સખાશ્રીને એક સોનૅટ
અમારા સ્નેહીશ્રી શતદલ સમા ખીલત સદા
હસાવે સૌને એ અસહ્ય વિપદા હોય મનડે
વિચાર્યું જો એણે કદમ ચડતાં ડુંગર ઉંચે
કમાનેથી છૂટ્યું શર કદિ પાછું ન ફરતું
લુછે એ આંસુંડા સ્વજન સમીપે ઓસડ બની
નથી મારું તારું સમગ્ર સહિયારું જ જગતે
સ્વભાવે તોરીલા સહ સમજદારી નિભવતાં
લખેને વંચાવે ગઝલ મહતર્માની નિરંતરા
અહંને રાખ્યો જ્યાં મગજ તપતું સૂરજ તણું
સતાવ્યાં લોકોને અકળ બહુધા ભાષણ લખી
વહાવી ઊર્મિઓ સતત સ્વજનો સંગ ઉછળી
કર્મયોગી જીવી જતન મિત્ર નું જ કરતાં
સખા મારા આજે કવન લખતી યાદીતણું જ
પ્રભુ માંગુ આજે ઉમર અમરી દ્યો સખાશ્રીને
નીતા શાહ

No comments:
Post a Comment