ઝરણું
એક સાતત્યપૂર્ણ નીરવ સંવાદ
અલ્પ પ્રવાહ
નથી નાદ
નથી નિનાદ
નથી સાગર જેટલી વિશાળતા
નથી સાગર જેવું તોફાન
છતાં ય
કેટલું આત્મસંતોષી ?
કેટલું સશક્ત ?
કેટલું નિર્મળ ?
પણ
તેની નાનકડી શક્તિ
કેટકેટલાને પોતાનામાં
અંકિત કરી દે છે !
નીતા શાહ
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે.
શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે.
આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!