ઋષિવર શ્રી વેદવ્યાસજી ને એક નારી નો પત્ર...
by Nita Shah on Monday, December 26, 2011 at 10:02pm
ઋષિવર શ્રી વેદવ્યાસજી ને એક નારી નો પત્ર...
માન્ય ઋષિવર....
આપનો મહાન પવિત્ર ગ્રંથ નું પારાયણ વારંવાર કરીને પ્રશ્નોનું રમખાણ મચે છે હૃદયમાં...
વ્યાસજી ... મહાભારત ની કથા માં કેટકેટલી વ્યથાઓ છે...આપ આ વ્યથામાં કેટલા પીડિત થયા હશો ? ગાંધારી અને કુંતી..બે સ્ત્રી પાત્રો પુત્ર-જન્મ ના સંદર્ભ માં જ..બંને નારી રક્તરંજિત અને દોષરંજિત થઇ છે.કેટ કેટલા
અપમાન સહ્યાં છે એક તેજસ્વી ''માતૃત્વ'' પદ માટે ? શા માટે મુનીવર ?
મુનીવર....દરેક પાને..પાને..તમે માનવ દુર્ભાગ્ય ના રક્ત થી રંગોળી
પૂરી છે...સુખદુખ અને દુખસુખ...ની મજબુત સાંકળ કયાંય ઢીલી પડતી નથી..
કેટ કેટલા સત્ય ની કાતર થી નારી ના નિર્બળ મમતા-વસ્ત્ર ના ચીંથરા ઉડાડ્યા
છે....ગાંધારી..જે તેના પોતાના મૃત પુત્રો ના ઢગલા પર કેરી તોડી ને ખાય છે... શું ગુઢાર્થ છુપાવ્યો છે મુનીવર આપે ?
કવિ,લેખક...હંમેશા દુખો ના ગુણાકાર કરે છે.તેમની રચના માં.... શું એટલે જ
દરેક યુગમાં કવિ ની બોલબાલા હોય છે...જે સમાજ ની વેદના ના ભાર ને હલકો બનાવે છે ?
હે.....મુનીવર....
આશીર્વાદ આપો,એક નારી ને...
ભલે દરેક યુગના કવિઓ તેમની રચના માં વેદના ને વાચા આપે,તેના
ગુણાકાર કરે,હંમેશા અગ્નિ ને ઘી ને સથવારે રાખે...પણ સાથે મારી સમજશક્તિ પણ ખીલતી જાય અને વારંવાર પ્રશ્નોત્તરી ની છડી વરસાવી શકું...ને મારા જ્ઞાનકોષ ને સમૃદ્ધ બનાવી શકું... [કદાચ નાના મોઢે મોટી વાત કરી છે તો ક્ષમા યાચું છું.]
શાષ્ટાંગ પ્રણામ સ્વીકારો.....મુનીવર...!!!
--નીતા.શાહ.
મારું મંતવ્ય
- Nita Shah
- Ahmedabad , Gujarat, India
- ''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment