જીવન વૃક્ષ
કેટકેટલાં વર્ષોથી
ટટ્ટાર ઊભું છે
કેટકેટલાં
હેમંત ને ગ્રીષ્મ
અતિવૃષ્ટિ ને દુષ્કાળ
માવઠું ને હેલી
ચક્રવાત ને ધરતીકંપ
દ્રશ્યમાન દાર્શનિક વ્યક્તિત્વ
અનેક શાખા
અગણિત પર્ણ
સૌંદર્ય મય પુષ્પો
રસમય ફળો
હવે તો ઝુંલવું ને ઝુકવું
આગંતુક વિહંગ
બંધાતા આવાસ
વિસ્તરતો પરિવાર
કર્ણ પ્રિય સંગીત
આ… હા… હા.. હા…
ઝૂકીને શોધું છું
જે દ્રશ્યમાન નથી
કેટલું વ્હાલભર્યુ આલિંગન
જીર્ણ શીર્ણ હોવા છતાં
વજ્રથી ય કઠોર પકડ
લીલી-સૂકીમાં ય પોષણ
વિસ્તર્યુંં ને ફૂલ્યુંફાલ્યું
કારણ
તારે ફણગાવવું ‘તું મને
ખબર નથી મને
મારાં ફળનાં કેટલાં બીજ
અંકુરિત થશે?
ઘણાં પાણાં વાગ્યા છે
કુહાડીનાં ધા ખમ્યાં છે
દુકાળે રસહિન પણ થયા છીએ
પાનખરમાં તો નિર્વસ્ત્ર
વસંતમાં તો પાછી ફેશનપરેડ
કોઇ ફરિયાદ નથી
ખુશખુશાલ છું
કારણ
क्षमा विरस्य भूषणम् ।
નીતા શાહ


No comments:
Post a Comment