળ
અપો = પવિત્ર
શાવક= બાળ, શિશુ
રુધિર= લોહી

No comments:
Post a Comment