નીતાબેનના જન્મદિવસ નિમિત્તે એક સોનૅટ
અમારી સ્નેહાદ્રી સખિ સુમનસી ખીલત સદા
હસાવે સૌને એ અસહ્ય વિપદા હોય મનડે
વિચાર્યું જો એણે કદમ ચડતાં ડુંગર ઉંચે
કમાનેથી છૂટ્યું શર કદિ પાછું ન ફરતું
લુછે એ આંસુંડા સ્વજન સમીપે ઓસડ બની
નથી મારું તારું સમગ્ર સહિયારું જ જગતે
સ્વભાવે સૌમ્યાને સહ સમજદારી નિભવતાં
કબીલો કૌટુંબી કવચ બનતાં કાયમ કડી
અહંને ઓગાળ્યો પ્રખર અજવાળું રવિ તણું
હરાવ્યા દુખોને સફળ જિંદગી ઓચ્છવ બની
વહાવી ઊર્મિઓ સતત સ્વજનો સંગ ઉછળી
કર્મયોગી જીવી જતન વડિલો નું જ કરતાં
નીતાબેની આજે જનમ દિવસે શુભ કવિતા
પ્રભુ માંગુ આજે ઉમર અમરી દ્યો સખિરિને
નીતા શાહ


No comments:
Post a Comment