મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, December 30, 2011

વહેલી સવારે એક સુંદર વિચાર નો જન્મ... ... હાલમાં હું અમેરિકા માં છું. ...આર્ટીકલ



વહેલી સવારે એક સુંદર વિચાર નો જન્મ... ...

હાલમાં હું અમેરિકા માં છું. જાણે સિમેન્ટ અને કોન્ક્રીટ ના જંગલમાંથી પ્રકૃતિ ની ગોદમાં આવી ગઈ.

ખુબ જ સુંદર અને હારબદ્ધ વૃક્ષો,પંખીઓ નો કલરવ,રંગબિરંગી ફૂલો,રમતિયાળ પતંગિયું,ખળખળ

વહેતું ઝરણું....બધું જ પાછુ ઘર આંગણે...!!!

આવી જ એક આહલાદક વહેલી સવારે એક સુંદર વિચાર જન્મ્યો....!!! કુદરતનાં સાન્નિધ્યમાં,તેની સાથે અંતરંગ વાતો કરતા કરતા ,સુંદર વિચારને જાણે કુંપળો ફૂટી...!!!

આ ઘટાદાર વૃક્ષો,પંખીનો કલબલાટ,વહેતા ઝરણા,શાંત અને સૌમ્ય સરિતા,ઉંડાણ જેની ઓળખ છે તે સમુદ્ર,અડગ પહાડો,મંદ-મંદ લહેરાતો સમીર,જળભર્યા વાદળા,સપ્તરંગી મેધ-ધનુષ,રાત્રીનો શણગાર એટલે ચંદ્ર અને તારલાઓ,સમય નો પાક્કો આપણો સુરજ...!!! કેટકેટલું સૌદર્ય ઠાલવ્યું છે આ કુદરતે...અને તે કોના માટે....?

હા, ફક્ત મનુષ્ય માટે કુદરતનું આ વરદાન. જો ઈશ્વરે આ ઉપકાર ના કર્યો હોત તો ?

આ બધું જ આપણા માટે ! કેટલા નસીબવંતા છીએ આપણે કે માણસ હોવાનું સુખ સાંપડ્યું.લાગણીઓને
અનુભવવાની આવડત,સ્મિત,રુદન,હાસ્ય,સંવેદન,સ્પર્શ,ગુસ્સો,પ્રેમ! સૌથી અદભૂત વાત એ છે કે આપણને વાણી મળી છે!

આપણા જીવનને શણગારવા આવી અનોખી પ્રકૃતિ,ઈશ્વરનું એક અલૌકિક વરદાન,માનવ માટે! કેટલો નસીબવંતો છે આ માનવ? પણ કદાચ ઈશ્વરે આ વરદાન ના આપ્યું હોત તો...? છુટે છે ને કંપારી...મિત્રો, મારા વિચાર સાથે સહમત છો ને? તો આવો સાથે મળીને વચનબદ્ધ થઇને ઈશ્વરનો આભાર માનીએ.

કુદરતનું જતન કરીશું.કુદરતી તત્વોને વેડફાતા અટકાવવા એ આપણા અસ્તિત્વને બચાવવાનો પહેલો અને સૌથી જરૂરી પ્રયાસ કરીશું.રીસાયકલીંગ અને વસ્તુઓને સાચવીને ફરી વાપરવાની પ્રવૃત્તિને આદત બનાવીશું.છાપાના કાગળોથી શરુ કરીને પ્લાસ્ટિકની થેલી સુધીની વસ્તુઓને વેડફી નાખવાના બદલે ફરી વાપરવાનો પ્રયાસ કરીશું! પ્રકૃતિ,તને ખુબ ખુબ વ્હાલ કરીને જતન કરીશું.

આટલું સુંદર વરદાન આપવા માટે ઈશ્વર ને,

શત-શત વંદન સાથે ,અમારા સૌ વતી...આભાર....!!!

મિત્રો,આપ સૌની આભારી,

નીતા શાહ.

No comments: